Suratના ઈતિહાસમાં પહેલીવાર VNSUGના નવા કુલપતિની પસંદગી માટે ઈન્ટરવ્યૂ સિસ્ટમ લાગુ થઈ

સુરત શહેરમાં બે દિવસ પસંદગી કમિટીના ધામા કમિટી દ્વારા અલગ અલગ ઉમેદવારના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા વર્તમાન કુલપતિએ પણ પોતાની દાવેદારી નોંધાવી ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓના ઇતિહાસમાં પ્રથમ વખત કુલપતિ પદ માટે ઇન્ટરવ્યૂ અને પ્રેઝન્ટેશન યોજાવા જઈ રહ્યા છે. રાજયની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ માટે પહેલી વખત ઉમેદવારોને ઇન્ટરવ્યૂ અને પ્રેઝન્ટેશન આપવા માટે આજે અરજી કરનારા તમામ 34 ઉમેદવારોને રૂબરૂ બોલાવાયા છે. કુલપતિની ટર્મ પૂરી થવા આવી છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની ટર્મ પૂરી થયા બાદ નવા કુલપતિની પસંદગી માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સર્ચ કમિટી દ્વારા તમામ ઉમેદવારો પાસેથી અરજી મંગાવ્યા બાદ ઇન્ટરવ્યૂ અને પ્રેઝન્ટેશન આપવા આજે રૂબરૂ બોલાવવામાં આવ્યા છે. કયા મુદ્દાઓ પર પ્રેઝન્ટેશન આપવાનું રહેશે તેની યાદી પણ આપી દેવામાં આવી છે. સર્કિટ હાઉસમાં આજે- બુધવારે થનારા ઇન્ટરવ્યૂમાં કુલપતિપદ માટે દાવેદારી કરનારા તમામ સિનિયર પ્રોફેસરોએ પહેલી વખત 10 મિનિટનું પ્રેઝન્ટેશન કરવાનું રહેશે. ત્રણ નામ સરકારને મોકલવામાં આવ્યા અરજી કરનારા ઉમેદવારોની ફરિયાદ છે કે સર્ચ કમિટીના ચેરમેન દ્વારા પોતાની રીતે મનસ્વી રીતે નિર્ણય લઇ રહ્યા છે. અત્યાર સુધી ક્યારેય પણ સરકારી યુનિવર્સિટીના કુલપતિ માટે ઉમેદવારોને રૂબરૂ બોલાવવામાં આવ્યા નથી ઉમેદવારોની અરજી સાથે આવેલા બાયોડેટા અને તમામ શૈક્ષણિક વિગતોની સ્કૂટીની સર્ચ કમિટી દ્વારા કરીને ત્રણ નામ સરકારને મોકલી દેવામાં આવે છે. કુલપતિ પદ માટે દેશમાં ક્યાંય પ્રેઝન્ટેશન લેવાતું નથી કુલપતિ પદ માટે ઉમેદવારી કરનારા ઉમેદવારોની ફરિયાદ મુજબ દેશમાં ક્યાંય પણ સ્ટેટ યુની.મા કુલપતિ પદ માટે પ્રેઝન્ટેશન નથી. પ્રેઝન્ટેશન કરવાની ફરજ દેશમાં કોઇપણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને પાડવામાં આવી નથી. સુરતની યુનિવર્સિટીમાં સર્ચ કમિટીએ કરેલા આ પ્રકારના આદેશના શિક્ષણજગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડે તેવી પણ શકયતા છે. કમિટી લેશે નિર્ણય ૩૦ એપ્રિલે પૂર્વ કુલપતિ ડો. કે. એન. ચાવડાની ટર્મ પૂર્ણ થઈ હતી. જોકે, આચાર સંહિતા વચ્ચે નિમણૂકની કામગીરી થઈ શકી ન હતી. હવે ત્રણ સભ્યની સર્ચ કમિટી બનાવાઈ હતી, જેમાં સરકાર, યુજીસીના પ્રતિનિધિ તથા શિક્ષણવિદની નિમણૂક કરાઈ હતી. આ કમિટીએ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ પર બોલાવ્યા છે. કોમન યુનિવર્સિટી એક્ટ બાદ યુજીસીના નિયમ અનુસાર સર્ચ કમિટીએ કુલપતિ પદ માટે ઉમેદવારો સામે નવી શરત મૂકી છે.જેમાં કુલપતિ પદ માટે તમામ ઉમેદવારોએ 10 મિનિટનું પ્રેઝન્ટેશન આપવાનું રહેશે. જેમાં આગામી પાંચ વર્ષમાં યુનિવર્સિટીએ હિતમાં કયા કયા કામ થશે તે સહિતની માહિતી તેમજ પ્રવેશ, પરીક્ષા અને પરિણામ સાથે સંશોધન જેવી બાબતોમાં શું નવું કરશે તેની માહિતી સર્ચ કમિટી સમક્ષ ઉમેદવારોએ જણાવવાની રહેશે.

