Vadodara: રોલો પાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા તત્ત્વો સામે કાર્યવાહી, 53 બુલેટ જપ્ત

વડોદરામાં ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો. પોલીસે રોલો પાડતા બુલેટચાલકો સામે કાર્યવાહી કરતાં 53 બુલેટ જપ્ત કર્યા. યુવાનો બુલેટના સાઈલેન્સર મોડીફાઇડ કરી ન્યુસન્સ ફેલાવતા હતા. જેથી પોલીસે ધ્વનિ પ્રદૂષણ કરતા બુલેટ ચાલકો સામે કાર્યવાહી કરતાં બુલેટ જપ્ત કરી મોડીફાઇડ સાઇલેન્સર FSLમાં ચકાસણી માટે મોકલ્યા.ટ્રાફિક પોલીસની કાર્યવાહીશહેરમાં ટ્રાફિક પોલીસ એકશનમાં આવી છે. ટ્રાફિક પોલીસ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા ન્યૂસન્સ તત્ત્વો સામે આકરા પગલા લીધા. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં યુવાનો પોતાની બુલેટના સાઈલેન્સર મોડીફાઈડ કરી ધ્વનિપ્રદૂષણ ફેલાવતા હતા. આ વિસ્તારના લોકોએ વારંવાર કરાતા યુવાનોની આ હેરાનગતિને લઈને ફરિયાદ કરી હતી. પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યું. દરમ્યાન કેટલાક યુવાનો રોલો પાડવા તેજ ગતિએ બુલેટ ચલાવતા હતા. જેના કારણે લોકોને માથું ફાટી જાય તેવો અવાજ આવતો હતો. વધુ પડતો ધ્વનિ કેટલીક વખત વૃદ્ધો અને માસૂમ બાળકો માટે હાનિકારક બને છે. આથી સરકાર દ્વારા ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. બુલેટ ચાલકો સામે લાલ આંખશહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સતત બે દિવસથી ટ્રાફિક પોલીસ પેટ્રોલીંગ કરી રહી છે. દરમ્યાન આ વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર બુલેટ ચાલકો સામે લાલ આંખ કરી. પોલીસે રોલો પાડી બુલેટના સાઈલેન્સર મોડીફાઇડ કરનાર છેલબટાઉ યુવાનોને પાઠ ભણાવવા અને તેમની હિરોગીરી પર નિયંત્રણ લાવવા પ્રયાસ કર્યો. ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા વાહનચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરતાં મોડીફાઇડ સાઇલેન્સર વાળા 53 બુલેટ ડીટેઇન કર્યા. અને એમવી એક્ટ હેઠળ કાર્યવાહી કરી. પોલીસની કડક કામગીરીથી ધ્વનિપ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો. બુલેટ ચલાવવાનો ક્રેઝ વધ્યોઆજકાલ યુવાનોમાં ગાડી ચલાવવાના બદલે બુલેટ ચલાવવાનો ક્રેઝ વધ્યો છે. જો કે કેટલાક યુવાનો પોતાની મસ્તી અને આનંદ માટે તેમજ રોલો પાડવા બુલેટના સાઈલેન્સર મોડીફાઈડ કરી ન્યુસન્સ ફેલાવી રહ્યા છે. નવસારીમાં પણ ધ્વનિ પ્રદૂષણ કરનારા કેટલાક યુવાનોના બુલેટ જપ્ત કર્યા હતા. નવસારીમાં ટ્રાફિક પોલીસે બુલેટના સાયલેન્સર મોડીફાઈડ કરી ન્યુસન્સ ફેલાવનાર 35 બુલેટ જપ્ત કર્યા હતા. જ્યારે વડોદરામાં પણ અગાઉ ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા 5 બુલેટ જપ્ત કરી એમ.વી. એક્ટ 207 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. બુલેટમાંથી આવતો વિકૃત ધ્વનિ કેટલાક લોકો માટે મોતનું કારણ બનતો હોવાનું સામે આવ્યું છે.આથી વાહનના ધ્વનિ પર નિયંત્રણ રાખવા ટ્રાફિક પોલીસ અવાર નવાર ડ્રાઈવ દરમ્યાન ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનો ડિટેઈન કરે છે. 

