Ahmedabadના સિંધુ ભવન જંકશન પર બનશે સિકસલેન બ્રિજ, સર્વિસ રોડને અપાયું ડાયવર્ઝન

અમદાવાદના સિંધુ ભવન રોડ પર ટ્રાફિકથી મળશે રાહત કેમકે હવે સિક્સલેન બ્રિજ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે,ત્યારે 3 વર્ષમાં સિક્સલેન બ્રિજ બનાવવાનો અંદાજ તંત્રનો છે,હાલમાં બ્રિજની કામગીરીના કારણે સર્વિસ રોડ પર ડાયવર્ઝન આપવામાં આવી રહ્યું છે.ટ્રાફિકથી ધમધમતા સિંધુભવન સહિતના રૂટ પરના ટ્રાફિક ઓછો કરવાના ઉદેશ્ય સાથે બની રહ્યો છે બ્રિજ.સવાર-સાંજ સર્જાય છે વધુ ટ્રાફિક અમદાવાદનો એસજી હાઈવે ધમધમતો હાઈવે છે અને 24 કલાક વાહનોની અવર-જવર રહેતી હોય છે,મોટા ભાગની કોર્પોરેટ ઓફીસો આ પરોડ પર આવેલી છે એસજી હાઈવે થી એક તરફ રાજસ્થાન અને એક તરફ સૌરાષ્ટ્ર તરફ જઈ શકાય છે તેના કારણે વાહનોની અવર-જવર વધુ રહેતી હોય છે,સવારના સમયે ઓફીસ જવાના કલાકોમાં વધારે ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે અને સાંજે ઓફીસથી છૂટવાના સમયે વધારે ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે,સિંધુ ભવન રોડ પર પણ ભારે ટ્રાફિક રહેતો હોય છે તેના કારણે બ્રિજ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સિંધુ ભવન રોડ પર ગગનચૂંબી ટાવર પણ બનશે અમદાવાદ જ નહીં પણ ગુજરાતના લોકો માટે ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવ વિસ્તારમાં સિંધુ ભવન ખાતે આગામી વર્ષોમાં દુનિયામાં એક અનોખી ઓળખ ધરાવતા નજારોમાં ગણતરી થાય તેવું આઈકોનિક ગગનચૂંબી ટાવર બનવાનું છે.સિંધુભવન ઓક્સિનજ પાર્કની બાજુમાં વર્ટિકલ સ્ટ્રક્ચરની દૃષ્ટિએ ભારતનું સૌથી ઊંચુ ગગનચુંબી 175 મીટરનું સિટી સ્ક્વેર સેન્ટર બનશે. 175 મીટરની ટોચ પર સ્કાય ડેક અને સ્કાય વોક સહિત રેસ્ટોરન્ટ, કાફે એરિયા, એમ્ફીથિયેટર હશે. ટોચ પર એકસાથે 75 લોકો અમદાવાદના મનોહર દૃશ્યોનો આનંદ માણી શકશે. મ્યુનિ. અધિકારીઓએ દાવો કર્યો છે કે, વર્ટિકલ સ્ટ્રક્ચરની દૃષ્ટિએ આખા ભારતમાં આ પ્રકારનું બિલ્ડિંગ ક્યાંય નહીં હોય. ગ્રાન્ટ માટે સરકારમાં દરખાસ્ત કરાઇ છે સિટી સ્ક્વેર સેન્ટર માટે અંદાજે 110 કરોડથી વધુ ખર્ચ થવાનો મ્યુનિ. કોર્પોરેશને અંદાજ મૂક્યો છે. આ ખર્ચને પહોંચી વળવા મ્યુનિ.એ ગ્રાન્ટ માટે રાજ્યના શહેરી વિભાગમાં દરખાસ્ત મોકલી આપી છે. મ્યુનિ. તરફથી કરાયેલી રજૂઆતને સરકાર તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો હોવાનું મનાય છે. પરંતુ હજી ગ્રાન્ટ માટે સરકાર હું તરફથી સત્તાવર મંજુરી મળી નથી. કદાચ પીપીપી ધોરણે પણ પ્રોજેકટ પ્રમોટ કરાય તેવી શક્યતા છે.  

