Surat મનપાના કાર્યપાલક ઈજનેરને કરાયા સસ્પેન્ડ, જુઓ Video

સુરતમાં આવેલા હજીરાના ઉદ્યોગોને પાણી પૂરું પાડવાના ટેન્ડરિંગમાં ફાયદો કરાવવાના ખેલમાં સુરત મનપાના કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સુરત શહેરમાં હજીરાના ઉદ્યોગોને પાણી પૂરું પાડવાના ટેન્ડરિંગમાં ફાયદો કરાવવાના ખેલમાં કેતન દેસાઈ નો ભોગ લેવાયો છે. એમઓયુ કર્યા વગર ટેન્ડર ખોલી ભાવતાલ પણ કરી દેવામાં આવ્યા હોવાનો કેતન દેસાઈ પર આક્ષેપ છે. સમગ્ર મામલે કૌભાંડ બહાર આવ્યા બાદ સુરત મનપા કમિશનરે કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈને ડિગ્રેડ કર્યા હતા. એટલું જ નહીં તેમની પાસેના તમામ ખાતાઓ પણ આંચકી લેવામાં આવ્યા હતા. બીજી તરફ સમગ્ર મામલે કતારગામના ધારાસભ્ય વીનું મોરડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ કરી હતી. ગઈ મોડી રાત્રે કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સસ્પેન્શનની દરખાસ્ત આજે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં પણ રજૂ કરી કાયદાકીય મંજૂરીની મહોર મારવામાં આવશે. હજીરાના ઉદ્યોગ અને ટર્સરી ટ્રીટમેન્ટ વાળું પાણી પૂરું પાડવાનું આખી યોજનામાં હતી. દોઢ જ વર્ષમાં 1000 કરોડનો પ્રોજેક્ટની કોસ્ટિંગ 1800 કરોડ કરી દેવાઈ હતી. જેને પગલે સમગ્ર મામલામાં ભારે વિવાદ ઉભો થયો હતો.

Surat મનપાના કાર્યપાલક ઈજનેરને કરાયા સસ્પેન્ડ, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં આવેલા હજીરાના ઉદ્યોગોને પાણી પૂરું પાડવાના ટેન્ડરિંગમાં ફાયદો કરાવવાના ખેલમાં સુરત મનપાના કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

સુરત શહેરમાં હજીરાના ઉદ્યોગોને પાણી પૂરું પાડવાના ટેન્ડરિંગમાં ફાયદો કરાવવાના ખેલમાં કેતન દેસાઈ નો ભોગ લેવાયો છે. એમઓયુ કર્યા વગર ટેન્ડર ખોલી ભાવતાલ પણ કરી દેવામાં આવ્યા હોવાનો કેતન દેસાઈ પર આક્ષેપ છે. સમગ્ર મામલે કૌભાંડ બહાર આવ્યા બાદ સુરત મનપા કમિશનરે કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈને ડિગ્રેડ કર્યા હતા. એટલું જ નહીં તેમની પાસેના તમામ ખાતાઓ પણ આંચકી લેવામાં આવ્યા હતા. બીજી તરફ સમગ્ર મામલે કતારગામના ધારાસભ્ય વીનું મોરડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ કરી હતી.

ગઈ મોડી રાત્રે કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સસ્પેન્શનની દરખાસ્ત આજે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં પણ રજૂ કરી કાયદાકીય મંજૂરીની મહોર મારવામાં આવશે. હજીરાના ઉદ્યોગ અને ટર્સરી ટ્રીટમેન્ટ વાળું પાણી પૂરું પાડવાનું આખી યોજનામાં હતી. દોઢ જ વર્ષમાં 1000 કરોડનો પ્રોજેક્ટની કોસ્ટિંગ 1800 કરોડ કરી દેવાઈ હતી. જેને પગલે સમગ્ર મામલામાં ભારે વિવાદ ઉભો થયો હતો.