Suratના મહિધરપુરામાં વેઈટરે મહિલાની છેડતી કરતા કરી બૂમાબૂમ, લોકોએ ચખાડયો મેથીપાક
૩૫ વર્ષીય યુવતી શનિવારે સાંજે તેના પુત્રને ક્લાસીસમાંથી તેડીને ઘરે આવી રહી હતી.તે દરમિયાન છ વાગ્યાના અરસામાં તે બેગમપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એક શખ્સ તેની પાસે દોડી આવ્યો હતો. મારે તારી સાથે સુવું છે, સુવા દે તેમ કહી અશ્લીલ અડપલાં કરી તેને બાહુપાશમાં જકડી લેવાની સાથે જોરથી દબાવી દીધી હતી,તો આ ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને સ્થાનિકોએ આરોપીને માર માર્યો હતો. પોલીસે નોંધ્યો ગુનો ડરી ગયેલી યુવતી અને તેના પુત્રએ ચીસો પાડતાં રાહદારીઓ દોડી આવ્યા હતા. ટોળાંએ આ શખ્સના સંકજામાં ફસાયેલી યુવતીને માંડ મુક્ત કરાવી હતી અને તેની ધોલાઈ કરવા લાગી પડ્યા હતા.મહીધરપુરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આ મહિલાની ફરિયાદને આધારે છેડતીનો ગુનો નોંધી ૨૯ વર્ષીય રામકિશન ઉર્ફે વલ્લુની ધરપકડ કરી છે. યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવ્યું શ્રીનંદીલાલ કોલ (મૂળ રહે, મધ્ય પ્રદેશ)ની ધરપકડ કરી હતી. ગુનો નોંધવાની સાથે જ યુવકનો મોટો ભાઈ પોલીસ મથકે દોડી આવ્યો હતો. આ યુવક તેની સાથે લાલ દરવાજા પાસે તુલસી હોટેલમાં નોકરી કરતો હોવાનું અને માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. સબ ઈન્સપેક્ટર એસ.એસ. જસાણી વધુ તપાસ કરી રહ્યા છે. કતારગામમાં પણ ત્રણ દિવસ પહેલા યુવતીની થઈ છેડતી કતારગામ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક્સરે અને સોનોગ્રાફીમાં રિસેપ્સનિસ્ટ તરીકે કામ કરે છે. યુવતી રિસેપ્સનિસ્ટ તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે. આ યુવતીએ સરથાણા વિસ્તારમાં ફ્લોરલ વુમન હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. ડોક્ટર દ્વારા હાથ પકડી અને અભદ્ર રીતે સ્પર્શ કરી છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
૩૫ વર્ષીય યુવતી શનિવારે સાંજે તેના પુત્રને ક્લાસીસમાંથી તેડીને ઘરે આવી રહી હતી.તે દરમિયાન છ વાગ્યાના અરસામાં તે બેગમપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એક શખ્સ તેની પાસે દોડી આવ્યો હતો. મારે તારી સાથે સુવું છે, સુવા દે તેમ કહી અશ્લીલ અડપલાં કરી તેને બાહુપાશમાં જકડી લેવાની સાથે જોરથી દબાવી દીધી હતી,તો આ ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને સ્થાનિકોએ આરોપીને માર માર્યો હતો.
પોલીસે નોંધ્યો ગુનો
ડરી ગયેલી યુવતી અને તેના પુત્રએ ચીસો પાડતાં રાહદારીઓ દોડી આવ્યા હતા. ટોળાંએ આ શખ્સના સંકજામાં ફસાયેલી યુવતીને માંડ મુક્ત કરાવી હતી અને તેની ધોલાઈ કરવા લાગી પડ્યા હતા.મહીધરપુરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આ મહિલાની ફરિયાદને આધારે છેડતીનો ગુનો નોંધી ૨૯ વર્ષીય રામકિશન ઉર્ફે વલ્લુની ધરપકડ કરી છે.
યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવ્યું
શ્રીનંદીલાલ કોલ (મૂળ રહે, મધ્ય પ્રદેશ)ની ધરપકડ કરી હતી. ગુનો નોંધવાની સાથે જ યુવકનો મોટો ભાઈ પોલીસ મથકે દોડી આવ્યો હતો. આ યુવક તેની સાથે લાલ દરવાજા પાસે તુલસી હોટેલમાં નોકરી કરતો હોવાનું અને માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. સબ ઈન્સપેક્ટર એસ.એસ. જસાણી વધુ તપાસ કરી રહ્યા છે.
કતારગામમાં પણ ત્રણ દિવસ પહેલા યુવતીની થઈ છેડતી
કતારગામ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક્સરે અને સોનોગ્રાફીમાં રિસેપ્સનિસ્ટ તરીકે કામ કરે છે. યુવતી રિસેપ્સનિસ્ટ તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે. આ યુવતીએ સરથાણા વિસ્તારમાં ફ્લોરલ વુમન હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. ડોક્ટર દ્વારા હાથ પકડી અને અભદ્ર રીતે સ્પર્શ કરી છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.