Suratમા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો,જળસપાટી 334.61 ફૂટે પહોંચી

ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ ઉકાઈ ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા પાણી છોડાયું ઉકાઈ ડેમમાંથી 46000 ક્યૂસેક પાણી છોડાયું સુરતમાં આવેલા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે.ડેમની જળસપાટી 334.61 ફૂટે પહોંચી છે.સાથે સાથે સૂર્ય પુત્રી તાપી નદીની સપાટી 7.30 મીટરે પહોંચી છે.ઉકાઈ ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા પાણી છોડાઈ રહ્યું છે.ઉકાઈ ડેમમાંથી 46 હજાર ક્યુસેક્સ પાણી છોડાયું છે.સુર્ય પુત્રી તાપી નદીની જળસપાટીમાં થયો વધારો.ઉપરવાસમાં ભારે વરસાદ થતા પાણીની આવક ઉપરવાસમાં ભારે વરસાદ થતા પાણીની આવકમાં વધારો થયો છે,સાથે સાથે તાપી નદી બે કાંઠે વહી રહી છે,દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે પણ આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી છે,દક્ષિણ ગુજરાતના તમામ ડેમ છલોછલ છલકાઈ ગયા છે,ઉકાઈ ડેમના 5 દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે સાથે સાથે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે. કુલ 46,043 ક્યુસેક પાણી છોડ્યું ઉકાઈ ડેમમાંથી 28,520 ક્યુસેક પાણી સાથે ડેમના હાઈડ્રોના ત્રણ યુનિટ ખોલી 16,923 ક્યુસેક તથા કેનાલ વડે 600 ક્યુસેક પાણી ડેમના સત્તાધીશો દ્વારા છોડવામાં આવી રહ્યું છે. આમ કુલ 46,043 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે તાપી નદીના આજુબાજુના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ડેમના ઉપરવાસમાંથી 74,884 ક્યુસેક નવા નીરની આવક થઈ રહી છે. દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી નવસારી, વલસાડ, દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા તથા અરવલ્લી,પાટણ, મહેસાણા તથા અમદાવાદ,ગાંધીનગર, આણંદ,ખેડા, વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી છે. રાજકોટ, જામનગર, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. તથા પોરબંદર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં પવનની ગતિ 35થી 45 કિમી પ્રતિકલાકની રહેશે. જેમાં રાજ્ય તરફ ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી છે.

Suratમા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો,જળસપાટી 334.61 ફૂટે પહોંચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ
  • ઉકાઈ ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા પાણી છોડાયું
  • ઉકાઈ ડેમમાંથી 46000 ક્યૂસેક પાણી છોડાયું

સુરતમાં આવેલા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે.ડેમની જળસપાટી 334.61 ફૂટે પહોંચી છે.સાથે સાથે સૂર્ય પુત્રી તાપી નદીની સપાટી 7.30 મીટરે પહોંચી છે.ઉકાઈ ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા પાણી છોડાઈ રહ્યું છે.ઉકાઈ ડેમમાંથી 46 હજાર ક્યુસેક્સ પાણી છોડાયું છે.સુર્ય પુત્રી તાપી નદીની જળસપાટીમાં થયો વધારો.

ઉપરવાસમાં ભારે વરસાદ થતા પાણીની આવક

ઉપરવાસમાં ભારે વરસાદ થતા પાણીની આવકમાં વધારો થયો છે,સાથે સાથે તાપી નદી બે કાંઠે વહી રહી છે,દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે પણ આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી છે,દક્ષિણ ગુજરાતના તમામ ડેમ છલોછલ છલકાઈ ગયા છે,ઉકાઈ ડેમના 5 દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે સાથે સાથે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે.


કુલ 46,043 ક્યુસેક પાણી છોડ્યું

ઉકાઈ ડેમમાંથી 28,520 ક્યુસેક પાણી સાથે ડેમના હાઈડ્રોના ત્રણ યુનિટ ખોલી 16,923 ક્યુસેક તથા કેનાલ વડે 600 ક્યુસેક પાણી ડેમના સત્તાધીશો દ્વારા છોડવામાં આવી રહ્યું છે. આમ કુલ 46,043 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે તાપી નદીના આજુબાજુના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ડેમના ઉપરવાસમાંથી 74,884 ક્યુસેક નવા નીરની આવક થઈ રહી છે.

દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી

નવસારી, વલસાડ, દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા તથા અરવલ્લી,પાટણ, મહેસાણા તથા અમદાવાદ,ગાંધીનગર, આણંદ,ખેડા, વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી છે. રાજકોટ, જામનગર, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. તથા પોરબંદર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં પવનની ગતિ 35થી 45 કિમી પ્રતિકલાકની રહેશે. જેમાં રાજ્ય તરફ ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી છે.