Suratની તબીબ યુવતી સેક્સટોર્શનનો ભોગ બની, રૂ.1.90 કરોડ ચૂકવ્યા
સુરતની તબીબ યુવતી સેક્સટોર્શનનો ભોગ બની છે. જેમાં અમેરિકા રહેતી સુરતની યુવતીને બ્લેકમેલ કરાઇ છે. તેમાં યુવતીને અશ્લીલ ફોટાથી બ્લેકમેલ કરવામાં આવી છે. જેમાં આંધ્રપ્રદેશના ગુરુપ્રસાદ નાયડૂની ધરપકડ કરવામાં આવી છે. બ્લેકમેલ કરી પડાવેલા રૂ.1.90 કરોડ સટ્ટામાં હાર્યો હતો. આરોપી ડાફાબેટ.કોમ અને બેટ365.કોમ પર સટ્ટાબેટિંગ કરતો હતો. જેમાં સુરત સાયબર ક્રાઈમે આરોપની ધરપકડ કરી છે. ઓનલાઈન મિત્રતા કર્યા બાદ અશ્લીલ ફોટા મેળવી તેણીને બ્લેકમેઈલ કરી અમેરિકા રહેતી સુરતની તબીબ યુવતી સાથે ઓનલાઈન મિત્રતા કર્યા બાદ અશ્લીલ ફોટા મેળવી તેણીને બ્લેકમેઈલ કરી 1.90 કરોડ પડાવી લીધા હોવાની નોંધાઇ હતી, સેક્સટોર્શનના આ કિસ્સામાં સુરત સાયબર ક્રાઇમ પોલીસ ચેન્નઇથી ગુરૂપ્રસાદ નાયડુને પકડી લાવી છે. નાયડુએ યુવતી પાસે પડાવેલા રૂપિયા ઓનલાઈન સટ્ટો રમવામાં ગુમાવી દીધા હોવાનું જણાવતાં પોલીસ પણ ચોકી ઉઠી હતી. અમેરિકા રહેતી સુરતની યુવતીને સોશિયલ મીડિયા મારફતે એક યુવકનો પરિચય થયો હતો. યુવતીએ પોતે ડોક્ટર હોવાનું કહેતાં ચેન્નઈનાં યુવક ગુરૂપ્રસાદ પોતે પણ ડોક્ટર હોવાનું કહી વાત વધારી હતી. બંનેએ નંબરની આપ લે કરી અને પછી ચેટિંગનો દોર શરૂ થયો હતો બંનેએ નંબરની આપ લે કરી અને પછી ચેટિંગનો દોર શરૂ થયો હતો. આરોપી ગુરૂપ્રસાદ અલગ અલગ નંબરથી યુવતીને વોટ્સ એપ પર મેસેજ અને કોલ કરતો હતો, ગુરૂપ્રસાદ યુવતીને વાતોમાં ભોળવી અને તેની પાસે ન્યૂડ ફોટા માગ્યા હતાં. યુવતીએ પહેલા તો ઇકાર કર્યો પરંતુ રીઢા ગુરૂપ્રસાદે ઈમોશનલ બ્લેકમેઇલિંગથી યુવતીને ફસાવી અને પોતાની ઇચ્છા અનુસારનાં નગ્ન ફોટા તેણી પાસે મેળવી લીધા હતાં. આ ફોટા મળતાં જ ગુરૂપ્રસાદે પોતાનું પોત પ્રકાશ્યું અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા માંગ્યા હતાં. ગુરૂપ્રસાદ ગુરુઅપ્પાનાયડુ કોવી (નાયડુ)ને ચેન્નઈથી પોલીસે ઝડપી લીધો પરિવારથી દૂર વિદેશમાં રહેતી યુવતી ગભરાઈ ગઈ હતી. કોલ અને મેસેજ જ નહીં ઇમેઇલ કરીને પણ તે ધમકાવતો અને પૈસા માંગતો હતો. જેને લઇ યુવતીએ પોતાની પાસે હતાં એ રૂપિયા ટૂકડે ટૂકડે તેને આપી દીધા હતાં. યુવતીનું બેંક બેલેન્સ પુરૂ થઈ ગયું પરંતુ ગુરૂપ્રસાદની ડીમાન્ડ પુરી થઈ ન હતી. તે વધારે પૈસા માંગવા માંડતાં યુવતીએ પરિવાર પાસે પણ પૈસા મગાવ્યા અને તેને આપ્યા હતાં. આ રીતે સેક્સટોર્શન તરીકે ૧,૮૯,૬૩,૫૬૧ રૂપિયા ગુરૂ પ્રસાદે પડાવી લીધા હતાં. દરમિયાન યુવતી સુરત આવી અને પરિવારને વાત કરી હતી, જેને લઈ તેઓએ સુરત સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ આપી હતી. પોલીસે યુવતી સાથે સંપર્ક કરાતો હતો એ મોબાઇલ નંબર તથા પૈસા ટ્રાન્સફર કરાવાયા એ બેંક એકાઉન્ટ નંબરનાં આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં મળેલી માહિતીનાં આધારે આ કાંડ કરનારા ગુરૂપ્રસાદ ગુરુઅપ્પાનાયડુ કોવી (નાયડુ)ને ચેન્નઈથી પોલીસે ઝડપી લીધો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતની તબીબ યુવતી સેક્સટોર્શનનો ભોગ બની છે. જેમાં અમેરિકા રહેતી સુરતની યુવતીને બ્લેકમેલ કરાઇ છે. તેમાં યુવતીને અશ્લીલ ફોટાથી બ્લેકમેલ કરવામાં આવી છે. જેમાં આંધ્રપ્રદેશના ગુરુપ્રસાદ નાયડૂની ધરપકડ કરવામાં આવી છે. બ્લેકમેલ કરી પડાવેલા રૂ.1.90 કરોડ સટ્ટામાં હાર્યો હતો. આરોપી ડાફાબેટ.કોમ અને બેટ365.કોમ પર સટ્ટાબેટિંગ કરતો હતો. જેમાં સુરત સાયબર ક્રાઈમે આરોપની ધરપકડ કરી છે.
