Surat : માંડવીમાં બોલેરો વાન અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 4ના મોત

સુરતના માંડવી ઝંખવાવ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી. ઝંખવાવ રોડ પર બોલેરો વાન અને ટ્રક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો. બોલેરો પીકઅપ વાનમાં શ્રમિકો સવાર હતા. અકસ્માતમાં 4 લોકોના મોત નિપજયા અને 5 લોકોને ગંભીર ઇજા પંહોચી. અકસ્માતની ઘટનાની માહિતી મળતાં જ પોલીસ બનાવસ્થળ પર પંહોચી ગઈ. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. અને મૃતકોની લાશને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. ગમખવાર અકસ્માત સર્જાયોમાંડવીના ઝંખવાવ રોડ પર ગમખવાર અકસ્માત સર્જાયો. માંડવીના સથવાવ ગામની સીમમાં બોલેરો પીકવાન અને ટ્રકનો અકસ્માત થયો. શ્રમિકોથી ભરેલ વાન મોડી રાત્રે ઝંખવાવ રોડ પર પસાર થઈ રહી હતી ત્યારે સામે આવતી ટ્રક સાથે અથડાઈ. બોલેરો પીકઅપ વાન અને ટ્રકની ટક્કર થતાં ગંભીર અકસ્માત બનવા પામ્યો. આ અકસ્માતમાં બોલેરો પીકઅપ વાનમાં 9 જેટલા મજૂરો મુસાફરી કરી રહ્યા હતા. ટ્રક સાથેની ટક્કરમાં 3 મજૂરોના ઘટનાસ્થળ પર મોત નિપજયા જ્યારે 1 શ્રમિકનું સારવાર દરમ્યાન મોત થયું. ઇજા પામેલ અન્ય 5 શ્રમિકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શ્રમિકોના મોત સથવાવ ગામની સીમમાં બોલેરો વાન અને ટ્રકની અથડામણમાં શ્રમિકોના મોત થતાં માંડવી પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોંધ્યો. સ્થાનિકોએ અકસ્માતની માહિતી આપ્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી ગઈ હતી. મોડી રાત્રે બનેલ અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવર અને બોલેરો વાનના ચાલકની તપાસ થશે. બંનેમાંથી કોઈપણ ચાલક નશામાં હશે તો તેમની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો પણ દાખલ કરવામાં આવશે. હાલમાં માંડવી પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી.

Surat : માંડવીમાં બોલેરો વાન અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 4ના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના માંડવી ઝંખવાવ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી. ઝંખવાવ રોડ પર બોલેરો વાન અને ટ્રક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો. બોલેરો પીકઅપ વાનમાં શ્રમિકો સવાર હતા. અકસ્માતમાં 4 લોકોના મોત નિપજયા અને 5 લોકોને ગંભીર ઇજા પંહોચી. અકસ્માતની ઘટનાની માહિતી મળતાં જ પોલીસ બનાવસ્થળ પર પંહોચી ગઈ. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. અને મૃતકોની લાશને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.

ગમખવાર અકસ્માત સર્જાયો

માંડવીના ઝંખવાવ રોડ પર ગમખવાર અકસ્માત સર્જાયો. માંડવીના સથવાવ ગામની સીમમાં બોલેરો પીકવાન અને ટ્રકનો અકસ્માત થયો. શ્રમિકોથી ભરેલ વાન મોડી રાત્રે ઝંખવાવ રોડ પર પસાર થઈ રહી હતી ત્યારે સામે આવતી ટ્રક સાથે અથડાઈ. બોલેરો પીકઅપ વાન અને ટ્રકની ટક્કર થતાં ગંભીર અકસ્માત બનવા પામ્યો. આ અકસ્માતમાં બોલેરો પીકઅપ વાનમાં 9 જેટલા મજૂરો મુસાફરી કરી રહ્યા હતા. ટ્રક સાથેની ટક્કરમાં 3 મજૂરોના ઘટનાસ્થળ પર મોત નિપજયા જ્યારે 1 શ્રમિકનું સારવાર દરમ્યાન મોત થયું. ઇજા પામેલ અન્ય 5 શ્રમિકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

શ્રમિકોના મોત 

સથવાવ ગામની સીમમાં બોલેરો વાન અને ટ્રકની અથડામણમાં શ્રમિકોના મોત થતાં માંડવી પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોંધ્યો. સ્થાનિકોએ અકસ્માતની માહિતી આપ્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી ગઈ હતી. મોડી રાત્રે બનેલ અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવર અને બોલેરો વાનના ચાલકની તપાસ થશે. બંનેમાંથી કોઈપણ ચાલક નશામાં હશે તો તેમની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો પણ દાખલ કરવામાં આવશે. હાલમાં માંડવી પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી.