Surat : રાત્રે બ્રિજ પર શું બન્યું? પ્રોપર્ટી ડિલર ફૈઝલ ફત્તાની ઘાતકી હત્યા, બાઈક સવાર હુમલાખોરો ફરાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરમાં ફરી એકવાર હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. મેમણ સમાજના અગ્રણી અને પ્રોપર્ટી ડિલર ફૈઝલ ફત્તાની ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર ઘાતકી હત્યા કરી દેવાતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. રાત્રે અંદાજે 9:45 વાગ્યે બાઈક પર આવેલા એક કરતાં વધુ હુમલાખોરોએ તેમના પર ઉપરાછાપરી હુમલો કર્યો હતો.
હુમલાખોરો તેમના પર તૂટી પડ્યા
48 વર્ષીય ફૈઝલ ઝકારીયા હસન ફત્તા રાંદેર વિસ્તારના ગોરાટ પાસે આવેલા અલનુર રેસીડેન્સીમાં રહેતા હતા. તેઓ રાત્રે ચોક બજાર સ્થિત ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર આવ્યા હતા, ત્યારે હુમલાખોરો તેમના પર તૂટી પડ્યા હતા. ગંભીર હુમલા બાદ ફૈઝલ ફત્તાએ બચવા માટે ભાગવાની કોશિશ કરી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
બ્રિજ પર લોહીના ડાઘ, બચવા ભાગ્યા હોવાની આશંકા
ઘટનાસ્થળેથી બ્રિજની નીચે અને પેરાપિટ નજીક લોહીના ડાઘ મળી આવ્યા છે. જેના આધારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હુમલા બાદ ફૈઝલ ફત્તાએ બચવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હુમલાખોરોએ તેમને બચીને નીકળવાની તક આપી ન હતી.એક કરતાં વધુ વ્યક્તિઓ હત્યામાં સામેલ હોવાની વિગતો
હુમલાખોરો બાઈક પર આવ્યા હોવાનું અને એક કરતાં વધુ વ્યક્તિઓ હત્યામાં સામેલ હોવાની વિગતો સામે આવી છે. હત્યા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.જમીનના સોદા કે જૂનો વિવાદ? હત્યા પાછળ અનેક અટકળો
ફૈઝલ ફત્તા પ્રોપર્ટી ડિલર તરીકે શહેરમાં અનેક જમીન સોદા સાથે જોડાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમના અનેક પ્રભાવશાળી અને માથાભારે લોકો સાથે સંબંધો હોવાનું પણ સામે આવ્યું છે. જમીનના સોદાઓ અને સંબંધોને લઈને અગાઉ કોઈ વિવાદ થયો હતો કે નહીં, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.પોલીસ વિવિધ પાસાઓથી તપાસ કરી રહી છે
હત્યાની રીત અને હુમલાની ગંભીરતાને જોતા પોલીસ વિવિધ પાસાઓથી તપાસ કરી રહી છે. જમીન વિવાદ, અંગત સંબંધો અથવા અન્ય કોઈ કારણ હત્યા પાછળ જવાબદાર છે કે નહીં તે અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં જોતરાઈ
ઘટનાની જાણ થતાં લાલગેટ, ચોક બજાર અને રાંદેર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ સમગ્ર હત્યા કેસની તપાસમાં જોડાઈ છે. હવે આ હત્યા પાછળનું સાચું કારણ શું છે અને હુમલાખોરો કોણ છે, તે સૌથી મોટો સવાલ બની ગયો છે. મેમણ સમાજના અગ્રણીની જાહેર સ્થળે થયેલી હત્યાએ સુરત શહેરની કાયદો અને વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે..
આ પણ વાંચો : Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

