Morbi IT Raid: મોરબી સહિત અમદાવાદમાં તીર્થક ગ્રુપ પર ITના દરોડા

Nov 29, 2024 - 11:00
Morbi IT Raid: મોરબી સહિત અમદાવાદમાં તીર્થક ગ્રુપ પર ITના દરોડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર ITની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  તીર્થક ગ્રુપ પર વહેલી સવારે 5.30 વાગ્યે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે.  મોટી માત્રામાં બેનામી વ્યહવાર હાથે લાગે તેવી શકયતાઓ સેવાઇ રહી છે.

મોરબીમાં તીર્થક ગ્રુપ પર વહેલી સવારે ITના દરોડા

મળતી માહિતી મુજબ, મોરબી સહિત અમદાવાદમાં તીર્થક ગ્રુપ પર IT વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેવામાં મોરબીમાં તીર્થક ગ્રુપ પર IT વિભાગે લાલઆંખ કરી છે. એકસાથે 70 ટીમ દરોડાની કામગીરીમાં જોડાઈ છે.  પોલીસ બંધોદસ્ત સાથે IT વિભાગ દ્વારા દરોડા હાથ ધરવામાં આવ્યા છે. ઓફિસ, કારખાના તેમજ તીર્થક ગ્રુપના મોભી જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘર પર તપાસનો ધમમટા શરૂ કરવામાં આવ્યો છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આઇટી વિભાગ દ્વારા દરોડા

 મોરબીમાં આજે વહેલી સવારે IT ડિપાર્ટમેન્ટના અધિકારીઓના દરોડા પડ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર IT વિભાગના દરોડા પાડ્યા હતા. મોરબીના પ્રખ્યાત તીર્થક ગ્રુપ પર વહેલી સવારે ૫:૩૦ વાગ્યે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આઇટી વિભાગ દ્વારા દરોડા હાથ ધરવામાં આવ્યા હતા. મોરબીના તીર્થક ગ્રુપની તમામ ઓફિસ , કારખાના તેમજ ગ્રુપના મુખ્ય સ્થાપક જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘરમાં પણ આઈટી વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા છે, ઘરમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0