Suratના ભટારમાં ગેસ લીકેજથી મકાનમાં લાગી આગ, ઘરવખરી બળીને થઈ ખાખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના ભટારમાં મકાનમાં વહેલી સવારે ગેસ લીકેજથી આગ લાગવાની ઘટના બની હતી,અચાનક ગેસના બાટલામાંથી આગ પ્રસરી અને સમગ્ર ઘર આગની ચપેટમાં આવી ગયું હતુ,જેમાં આગમાં ઘરવખરીનો સામાન બળીને ખાખ થયો હતો,તો આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી,ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી.
ગેસ લીકેજ થતા લાગી આગ
ભટાર રસુલાબાદના મકાનમાં ગેસ લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી તો બીજી તરફ ફાયર વિભાગની ટીમ દ્વારા ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગતાની સાથે ઘરમાં રહેલ પગલે ફ્રીઝ, ટીવી, કપડા સહિતની ઘરવખરીને નુકસાન થયુ હતુ,આ ઘટનામાં ઘરના સભ્યો આગ લાગતાની સાથે જ ઘરની બહાર નીકળી ગયા હતા તો બીજી તરફ પોલીસે પણ જાણવાજોગ નોંધી હતી અને ઘરના સભ્યોના નિવેદનો લીધા હતા,કયારેક વધારે ગેસ ગેસના બાટલામાં ભર્યો હોવાથી આગની ઘટના બનતી હોય છે.
ગેસના બાટલાની એકસપાયરી ડેટ પણ ચેક કરવી
મારા ઘરમાં ગેસ એજન્સી દ્વારા એક્સપાયરી વાળા બાટલાની ડિલિવરી કરવામાં આવે છે કે માન્ય તારીખના બાટલાની તે જાણવું તદ્દન આસાન છે. દરેક બાટલાની ત્રણ ઉભી પટ્ટી પૈકીની એકમાં અંગ્રેજીના એ,બી,સી,ડી માંથી એક અક્ષરની સાથે આંકડા લખેલા હોય છે. ગેસ કંપનીઓ વર્ષના ૧૨ મહિનાને અંગ્રેજીના ચાર અક્ષરમાં વિભાજીત કરે છે, દા.ત. એ- એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, બી- એટલે એપ્રિલ, મે, જૂન, સી- જુલાઇ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ડી-ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. તેની સાથે એક નંબર હોય છે તે એક્સપાયરી અથવા ટેસ્ટિંગનું વર્ષ બતાવે છે. ઉદાહરણ તરીકે બાટલા ઉપર બી-૧૦ લખેલું હોય તો, આ બાટલો એપ્રિલથી જૂન-માં એક્સપાયર થયેલો ગણાય. ત્યારબાદ ચકાસણી કર્યા વિના આવા બાટલાનો ઉપયોગ કરવો જોખમી ગણી શકાય.
ગેસ ગળતર સમયે શું ન કરવું જોઈએ?
ગેસ ગળતર થાય ત્યારે બચાવ કામગીરી સમયે તેમાં ન રોકાયેલા લોકોએ ત્યાં ભેગા ન થવું જોઈએ. ગેસ ગળતરનું ક્ષેત્ર સત્તાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહી.બચાવ કામગીરીના પ્રશિક્ષણ અને તે માટેના જરૂરી સરંજામ વગર બચાવ કામગીરીમાં જોડાવું નહી.
What's Your Reaction?