Ahmedabadના સિંધુ ભવન જંકશન પર બનશે સિકસલેન બ્રિજ, સર્વિસ રોડને અપાયું ડાયવર્ઝન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના સિંધુ ભવન રોડ પર ટ્રાફિકથી મળશે રાહત કેમકે હવે સિક્સલેન બ્રિજ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે,ત્યારે 3 વર્ષમાં સિક્સલેન બ્રિજ બનાવવાનો અંદાજ તંત્રનો છે,હાલમાં બ્રિજની કામગીરીના કારણે સર્વિસ રોડ પર ડાયવર્ઝન આપવામાં આવી રહ્યું છે.ટ્રાફિકથી ધમધમતા સિંધુભવન સહિતના રૂટ પરના ટ્રાફિક ઓછો કરવાના ઉદેશ્ય સાથે બની રહ્યો છે બ્રિજ.

સવાર-સાંજ સર્જાય છે વધુ ટ્રાફિક

અમદાવાદનો એસજી હાઈવે ધમધમતો હાઈવે છે અને 24 કલાક વાહનોની અવર-જવર રહેતી હોય છે,મોટા ભાગની કોર્પોરેટ ઓફીસો આ પરોડ પર આવેલી છે એસજી હાઈવે થી એક તરફ રાજસ્થાન અને એક તરફ સૌરાષ્ટ્ર તરફ જઈ શકાય છે તેના કારણે વાહનોની અવર-જવર વધુ રહેતી હોય છે,સવારના સમયે ઓફીસ જવાના કલાકોમાં વધારે ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે અને સાંજે ઓફીસથી છૂટવાના સમયે વધારે ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે,સિંધુ ભવન રોડ પર પણ ભારે ટ્રાફિક રહેતો હોય છે તેના કારણે બ્રિજ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સિંધુ ભવન રોડ પર ગગનચૂંબી ટાવર પણ બનશે

અમદાવાદ જ નહીં પણ ગુજરાતના લોકો માટે ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવ વિસ્તારમાં સિંધુ ભવન ખાતે આગામી વર્ષોમાં દુનિયામાં એક અનોખી ઓળખ ધરાવતા નજારોમાં ગણતરી થાય તેવું આઈકોનિક ગગનચૂંબી ટાવર બનવાનું છે.સિંધુભવન ઓક્સિનજ પાર્કની બાજુમાં વર્ટિકલ સ્ટ્રક્ચરની દૃષ્ટિએ ભારતનું સૌથી ઊંચુ ગગનચુંબી 175 મીટરનું સિટી સ્ક્વેર સેન્ટર બનશે. 175 મીટરની ટોચ પર સ્કાય ડેક અને સ્કાય વોક સહિત રેસ્ટોરન્ટ, કાફે એરિયા, એમ્ફીથિયેટર હશે. ટોચ પર એકસાથે 75 લોકો અમદાવાદના મનોહર દૃશ્યોનો આનંદ માણી શકશે. મ્યુનિ. અધિકારીઓએ દાવો કર્યો છે કે, વર્ટિકલ સ્ટ્રક્ચરની દૃષ્ટિએ આખા ભારતમાં આ પ્રકારનું બિલ્ડિંગ ક્યાંય નહીં હોય.

ગ્રાન્ટ માટે સરકારમાં દરખાસ્ત કરાઇ છે

સિટી સ્ક્વેર સેન્ટર માટે અંદાજે 110 કરોડથી વધુ ખર્ચ થવાનો મ્યુનિ. કોર્પોરેશને અંદાજ મૂક્યો છે. આ ખર્ચને પહોંચી વળવા મ્યુનિ.એ ગ્રાન્ટ માટે રાજ્યના શહેરી વિભાગમાં દરખાસ્ત મોકલી આપી છે. મ્યુનિ. તરફથી કરાયેલી રજૂઆતને સરકાર તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો હોવાનું મનાય છે. પરંતુ હજી ગ્રાન્ટ માટે સરકાર હું તરફથી સત્તાવર મંજુરી મળી નથી. કદાચ પીપીપી ધોરણે પણ પ્રોજેકટ પ્રમોટ કરાય તેવી શક્યતા છે.