Surat: સતાધાર મંદિરનો વિવાદ સુરત પહોંચ્યો, રેકોર્ડિંગ વાયરલ કરનાર સામે કાર્યવાહીની માગ
સતાધાર ધામના મહંત વિજય બાપુ પર તેમના જ ભાઈ દ્વારા વ્યભિચાર અને મંદિરના વહીવટમાં કરોડો રૂપિયાના ગેર વ્યવહારો થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે આ મુદ્દે હવે સોશિયલ મીડિયા પર પણ વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર સતાધારના મહંતને બદનામ કરતી એક ઓડિયો ક્લિપ વાયરલ કરનાર સામે કાર્યવાહી થાય તેવી માગણી સાથે ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં તેમજ સુરત શહેર પોલીસ કમિશનરને અરજી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર રેકોર્ડિંગ વાયરલ આપાગીગાની જગ્યા એટલે સતાધાર ધામ અને અધામના મહંત વિજય બાપુ પર વ્યવિચાર અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો તેમના જ મોટાભાઈ દ્વારા લગાવવામાં આવ્યા છે. વિજય બાપુના મોટાભાઈ નિતીન ચાવડા દ્વારા વિજય બાપુ પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે વિજય બાપુ દ્વારા આશ્રમમાં જ રહેતી એક મહિલા સાથે ખાનગી રીતે લગ્ન કરી લેવામાં આવ્યા છે અને મંદિરના વહીવટમાં કરોડો રૂપિયાના વ્યવહારો પણ કરવામાં આવ્યા છે. ત્યારે આ આક્ષેપને લઈને વિવાદ થયો છે. તો આ વિવાદ વચ્ચે સતાધારના મહંત મામલે સોશિયલ મીડિયા પર એક ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠનનો વિરોધ વસંત ચાવડા નામના વ્યક્તિ દ્વારા સતાધાર મામલે પોતાના સોશિયલ મીડિયા youtubeના પ્લેટફોર્મ પર સતાધાર ધામને લઈને અનેક એવા વિવાદિત ઓડિયો અપલોડ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત વસંત ચાવડા દ્વારા કોઈની વાતચીતનો ઓડિયો પોતાની youtube ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો અને વિવાદિત ઓડિયોને લઈને હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. આ વાયરલ રેકોર્ડિંગને લઈ ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા આ સમગ્ર મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સતાધાર ધામના મહંત વિજય બાપુ પર તેમના જ ભાઈ દ્વારા વ્યભિચાર અને મંદિરના વહીવટમાં કરોડો રૂપિયાના ગેર વ્યવહારો થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે આ મુદ્દે હવે સોશિયલ મીડિયા પર પણ વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર સતાધારના મહંતને બદનામ કરતી એક ઓડિયો ક્લિપ વાયરલ કરનાર સામે કાર્યવાહી થાય તેવી માગણી સાથે ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં તેમજ સુરત શહેર પોલીસ કમિશનરને અરજી આપવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર રેકોર્ડિંગ વાયરલ
આપાગીગાની જગ્યા એટલે સતાધાર ધામ અને અધામના મહંત વિજય બાપુ પર વ્યવિચાર અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો તેમના જ મોટાભાઈ દ્વારા લગાવવામાં આવ્યા છે. વિજય બાપુના મોટાભાઈ નિતીન ચાવડા દ્વારા વિજય બાપુ પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે વિજય બાપુ દ્વારા આશ્રમમાં જ રહેતી એક મહિલા સાથે ખાનગી રીતે લગ્ન કરી લેવામાં આવ્યા છે અને મંદિરના વહીવટમાં કરોડો રૂપિયાના વ્યવહારો પણ કરવામાં આવ્યા છે. ત્યારે આ આક્ષેપને લઈને વિવાદ થયો છે. તો આ વિવાદ વચ્ચે સતાધારના મહંત મામલે સોશિયલ મીડિયા પર એક ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠનનો વિરોધ
વસંત ચાવડા નામના વ્યક્તિ દ્વારા સતાધાર મામલે પોતાના સોશિયલ મીડિયા youtubeના પ્લેટફોર્મ પર સતાધાર ધામને લઈને અનેક એવા વિવાદિત ઓડિયો અપલોડ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત વસંત ચાવડા દ્વારા કોઈની વાતચીતનો ઓડિયો પોતાની youtube ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો અને વિવાદિત ઓડિયોને લઈને હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. આ વાયરલ રેકોર્ડિંગને લઈ ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા આ સમગ્ર મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.