Suratના ગોડાદરા વિસ્તારમાં ઇ-મોપેડની બેટરીમાં બ્લાસ્ટને લઇ પ્રસરેલી આગ ગેસ સિલેન્ડરમાં લાગી

ઘર બહાર મુકેલી બાઈકમાં ચાર્જિંગ વખતે થયો બ્લાસ્ટ ચાર લોકો આગના કારણે દાઝી ગયા બેટરીમાં બ્લાસ્ટ બાદ આગ પ્રસરીને ગેસ સિલિન્ડર સુધી પહોંચી સુરતના ગડોદરામાં ઈ-મોપેડ બેટરીને લઈ ચાર્જમાં મૂકવામાં આવ્યું હતું.જેમાં પહેલા બેટરીમાં બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ લાગી,આ આગ એટલી પ્રસરી કે ઘરમાં રહેલી સિલિન્ડર સુધી આગ પહોંચી અને તેમાં પણ બ્લાસ્ટ થયો જેના કારણે ઘરમાં રહેલા 4 લોકો ગંભીર રીતે દાઝયા હતા.તેમને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગેસસિલિન્ડરમાં પણ થયો બ્લાસ્ટ બેટરીના કારણે લાગેલી આગ ગેસ સિલિન્ડર સુધી પહોંચી હતી,અને ધડાકો એવો થયો કે મકાનનો દરવાજો અને બારીના કાચ પણ તૂટી ગયા હતા.મકાનની નીચે લાગેલી આગને પગલે બીજા માળ પર રહેલા 4 લોકો ફસાયા હતા અને તેમને બચાવાયા હતા,ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતુ અને પોલીસે પણ તપાસ હાથધરી હતી. 15 મે 2024ના રોજ બનાસકાંઠામાં ઈ-મોપેડની બેટરી ફાટી લોકોમાં ઈ-વ્હિકલ ખરીદવાનું ચલણ વધી રહ્યું છે, બેટરી સંચાલિત આ વાહનો પેટ્રોલ-ડિઝલના પ્રમાણમાં સસ્તા પડતા હોવાથી લોકો તે ખરીદવા માટે તલપાપડ હોય છે. જો કે આ ઈ-વ્હિકલ ક્યારેક જોખમી બની શકે છે, બનાસકાંઠાના ડીસામાં બેટરીથી ચાલતી જાણીતી કંપનીની સ્કુટીની બેટરીમાં ચાજિંગ સમયે ધડાકાભેર થયો હતો, જેના કારણે લોકો ભયભીત બન્યા હતા. જોકે ચાર્જિંગ દરમિયાનના બેટરી ફૂટી હોવાથી તેની નજીક કોઈ ન હોવાથી નસીબ જોગે જાનહાની ટળી હતી. પરંતુ આવા બેટરીથી ચાલતા વાહનો કેટલા સુરક્ષિત છે તેની ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. સુરતના પુણા ગામે પણ પહેલા આવો બનાવ બન્યો હતો પુણા ગામમાં ચાર્જિંગમાં મુકેલી ઈ-મોપેડની બેટરીમાં ધડાકાભેર વિસ્ફોટ થતાં ઘરમાં આગ ફાટી નિકળી હતી. બાદ આગે ગંભીર સ્વરૂપ ધારણ કરતા ગેસ સિલિન્ડર જોરદાર ધડાકા સાથે ફાટયુ હતુ. જોકે આગના લીધે પરિવારના ત્રણ સભ્યો સહિત ચાર વ્યકિત દાઝતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ બનાવના લીધે ત્યાં હાજર લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.લોકો માટે લાલબત્તી સમાન કિસ્સોઊંચા તાપમાનની સ્થિતિમાં તેમાં સમસ્યાઓ ઉદ્ભવતી હોવાનું પણ જાણવામાં આવ્યું છે. લિ-આયન બેટરીમાં એક લિક્વિડનો, જે એક પ્રકારનું ઈલેક્ટ્રોલાઇટ ફ્લુઇડ છે. તેનો ઉપયોગ થાય છે. તેની અત્યંત જ્વલનશીલ પ્રકૃતિને કારણે, આ પ્રવાહી ઊંચા તાપમાને વ્યાપ પામે છે. જે બૅટરીના આયુષ્ય પર અસર કરે છે. આને કારણે બૅટરીમાં આગ લાગવાની સંભાવના પણ વધી જાય છે. બૅટરીની સમસ્યાઓને કારણે ઇ-બાઇક્સમાં આગ લાગવા પાછળનું આ એક મુખ્ય કારણ છે. ત્યારે આજનો આ કિસ્સો ઈ બાઈક વાપરતા લોકો માટે લાલબત્તી સમાન છે.

Suratના ગોડાદરા વિસ્તારમાં ઇ-મોપેડની બેટરીમાં બ્લાસ્ટને લઇ પ્રસરેલી આગ ગેસ સિલેન્ડરમાં લાગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઘર બહાર મુકેલી બાઈકમાં ચાર્જિંગ વખતે થયો બ્લાસ્ટ
  • ચાર લોકો આગના કારણે દાઝી ગયા
  • બેટરીમાં બ્લાસ્ટ બાદ આગ પ્રસરીને ગેસ સિલિન્ડર સુધી પહોંચી

સુરતના ગડોદરામાં ઈ-મોપેડ બેટરીને લઈ ચાર્જમાં મૂકવામાં આવ્યું હતું.જેમાં પહેલા બેટરીમાં બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ લાગી,આ આગ એટલી પ્રસરી કે ઘરમાં રહેલી સિલિન્ડર સુધી આગ પહોંચી અને તેમાં પણ બ્લાસ્ટ થયો જેના કારણે ઘરમાં રહેલા 4 લોકો ગંભીર રીતે દાઝયા હતા.તેમને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ગેસસિલિન્ડરમાં પણ થયો બ્લાસ્ટ

બેટરીના કારણે લાગેલી આગ ગેસ સિલિન્ડર સુધી પહોંચી હતી,અને ધડાકો એવો થયો કે મકાનનો દરવાજો અને બારીના કાચ પણ તૂટી ગયા હતા.મકાનની નીચે લાગેલી આગને પગલે બીજા માળ પર રહેલા 4 લોકો ફસાયા હતા અને તેમને બચાવાયા હતા,ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતુ અને પોલીસે પણ તપાસ હાથધરી હતી.


15 મે 2024ના રોજ બનાસકાંઠામાં ઈ-મોપેડની બેટરી ફાટી

લોકોમાં ઈ-વ્હિકલ ખરીદવાનું ચલણ વધી રહ્યું છે, બેટરી સંચાલિત આ વાહનો પેટ્રોલ-ડિઝલના પ્રમાણમાં સસ્તા પડતા હોવાથી લોકો તે ખરીદવા માટે તલપાપડ હોય છે. જો કે આ ઈ-વ્હિકલ ક્યારેક જોખમી બની શકે છે, બનાસકાંઠાના ડીસામાં બેટરીથી ચાલતી જાણીતી કંપનીની સ્કુટીની બેટરીમાં ચાજિંગ સમયે ધડાકાભેર થયો હતો, જેના કારણે લોકો ભયભીત બન્યા હતા. જોકે ચાર્જિંગ દરમિયાનના બેટરી ફૂટી હોવાથી તેની નજીક કોઈ ન હોવાથી નસીબ જોગે જાનહાની ટળી હતી. પરંતુ આવા બેટરીથી ચાલતા વાહનો કેટલા સુરક્ષિત છે તેની ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સુરતના પુણા ગામે પણ પહેલા આવો બનાવ બન્યો હતો

પુણા ગામમાં ચાર્જિંગમાં મુકેલી ઈ-મોપેડની બેટરીમાં ધડાકાભેર વિસ્ફોટ થતાં ઘરમાં આગ ફાટી નિકળી હતી. બાદ આગે ગંભીર સ્વરૂપ ધારણ કરતા ગેસ સિલિન્ડર જોરદાર ધડાકા સાથે ફાટયુ હતુ. જોકે આગના લીધે પરિવારના ત્રણ સભ્યો સહિત ચાર વ્યકિત દાઝતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ બનાવના લીધે ત્યાં હાજર લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો

ઊંચા તાપમાનની સ્થિતિમાં તેમાં સમસ્યાઓ ઉદ્ભવતી હોવાનું પણ જાણવામાં આવ્યું છે. લિ-આયન બેટરીમાં એક લિક્વિડનો, જે એક પ્રકારનું ઈલેક્ટ્રોલાઇટ ફ્લુઇડ છે. તેનો ઉપયોગ થાય છે. તેની અત્યંત જ્વલનશીલ પ્રકૃતિને કારણે, આ પ્રવાહી ઊંચા તાપમાને વ્યાપ પામે છે. જે બૅટરીના આયુષ્ય પર અસર કરે છે. આને કારણે બૅટરીમાં આગ લાગવાની સંભાવના પણ વધી જાય છે. બૅટરીની સમસ્યાઓને કારણે ઇ-બાઇક્સમાં આગ લાગવા પાછળનું આ એક મુખ્ય કારણ છે. ત્યારે આજનો આ કિસ્સો ઈ બાઈક વાપરતા લોકો માટે લાલબત્તી સમાન છે.