Suratના ઈતિહાસમાં પહેલીવાર VNSUGના નવા કુલપતિની પસંદગી માટે ઈન્ટરવ્યૂ સિસ્ટમ લાગુ થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરત શહેરમાં બે દિવસ પસંદગી કમિટીના ધામા
  • કમિટી દ્વારા અલગ અલગ ઉમેદવારના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા
  • વર્તમાન કુલપતિએ પણ પોતાની દાવેદારી નોંધાવી

ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓના ઇતિહાસમાં પ્રથમ વખત કુલપતિ પદ માટે ઇન્ટરવ્યૂ અને પ્રેઝન્ટેશન યોજાવા જઈ રહ્યા છે. રાજયની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ માટે પહેલી વખત ઉમેદવારોને ઇન્ટરવ્યૂ અને પ્રેઝન્ટેશન આપવા માટે આજે અરજી કરનારા તમામ 34 ઉમેદવારોને રૂબરૂ બોલાવાયા છે.

કુલપતિની ટર્મ પૂરી થવા આવી છે

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની ટર્મ પૂરી થયા બાદ નવા કુલપતિની પસંદગી માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સર્ચ કમિટી દ્વારા તમામ ઉમેદવારો પાસેથી અરજી મંગાવ્યા બાદ ઇન્ટરવ્યૂ અને પ્રેઝન્ટેશન આપવા આજે રૂબરૂ બોલાવવામાં આવ્યા છે. કયા મુદ્દાઓ પર પ્રેઝન્ટેશન આપવાનું રહેશે તેની યાદી પણ આપી દેવામાં આવી છે. સર્કિટ હાઉસમાં આજે- બુધવારે થનારા ઇન્ટરવ્યૂમાં કુલપતિપદ માટે દાવેદારી કરનારા તમામ સિનિયર પ્રોફેસરોએ પહેલી વખત 10 મિનિટનું પ્રેઝન્ટેશન કરવાનું રહેશે.

ત્રણ નામ સરકારને મોકલવામાં આવ્યા

અરજી કરનારા ઉમેદવારોની ફરિયાદ છે કે સર્ચ કમિટીના ચેરમેન દ્વારા પોતાની રીતે મનસ્વી રીતે નિર્ણય લઇ રહ્યા છે. અત્યાર સુધી ક્યારેય પણ સરકારી યુનિવર્સિટીના કુલપતિ માટે ઉમેદવારોને રૂબરૂ બોલાવવામાં આવ્યા નથી ઉમેદવારોની અરજી સાથે આવેલા બાયોડેટા અને તમામ શૈક્ષણિક વિગતોની સ્કૂટીની સર્ચ કમિટી દ્વારા કરીને ત્રણ નામ સરકારને મોકલી દેવામાં આવે છે.

કુલપતિ પદ માટે દેશમાં ક્યાંય પ્રેઝન્ટેશન લેવાતું નથી

કુલપતિ પદ માટે ઉમેદવારી કરનારા ઉમેદવારોની ફરિયાદ મુજબ દેશમાં ક્યાંય પણ સ્ટેટ યુની.મા કુલપતિ પદ માટે પ્રેઝન્ટેશન નથી. પ્રેઝન્ટેશન કરવાની ફરજ દેશમાં કોઇપણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને પાડવામાં આવી નથી. સુરતની યુનિવર્સિટીમાં સર્ચ કમિટીએ કરેલા આ પ્રકારના આદેશના શિક્ષણજગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડે તેવી પણ શકયતા છે.

કમિટી લેશે નિર્ણય

૩૦ એપ્રિલે પૂર્વ કુલપતિ ડો. કે. એન. ચાવડાની ટર્મ પૂર્ણ થઈ હતી. જોકે, આચાર સંહિતા વચ્ચે નિમણૂકની કામગીરી થઈ શકી ન હતી. હવે ત્રણ સભ્યની સર્ચ કમિટી બનાવાઈ હતી, જેમાં સરકાર, યુજીસીના પ્રતિનિધિ તથા શિક્ષણવિદની નિમણૂક કરાઈ હતી. આ કમિટીએ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ પર બોલાવ્યા છે. કોમન યુનિવર્સિટી એક્ટ બાદ યુજીસીના નિયમ અનુસાર સર્ચ કમિટીએ કુલપતિ પદ માટે ઉમેદવારો સામે નવી શરત મૂકી છે.જેમાં કુલપતિ પદ માટે તમામ ઉમેદવારોએ 10 મિનિટનું પ્રેઝન્ટેશન આપવાનું રહેશે. જેમાં આગામી પાંચ વર્ષમાં યુનિવર્સિટીએ હિતમાં કયા કયા કામ થશે તે સહિતની માહિતી તેમજ પ્રવેશ, પરીક્ષા અને પરિણામ સાથે સંશોધન જેવી બાબતોમાં શું નવું કરશે તેની માહિતી સર્ચ કમિટી સમક્ષ ઉમેદવારોએ જણાવવાની રહેશે.