Surendranagar જિલ્લામાં 14 ડિસેમ્બરે તમામ કોર્ટમાં “વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત” યોજાશે

સુરેદ્રનગર જિલ્લામાં નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી તેમજ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર તેમજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, સુરેન્દ્રનગરના અધ્યક્ષ અને જિલ્લા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એલ.એસ.પીરઝાદા સાહેબના માર્ગદર્શન હેઠળ તા.૧૪/૧૨/૨૦૨૪ ને શનિવાર ના રોજ જિલ્લાની તમામ કોર્ટોમાં વર્ષ ૨૦૨૪ની “છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત”યોજાશે. જાણો કયા કેસોનો નિકાલ આવી શકે લોક અદાલત એ વૈકલ્પિક તકરાર નિવારણ પદ્ઘતિમાં પેન્ડીંગ કેસોનો સમાધાનના માધ્યમથી નિર્ણય કરાવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ તરીકે સ્વીકારવામાં આવેલ છે. લોક અદાલતમાં પેન્ડીંગ કેસો તેમજ પ્રિ-લીટીગેશન કેસો એટલે કે જે કેસો હજી સુધી કોર્ટમાં દાખલ થયેલ નથી, તેવા કેસોનો સમાવેશ કરવામાં આવે છે. લોક અદાલતમાં પેન્ડીંગ કેસો પૈકી, મોટર અકસ્માત હેઠળ વળતર કેસો, લેબર અદાલતના સમાઘાન પાત્ર કેસો, જમીનને લગતા, મિલકતોને લગતા, પાર્ટીશનને લગતા, બાકી લેણાંની વસુલાતના તેમજ અન્ય સિવિલ પ્રકારના કેસો, લગ્ન વિષયક તકરારના કેસો, બેંકના કેસો, ઇલેકટ્રીસીટીને લગતા કેસો, ચેક રીર્ટનના કેસો તેમજ ફોજદારી સમાધાન લાયક અને અન્ય સમાધાન લાયક કેસો મુકી શકાય છે. નોટીસ માંડવાળ કરવામાં આવશે પ્રિ-લીટીગેશન કેસોમાં બેંક, ઇલેકટ્રીસીટી, ટેલીફોન કંપનીના પ્રીલીટીગેશન કેસો મુકવામાં આવે છે. આ ઉપરાંત નેત્રમ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી સુરેન્દ્રનગર દ્વારા આપવામાં આવેલ ઇ-ચલણની નોટીસના કેસો પણ પ્રિ-લીટીગેશન લોક અદાલતમાં મુકવામાં આવે છે અને તેવા ઇ-ચલણની નોટીસ મુજબ દંડના નાંણા ભરી દેવાથી આ નોટીસ માંડવાળ કરવામાં આવે છે. તમારા કેસ હોય તો તેનો પણ નિકાલ કરો લોક અદાલતમાં નિર્ણય થયેલ કેસોમાં થયેલ એવોર્ડ કોર્ટના હુકમનામાની જેમ જ અમલવારી પાત્ર હોય છે. જેનો મહતમ લાભ લેવા તેમજ લોક અદાલતમાં કેસ મુકાવવા માટે સંબંધિત કોર્ટનો અથવા દરેક કોર્ટમાં કાર્યરત તાલુકા કાનુની સેવા સમિતિનો સંર્પક કરવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળની યાદીમાં જણાવાયું છે.

Surendranagar જિલ્લામાં 14 ડિસેમ્બરે તમામ કોર્ટમાં “વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત” યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેદ્રનગર જિલ્લામાં નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી તેમજ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર તેમજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, સુરેન્દ્રનગરના અધ્યક્ષ અને જિલ્લા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એલ.એસ.પીરઝાદા સાહેબના માર્ગદર્શન હેઠળ તા.૧૪/૧૨/૨૦૨૪ ને શનિવાર ના રોજ જિલ્લાની તમામ કોર્ટોમાં વર્ષ ૨૦૨૪ની “છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત”યોજાશે.

જાણો કયા કેસોનો નિકાલ આવી શકે

લોક અદાલત એ વૈકલ્પિક તકરાર નિવારણ પદ્ઘતિમાં પેન્ડીંગ કેસોનો સમાધાનના માધ્યમથી નિર્ણય કરાવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ તરીકે સ્વીકારવામાં આવેલ છે. લોક અદાલતમાં પેન્ડીંગ કેસો તેમજ પ્રિ-લીટીગેશન કેસો એટલે કે જે કેસો હજી સુધી કોર્ટમાં દાખલ થયેલ નથી, તેવા કેસોનો સમાવેશ કરવામાં આવે છે. લોક અદાલતમાં પેન્ડીંગ કેસો પૈકી, મોટર અકસ્માત હેઠળ વળતર કેસો, લેબર અદાલતના સમાઘાન પાત્ર કેસો, જમીનને લગતા, મિલકતોને લગતા, પાર્ટીશનને લગતા, બાકી લેણાંની વસુલાતના તેમજ અન્ય સિવિલ પ્રકારના કેસો, લગ્ન વિષયક તકરારના કેસો, બેંકના કેસો, ઇલેકટ્રીસીટીને લગતા કેસો, ચેક રીર્ટનના કેસો તેમજ ફોજદારી સમાધાન લાયક અને અન્ય સમાધાન લાયક કેસો મુકી શકાય છે.

નોટીસ માંડવાળ કરવામાં આવશે

પ્રિ-લીટીગેશન કેસોમાં બેંક, ઇલેકટ્રીસીટી, ટેલીફોન કંપનીના પ્રીલીટીગેશન કેસો મુકવામાં આવે છે. આ ઉપરાંત નેત્રમ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી સુરેન્દ્રનગર દ્વારા આપવામાં આવેલ ઇ-ચલણની નોટીસના કેસો પણ પ્રિ-લીટીગેશન લોક અદાલતમાં મુકવામાં આવે છે અને તેવા ઇ-ચલણની નોટીસ મુજબ દંડના નાંણા ભરી દેવાથી આ નોટીસ માંડવાળ કરવામાં આવે છે.

તમારા કેસ હોય તો તેનો પણ નિકાલ કરો

લોક અદાલતમાં નિર્ણય થયેલ કેસોમાં થયેલ એવોર્ડ કોર્ટના હુકમનામાની જેમ જ અમલવારી પાત્ર હોય છે. જેનો મહતમ લાભ લેવા તેમજ લોક અદાલતમાં કેસ મુકાવવા માટે સંબંધિત કોર્ટનો અથવા દરેક કોર્ટમાં કાર્યરત તાલુકા કાનુની સેવા સમિતિનો સંર્પક કરવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળની યાદીમાં જણાવાયું છે.