Surat: મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા થઇ જાઓ તૈયાર, GSRTCની બસ સેવાનો પ્રારંભ

મહાકુંભ એટલે આસ્થાનો સંગમ ભક્તો ત્રિવેણીમાં સંગમ સ્નાન કરીને ભાવ વિભોર થઇ રહ્યા છે. ત્યારે ગુજરાતીઓ પાછા કેમ પડે અને મોટી સંખ્યામાં કુંભમેળામાં ગુજરાતીઓ ઉમટી પડ્યા છે. ભક્તોને પુરતી સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકારે ખાસ વ્યવસ્થા કરી આપી છે અને મોટા મહાનગરોમાંથી અલગ અલગ વોલ્વો બસ ઉપાડવામાં આવે છે.હવે સુરતથી પ્રયાગરાજ મહાકુંભ માટે વોલ્વો બસનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે હવે સુરતથી પ્રયાગરાજ મહાકુંભ માટે વોલ્વો બસનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. ભગવો ઝંડો બતાવી બસ રવાના કરવામાં આવી. સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી બસની શરૂઆત કરવામાં આવી છે. 26 ફેબ્રુઆરી સુધી દોડાવવામાં આવશે GSRTCની વોલ્વો પ્રીમિયમ બસ.દરરોજ બે વોલ્વો બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. દરરોજ બે વોલ્વો બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. સવારે છ અને સવા છ કલાકે એમ બે બસો દોડાવાશે જે સીધી પ્રયાગરાજ જશે. પ્રયાગ રાજ મહાકુંભમાં જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.હર્ષ સંઘવીએ કહ્યું કે વડીલોની મનોકામના પૂર્ણ થશે સુરત મહાકુંભ માટે વોલ્વો બસનો પ્રારંભ કરાવતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે વડીલોની મનોકામના પૂર્ણ થશે. પ્રયાગરાજમાં સ્નાન કરવાની તેમની ઇચ્છાઓ પૂર્ણ થશે. ઘણા સમયથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જવાની રાહ જોઈ રહ્યા હતા. દાદાની ગુજરાત સરકારે વોલ્વો બસની શરૂઆત કરી છે. દાદા સૌની ચિંતા કરે છે. આજે એક વોલ્વો બસ દોડાવવામાં આવી છે. બુકિંગ મળશે તે મુજબ બસોની વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી મહાકુંભમાં વોલ્વો બસના પેકેજના દર અમદાવાદથી જતા પ્રવાસીઓને રૂ. 7800 ચુકવવાના રહેશે, સુરતથી રૂ. 8300નો ખર્ચ થશે તો વડોદરાથી રૂ. 8200નો ખર્ચ ચુકવવાનો થશે. રાજકોટથી રૂ. 8800 આપવાના રહેશે. મુસાફરોને શું લાભ મળશે? મહાકુંભના જનારા લોકોને સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (MP Border) મુકામે કરવામા આવનાર છે. અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) મુકામે કરવામા આવનાર છે. શરુ થનાર નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે

Surat: મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા થઇ જાઓ તૈયાર, GSRTCની બસ સેવાનો પ્રારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહાકુંભ એટલે આસ્થાનો સંગમ ભક્તો ત્રિવેણીમાં સંગમ સ્નાન કરીને ભાવ વિભોર થઇ રહ્યા છે. ત્યારે ગુજરાતીઓ પાછા કેમ પડે અને મોટી સંખ્યામાં કુંભમેળામાં ગુજરાતીઓ ઉમટી પડ્યા છે. ભક્તોને પુરતી સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકારે ખાસ વ્યવસ્થા કરી આપી છે અને મોટા મહાનગરોમાંથી અલગ અલગ વોલ્વો બસ ઉપાડવામાં આવે છે.

હવે સુરતથી પ્રયાગરાજ મહાકુંભ માટે વોલ્વો બસનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે

હવે સુરતથી પ્રયાગરાજ મહાકુંભ માટે વોલ્વો બસનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. ભગવો ઝંડો બતાવી બસ રવાના કરવામાં આવી. સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી બસની શરૂઆત કરવામાં આવી છે. 26 ફેબ્રુઆરી સુધી દોડાવવામાં આવશે GSRTCની વોલ્વો પ્રીમિયમ બસ.

દરરોજ બે વોલ્વો બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

દરરોજ બે વોલ્વો બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. સવારે છ અને સવા છ કલાકે એમ બે બસો દોડાવાશે જે સીધી પ્રયાગરાજ જશે. પ્રયાગ રાજ મહાકુંભમાં જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

હર્ષ સંઘવીએ કહ્યું કે વડીલોની મનોકામના પૂર્ણ થશે

સુરત મહાકુંભ માટે વોલ્વો બસનો પ્રારંભ કરાવતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે વડીલોની મનોકામના પૂર્ણ થશે. પ્રયાગરાજમાં સ્નાન કરવાની તેમની ઇચ્છાઓ પૂર્ણ થશે. ઘણા સમયથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જવાની રાહ જોઈ રહ્યા હતા. દાદાની ગુજરાત સરકારે વોલ્વો બસની શરૂઆત કરી છે. દાદા સૌની ચિંતા કરે છે. આજે એક વોલ્વો બસ દોડાવવામાં આવી છે. બુકિંગ મળશે તે મુજબ બસોની વ્યવસ્થા કરવામાં આવશે. 

ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી મહાકુંભમાં વોલ્વો બસના પેકેજના દર

અમદાવાદથી જતા પ્રવાસીઓને રૂ. 7800 ચુકવવાના રહેશે, સુરતથી રૂ. 8300નો ખર્ચ થશે તો વડોદરાથી રૂ. 8200નો ખર્ચ ચુકવવાનો થશે. રાજકોટથી રૂ. 8800 આપવાના રહેશે.

મુસાફરોને શું લાભ મળશે?

મહાકુંભના જનારા લોકોને સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (MP Border) મુકામે કરવામા આવનાર છે. અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) મુકામે કરવામા આવનાર છે. શરુ થનાર નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે