Surat: લીંબાયતના ગોવિંદનગરમાં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

Jan 28, 2025 - 09:30
Surat: લીંબાયતના ગોવિંદનગરમાં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી. લિંબાયતના ગોવિંદનગરમાં ભંગારના ગોડાઉનમાં રહેલ સામાનને પગલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયરની ટીમો દોડતી થઈ. ચાર ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળે પંહોચી મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો. ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અકબંધ.

ગોવિંદનગરમાં આગની દુર્ઘટના

શહેરમાં લિંબાયતના ગોવિંદનગરમાં આગની દુર્ઘટના બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો.ગોવિંદનગરમાં ભંગારના ગોડાઉનમાં મોટાપ્રમાણમાં કાગળ અને કાપડનો જથ્થો હતો. આગમાં તમામ માલસામાન બળીને રાખ થયો. ભંગારના ગોડાઉનમાં કાગળ અને કાપડનો સામાન હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ગોડાઉનમાં ભીષણ આગની દુર્ઘટના બનતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયરબ્રિગેડને કોલ કર્યો. ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પંહોચી આગ ઓલવવાના પ્રયાસ કરવા લાગી. ગોડાઉનમાં કાગળ અને કાપડના સામાન હોવાથી આગ વધુ ભીષણ બની.પાણીનો મારો ચલાવવા છતાં આગ પર કાબુ ના મેળવી શકાતા વધુ ફાયરટીમોને બોલાવવામાં આવી. અંતે 4 ફાયર ફાયટર ટીમોએ મહામહેનતે ભીષણ આગ પર કાબૂ મેળવ્યો.

નથી થઈ કોઈ જાનહાનિ

4 ફાયર ફાયટર દ્વારા આગ પર કાબૂ મેળવાયોગોવિંદનગરના ભંગારના ગોડાઉનમાં લાગેલ ભીષણ આગ દુર્ઘટનામાં ફાયરટીમોના પ્રયાસ બાદ કાબુ મેળવ્યો. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ દુર્ઘટનાની માહિતી મળતા ફાયરબ્રિગેડ સાથે પોલીસ પણ ઘટનાસ્થળ પર પંહોચી હતી. આસપાસના લોકોએ શરૂઆતમાં આગ બુઝાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમના પ્રયાસ બાદ પણ આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયરટીમને કોલ કરવામાં આવ્યો. હાલમાં આગ પર કાબુ મેળવાયો છે. જો કે ભંગારના ગોડાઉનમાં કયા કારણે આગ લાગી તે શોધવા પોલીસ પ્રયાસ કરશે. તેમજ ગોડાઉન માલિક સહિત આસપાસના લોકોની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરશે.

સાત દિવસની અંદર વધુ એક આગ દુર્ઘટના

થોડા દિવસ પહેલા જ સુરતના બોરસરા પાટિયાના એક ગોડાઉનમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી. બોરસરા પાટિયામાં યાર્નનો સંગ્રહ કરાય છે તેવા ગોડાઉનમાં આગ લાગતા લાખોના સામાનને નુકસાન થયું હતું. અન્ય એક ઘટનામાં વહેલી સવારે બે દુકાનમાં આગ લાગી હતી. તડકેશ્વર ગામમાં આવેલ બેકરી અને ડ્રાયફૂટની દુકાનોમાં આગ લાગતા સામાન બળીને ખાખ થઈ ગયો હતો. બંને દુકાનના માલિકોને હજ્જારો રૂપિયાનું નુકસાન થયું. આગની દુર્ઘટનામાં મોટાભાગે શોર્ટ સર્કિટ અથવા તો કયાંક સામાન્ય ચિનગારી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આવી દુર્ઘટનાઓ બનતી હોવાનું જોવા મળ્યું છે. ત્યારે હાલમાં ગોવિંદનગરના ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0