Ahmedabadના પાલડી વિસ્તારમાં આવેલ વિતરાગ ફલેટમાં છત ધરાશાયી થતા મચી દોડધામ
પાલડીના વિતરાગ ફલેટમાં સવારના સમયે ગેલેરીની ધત થઈ ધરાશાયી ફલેટની છત ધરાશાયી થતા સ્થાનિકો દોડીને બહાર આવ્યા વિતરાગ ફલેટ જર્જરીત હાલતમાં છે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ વિતરાગ ફલેટમાં આજે સવારે ફલેટની છત ધરાશાયી થતા દોડધામ મચી હતી,સાથે સાથે લોકો ગભરાઈને બહાર આવી ગયા હતા.જોકે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ના થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો,બીજી તરફ ફલેટમાં રિ-ડેવલપમેન્ટ લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે,પરંતુ ફલેટનું હજી કોઈ રિ-ડેવલપમેન્ટ કરાયું નથી. અગાઉ પણ ફલેટની છત ધરાશાયી થઈ હતી પાલડી વિસ્તારમાં આવેલ વિતરાગ સોસાયટીમાં આજે સવારે બાલકનીની છત ધરાશાયી થઈ હતી,આ ફલેટમાં 156 મકાનો આવેલા છે અને ફલેટ 40 વર્ષ કરતા પણ વધુ જૂના છે,અગાઉ પણ રિ-ડેવલેપમેન્ટને લઈ વિવાદ ઉભો થયો હતો.અગાઉ પણ આ ફલેટમાં એક મકાનની છત ધરાશાયી થવાની ઘટના બની હતી અને સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.સોસાયટી જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિકોને ઘરની અંદર રહેવામાં પણ ભય સતાવી રહ્યો છે. રિ-ડેવલપમેન્ટને લઈ વકર્યો છે વિવાદ આ ફલેટમાં રિ-ડેવલપમેન્ટને લઈ સ્થાનિકો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે,તેને લઈ હાલમાં કોઈ રિ-ડેવલપમેન્ટ કરાયું નથી.ફલેટના એક વ્યક્તિએ સોસાયટીના હોદ્દેદારો સામે પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદ પ્રમાણે આ સોસાયટી જર્જરીત હાલતમાં છે અને સોસાયટીના હોદ્દેદારો દ્વારા તેનું રિ-ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું નથી. અને વર્ષોથી અમે રિ-ડેવલપમેન્ટ માટેના પ્રયાસ કરી રહ્યા છે તેવું માત્ર આશ્વાસન આપવામાં આવે છે પરંતુ કામ થઈ રહ્યું નથી અને અમે ભયમા જીવી રહ્યા છીએ. ફલેટ જૂના હોવાથી સમસ્યા વધુ ફલેટ અત્યંત જૂના હોવાથી ફલેટમાં સમારકામ અથવા રિ-ડેવલપમેન્ટ જરૂરી છે.ફલેટના સત્તાધીશો કોઈ મોટી ઘટના બને તેની રાહ જોઈ રહ્યાં છે કે શું? શું કોઈ ઘટના બનશે અને કોઈના જીવ જશે તો કોણ જવાબદાર રહેશે ? ત્યારે ફલેટના ચેરમેન હોય કે સેક્રેટરી હોય તમામ લોકો સાથે મળીને ફલેટનું સમારકામ અથવા રિ-ડેવલપમેન્ટ કરે તે જરૂરી બન્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- પાલડીના વિતરાગ ફલેટમાં સવારના સમયે ગેલેરીની ધત થઈ ધરાશાયી
- ફલેટની છત ધરાશાયી થતા સ્થાનિકો દોડીને બહાર આવ્યા
- વિતરાગ ફલેટ જર્જરીત હાલતમાં છે
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ વિતરાગ ફલેટમાં આજે સવારે ફલેટની છત ધરાશાયી થતા દોડધામ મચી હતી,સાથે સાથે લોકો ગભરાઈને બહાર આવી ગયા હતા.જોકે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ના થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો,બીજી તરફ ફલેટમાં રિ-ડેવલપમેન્ટ લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે,પરંતુ ફલેટનું હજી કોઈ રિ-ડેવલપમેન્ટ કરાયું નથી.
અગાઉ પણ ફલેટની છત ધરાશાયી થઈ હતી
પાલડી વિસ્તારમાં આવેલ વિતરાગ સોસાયટીમાં આજે સવારે બાલકનીની છત ધરાશાયી થઈ હતી,આ ફલેટમાં 156 મકાનો આવેલા છે અને ફલેટ 40 વર્ષ કરતા પણ વધુ જૂના છે,અગાઉ પણ રિ-ડેવલેપમેન્ટને લઈ વિવાદ ઉભો થયો હતો.અગાઉ પણ આ ફલેટમાં એક મકાનની છત ધરાશાયી થવાની ઘટના બની હતી અને સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.સોસાયટી જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિકોને ઘરની અંદર રહેવામાં પણ ભય સતાવી રહ્યો છે.
રિ-ડેવલપમેન્ટને લઈ વકર્યો છે વિવાદ
આ ફલેટમાં રિ-ડેવલપમેન્ટને લઈ સ્થાનિકો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે,તેને લઈ હાલમાં કોઈ રિ-ડેવલપમેન્ટ કરાયું નથી.ફલેટના એક વ્યક્તિએ સોસાયટીના હોદ્દેદારો સામે પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદ પ્રમાણે આ સોસાયટી જર્જરીત હાલતમાં છે અને સોસાયટીના હોદ્દેદારો દ્વારા તેનું રિ-ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું નથી. અને વર્ષોથી અમે રિ-ડેવલપમેન્ટ માટેના પ્રયાસ કરી રહ્યા છે તેવું માત્ર આશ્વાસન આપવામાં આવે છે પરંતુ કામ થઈ રહ્યું નથી અને અમે ભયમા જીવી રહ્યા છીએ.
ફલેટ જૂના હોવાથી સમસ્યા વધુ
ફલેટ અત્યંત જૂના હોવાથી ફલેટમાં સમારકામ અથવા રિ-ડેવલપમેન્ટ જરૂરી છે.ફલેટના સત્તાધીશો કોઈ મોટી ઘટના બને તેની રાહ જોઈ રહ્યાં છે કે શું? શું કોઈ ઘટના બનશે અને કોઈના જીવ જશે તો કોણ જવાબદાર રહેશે ? ત્યારે ફલેટના ચેરમેન હોય કે સેક્રેટરી હોય તમામ લોકો સાથે મળીને ફલેટનું સમારકામ અથવા રિ-ડેવલપમેન્ટ કરે તે જરૂરી બન્યું છે.