Surat : વરાછા પોલીસની મોટી સફળતા, સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર વોન્ટેડ આરોપી ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરમાં ગુનાખોરી અને માસૂમ બાળાઓ પર થતા અત્યાચારોને નાથવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં છે. તેવામાં વરાછા પોલીસ સ્ટેશનની ટીમે એક વર્ષોથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. સગીરાનું અપહરણ કરી તેની સાથે અમાનવીય કૃત્ય આચરનાર આરોપી હવે જેલના સળિયા ગણશે.
પોક્સોના આરોપીને ઝડપી લીધો
વિગતવાર વાત કરીએ તો, વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલા આરોપી અલ્પેશભાઈ મધુભાઈ ગોહિલને બાતમીના આધારે પોલીસે દબોચી લીધો છે. આરોપી અલ્પેશે એક સગીરવયની બાળકીને પ્રેમજાળમાં ફસાવી, તેને લગ્નની લાલચ આપી લલચાવી-ફોસલાવીને તેના ઘર પાસેથી અપહરણ કરી નાસી છૂટ્યો હતો.
સગીરાને અલગ-અલગ સ્થળોએ લઈ ગયો હતો
અપહરણ કર્યા બાદ આરોપી આ સગીરાને અલગ-અલગ સ્થળોએ લઈ ગયો હતો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિતાના પરિવાર દ્વારા વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગુનો નોંધાયા બાદ આરોપી ધરપકડથી બચવા માટે સતત સ્થળ બદલીને ભાગતો ફરતો હતો. જોકે, વરાછા પોલીસની સતર્કતા અને ટેકનિકલ સર્વેલન્સને કારણે આરોપીનું પગેરું મળ્યું હતું અને તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ તેજ કરશે.
આ પણ વાંચો ---- Surendranagar : નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે 1.22 કરોડની અપ્રમાણસર મિલકત મળતા ખળભળાટ, ACB એ નોંધ્યો ગુનો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

