Surat:8.08 કરોડની એમ્બરગ્રીસના જથ્થા સાથે 9 શખસોની ધરપકડ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સૌરાષ્ટ્રના ભાવનગર દરિયાકાંઠેથી મળી આવેલ 8.77 કિલોગ્રામ એમ્બર ગ્રીસ (વ્હેલ માછલીની ઉલ્ટી) કિંમત રૂપિયા 8.08 કરોડના રેકેટનો પર્દાફાશ ઉમરા પોલીસે કરીને મિહીર સોલંકી, ગોપાલ ભરવાડ, વિપુલ આહીર, કેયુર વસાવા, રોનક પરમાર, નરેશ ભરવાડ, મેહુલ ભરવાડ, રૂદ્ર વસાવડા અને અર્પિત ગોહીલ નવ જણાની ધરપકડ કરવામાં આવી છે. આ જથ્થો કોને વેચાણ કરવા માટે સુરતના ઉમરા પોલીસ મથકમાં આવ્યા હતા, એ બાબત રહસ્યમય બની છે.
પોલીસના જણાવ્યા મુજબ ઉમરા વિસ્તારમાં પ્રોહિબિશન સહિત અસમાજીક પ્રવૃતિને ડામવા સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ઇનડોર સ્ટેડિયમ પાસેના ધવલગીરી એપાર્ટમેન્ટ ગલીમાં બે કાર શંકાસ્પદ હાલતમાં ઉભી હતી, જેમાં પોલીસે તપાસ કરતાં એમ્બરગ્રીસનો 8.77 કિલો જથ્થો કિંમત રૂ.8.08 કરોડ મળી આવ્યો હતો.તારાપુર નજીકના વટામણ ચોકડી પાસે કમલ નામના યુવાને આ ટોળકીને જથ્થો આપ્યો હતો. પરંતુ સુરતમાં કોને આપવાના હતા ? આ બાબતે વધુ તપાસ હવે સુરત વન વિભાગ દ્રારા કરવામાં આવશે, એમ પોલીસે વધુમાં જણાવ્યુ છે. હાલ પોલીસે મોબાઇલ ફોન નંગ - 9 સાથે કુલ રૂપિયા 8.88.43.000 નો મુદામાલ કબજે કર્યો છે અને નવ જણાની ધરપકડ કરી છે. જો કે આ મુદામાલના પરિક્ષણ અર્થે ફોરેન્સીક લેબમાં મોકલવામાં આવશે.
What's Your Reaction?






