Suratના ચૌટા બજારમાં મોડી રાત્રે પોલીસ અને SMC એક્શનમાં, ગેરકાયદે લારીઓ અને ગ્રીલો હટાવી રસ્તો ખુલ્લો કરાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરના સૌથી જૂના અને ઐતિહાસિક વેપારી કેન્દ્ર ગણાતા ચૌટા બજારમાં લાંબા સમયથી વધી ગયેલા ગેરકાયદે દબાણો સામે આખરે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સપાટો બોલાવવામાં આવ્યો છે. તહેવારોની મોસમમાં ખરીદી કરવા માટે ઉમટી પડતી ભીડને ધ્યાનમાં રાખીને અને ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે ઉકેલવા માટે તંત્ર દ્વારા મોડી રાત્રે મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગની ટીમે બજારમાં ઉતરીને ગેરકાયદેસર રીતે રસ્તાઓ રોકીને બેઠેલા દબાણોને સપાટાભેર હટાવી દીધા હતા.
તંત્રએ સામાન જપ્ત કર્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, ચૌટા બજારના કેટલાક વેપારીઓ અને લારી ગલ્લાવાળાઓ દ્વારા પોતાની દુકાનોની બહાર લારીઓ ખડકી દેવામાં આવી હતી તેમજ રસ્તા પર કાયમી ધોરણે લોખંડની ગ્રીલો અને શેડ બનાવીને ગેરકાયદે દબાણ કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે મુખ્ય માર્ગ સાંકડો થઈ ગયો હતો અને ખરીદી માટે આવતી મહિલાઓ તથા રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડતી હતી. SMC ની ટીમ દ્વારા આ તમામ દબાણોને જેસીબી અને હથિયારોની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા તેમજ રસ્તા પર નડતરરૂપ બનેલી લારીઓ અને લોખંડની ગ્રીલો જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વારંવારની રજૂઆતો બાદ તંત્રની કડક કાર્યવાહીને આવકાર
આ કાર્યવાહી અંગે સ્થાનિક નાગરિકો અને ખરીદી માટે આવતા ગ્રાહકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચૌટા બજારમાં દબાણોના કારણે અવારનવાર ટ્રાફિકજામ રહેતો હતો અને ક્યારેક કોઈ આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય તો એમ્બ્યુલન્સ કે ફાયર ફાઇટર નીકળે તેવી પણ જગ્યા નહોતી બચી. સ્થાનિકોમાં આ બાબતે લાંબા સમયથી ભારે રોષ પ્રવર્તી રહ્યો હતો અને અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો પણ કરાઈ હતી. આખરે વહીવટી તંત્ર દ્વારા મોડી રાત્રે લેવાયેલા આ કડક પગલાંને કારણે સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે અને તંત્રની આ કામગીરીને ખુલ્લા મનથી આવકારી છે.
આ પણ વાંચો : Indian Ship Attack : UAEથી પોરબંદર આવતા ભારતીય જહાજ પર રોકેટ અને ડ્રોન દ્વારા હુમલો, 1 ખલાસીનું મોત, 13 સુરક્ષિત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