ઓનલાઈન મિત્રતા કર્યા બાદ અશ્લીલ ફોટા મેળવી તેણીને બ્લેકમેઈલ કરી
અમેરિકા રહેતી સુરતની તબીબ યુવતી સાથે ઓનલાઈન મિત્રતા કર્યા બાદ અશ્લીલ ફોટા મેળવી તેણીને બ્લેકમેઈલ કરી 1.90 કરોડ પડાવી લીધા હોવાની નોંધાઇ હતી, સેક્સટોર્શનના આ કિસ્સામાં સુરત સાયબર ક્રાઇમ પોલીસ ચેન્નઇથી ગુરૂપ્રસાદ નાયડુને પકડી લાવી છે. નાયડુએ યુવતી પાસે પડાવેલા રૂપિયા ઓનલાઈન સટ્ટો રમવામાં ગુમાવી દીધા હોવાનું જણાવતાં પોલીસ પણ ચોકી ઉઠી હતી. અમેરિકા રહેતી સુરતની યુવતીને સોશિયલ મીડિયા મારફતે એક યુવકનો પરિચય થયો હતો. યુવતીએ પોતે ડોક્ટર હોવાનું કહેતાં ચેન્નઈનાં યુવક ગુરૂપ્રસાદ પોતે પણ ડોક્ટર હોવાનું કહી વાત વધારી હતી.
બંનેએ નંબરની આપ લે કરી અને પછી ચેટિંગનો દોર શરૂ થયો હતો
બંનેએ નંબરની આપ લે કરી અને પછી ચેટિંગનો દોર શરૂ થયો હતો. આરોપી ગુરૂપ્રસાદ અલગ અલગ નંબરથી યુવતીને વોટ્સ એપ પર મેસેજ અને કોલ કરતો હતો, ગુરૂપ્રસાદ યુવતીને વાતોમાં ભોળવી અને તેની પાસે ન્યૂડ ફોટા માગ્યા હતાં. યુવતીએ પહેલા તો ઇકાર કર્યો પરંતુ રીઢા ગુરૂપ્રસાદે ઈમોશનલ બ્લેકમેઇલિંગથી યુવતીને ફસાવી અને પોતાની ઇચ્છા અનુસારનાં નગ્ન ફોટા તેણી પાસે મેળવી લીધા હતાં. આ ફોટા મળતાં જ ગુરૂપ્રસાદે પોતાનું પોત પ્રકાશ્યું અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા માંગ્યા હતાં.
ગુરૂપ્રસાદ ગુરુઅપ્પાનાયડુ કોવી (નાયડુ)ને ચેન્નઈથી પોલીસે ઝડપી લીધો
પરિવારથી દૂર વિદેશમાં રહેતી યુવતી ગભરાઈ ગઈ હતી. કોલ અને મેસેજ જ નહીં ઇમેઇલ કરીને પણ તે ધમકાવતો અને પૈસા માંગતો હતો. જેને લઇ યુવતીએ પોતાની પાસે હતાં એ રૂપિયા ટૂકડે ટૂકડે તેને આપી દીધા હતાં. યુવતીનું બેંક બેલેન્સ પુરૂ થઈ ગયું પરંતુ ગુરૂપ્રસાદની ડીમાન્ડ પુરી થઈ ન હતી. તે વધારે પૈસા માંગવા માંડતાં યુવતીએ પરિવાર પાસે પણ પૈસા મગાવ્યા અને તેને આપ્યા હતાં. આ રીતે સેક્સટોર્શન તરીકે ૧,૮૯,૬૩,૫૬૧ રૂપિયા ગુરૂ પ્રસાદે પડાવી લીધા હતાં. દરમિયાન યુવતી સુરત આવી અને પરિવારને વાત કરી હતી, જેને લઈ તેઓએ સુરત સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ આપી હતી. પોલીસે યુવતી સાથે સંપર્ક કરાતો હતો એ મોબાઇલ નંબર તથા પૈસા ટ્રાન્સફર કરાવાયા એ બેંક એકાઉન્ટ નંબરનાં આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં મળેલી માહિતીનાં આધારે આ કાંડ કરનારા ગુરૂપ્રસાદ ગુરુઅપ્પાનાયડુ કોવી (નાયડુ)ને ચેન્નઈથી પોલીસે ઝડપી લીધો હતો.