Vadodara: રોલો પાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા તત્ત્વો સામે કાર્યવાહી, 53 બુલેટ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો. પોલીસે રોલો પાડતા બુલેટચાલકો સામે કાર્યવાહી કરતાં 53 બુલેટ જપ્ત કર્યા. યુવાનો બુલેટના સાઈલેન્સર મોડીફાઇડ કરી ન્યુસન્સ ફેલાવતા હતા. જેથી પોલીસે ધ્વનિ પ્રદૂષણ કરતા બુલેટ ચાલકો સામે કાર્યવાહી કરતાં બુલેટ જપ્ત કરી મોડીફાઇડ સાઇલેન્સર FSLમાં ચકાસણી માટે મોકલ્યા.

ટ્રાફિક પોલીસની કાર્યવાહી

શહેરમાં ટ્રાફિક પોલીસ એકશનમાં આવી છે. ટ્રાફિક પોલીસ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા ન્યૂસન્સ તત્ત્વો સામે આકરા પગલા લીધા. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં યુવાનો પોતાની બુલેટના સાઈલેન્સર મોડીફાઈડ કરી ધ્વનિપ્રદૂષણ ફેલાવતા હતા. આ વિસ્તારના લોકોએ વારંવાર કરાતા યુવાનોની આ હેરાનગતિને લઈને ફરિયાદ કરી હતી. પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યું. દરમ્યાન કેટલાક યુવાનો રોલો પાડવા તેજ ગતિએ બુલેટ ચલાવતા હતા. જેના કારણે લોકોને માથું ફાટી જાય તેવો અવાજ આવતો હતો. વધુ પડતો ધ્વનિ કેટલીક વખત વૃદ્ધો અને માસૂમ બાળકો માટે હાનિકારક બને છે. આથી સરકાર દ્વારા ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

બુલેટ ચાલકો સામે લાલ આંખ

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સતત બે દિવસથી ટ્રાફિક પોલીસ પેટ્રોલીંગ કરી રહી છે. દરમ્યાન આ વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર બુલેટ ચાલકો સામે લાલ આંખ કરી. પોલીસે રોલો પાડી બુલેટના સાઈલેન્સર મોડીફાઇડ કરનાર છેલબટાઉ યુવાનોને પાઠ ભણાવવા અને તેમની હિરોગીરી પર નિયંત્રણ લાવવા પ્રયાસ કર્યો. ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા વાહનચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરતાં મોડીફાઇડ સાઇલેન્સર વાળા 53 બુલેટ ડીટેઇન કર્યા. અને એમવી એક્ટ હેઠળ કાર્યવાહી કરી. પોલીસની કડક કામગીરીથી ધ્વનિપ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો.

બુલેટ ચલાવવાનો ક્રેઝ વધ્યો

આજકાલ યુવાનોમાં ગાડી ચલાવવાના બદલે બુલેટ ચલાવવાનો ક્રેઝ વધ્યો છે. જો કે કેટલાક યુવાનો પોતાની મસ્તી અને આનંદ માટે તેમજ રોલો પાડવા બુલેટના સાઈલેન્સર મોડીફાઈડ કરી ન્યુસન્સ ફેલાવી રહ્યા છે. નવસારીમાં પણ ધ્વનિ પ્રદૂષણ કરનારા કેટલાક યુવાનોના બુલેટ જપ્ત કર્યા હતા. નવસારીમાં ટ્રાફિક પોલીસે બુલેટના સાયલેન્સર મોડીફાઈડ કરી ન્યુસન્સ ફેલાવનાર 35 બુલેટ જપ્ત કર્યા હતા. જ્યારે વડોદરામાં પણ અગાઉ ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા 5 બુલેટ જપ્ત કરી એમ.વી. એક્ટ 207 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. બુલેટમાંથી આવતો વિકૃત ધ્વનિ કેટલાક લોકો માટે મોતનું કારણ બનતો હોવાનું સામે આવ્યું છે.આથી વાહનના ધ્વનિ પર નિયંત્રણ રાખવા ટ્રાફિક પોલીસ અવાર નવાર ડ્રાઈવ દરમ્યાન ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનો ડિટેઈન કરે છે.