Surat શહેર ડુપ્લીકેટ બનાવવાનું હબ બન્યું? છેલ્લા 1 વર્ષથી ધમધમતું વાહનોના નકલી ઓઇલ બનાવતું કારખાનું ઝડપાયું

Aug 7, 2025 - 13:30
Surat શહેર ડુપ્લીકેટ બનાવવાનું હબ બન્યું? છેલ્લા 1 વર્ષથી ધમધમતું વાહનોના નકલી ઓઇલ બનાવતું કારખાનું ઝડપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરમાં ડુપ્લીકેટ સામાન બનાવવાનો સીલસીલો યથવાત રહ્યો છે. ક્યાક તમાકું તો ક્યાંક મસાલા જેવી વસ્તુંઓ ડુપ્લીકેટ બનાવતા કારખાના ઝડપાય રહ્યા છે. તેવામાં શહેરમાં વધુ એક ડુપ્લીકેટ ઓઇલનું કારખાનું ઝડપાયું છે. શહેરના લસકાણામાં ચાલતું ડુપ્લીકેટ કેસ્ટ્રોલ ઓઇલનું કારખાનું ઝડપાયું છે. આરોપી છેલ્લા 1 વર્ષથી કારખાનું ચલાવતો હતો. પોલીસે કારખાનું ચલાવનાર આરોપી ધરપકડ કરી છે.

સુરતમાં ડુપ્લીકેટ ઓઇલનું કારખાનું  ઝડપાયું

સુરત પોલીસની ઝોન 1 ટીમ દ્વારા કારખાનું ઝડપી પાડ્યું છે. શહેર પોલીસે ડુપ્લીકેટ કેસ્ટ્રોલ ઓઇલનું કારખાનું ચાલવતો આરોપી નવનીતભાઈ જસમતભાઈ ઠુમ્મરને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી જુદી-જુદી કંપનીઓના ડુપ્લીકેટ એન્જીન ઓઈલ સહિત કુલ રૂપિયા 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી છેલ્લા 1 વર્ષથી કારખાનું ચલાવતો હતો.

શહેરમાં ડુપ્લીકેટ બનાવવાનો સિલસિલો યથાવત

આરોપી અલગ અલગ બ્રાન્ડે કંપનીના ઓઇલનું ડુપ્લીકેશન કરી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વેચતો હતો. આ આરોપી છેલ્લા 1 વર્ષથી શહેરના લસકાણામાં વિસ્તારમાં કારખાનું ચલાવતો હતો. હાલ આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. સાથે જ કુલ રૂપિયા 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથધરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0