Lakhtarમાં ફાયરિંગ કરનારા બે આરોપીઓને પોલીસે ઝડપ્યા

લખતર તાલુકાના ઘણાદ ગામે થયેલી ફાયરિંગની ઘટનાના બંને આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. લખતર તાલુકાના ઘણાદ ગામે થયેલી ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો.પરપ્રાંતીય યુવક ઉપર દેશી તમંચાથી ફાયરિંગ કરાયું હતું સામાન્ય નંબર ખોટો આપવાની બોલાચાલીમાં ઘણાદ ગામના બે યુવકો દ્વારા પરપ્રાંતીય મજૂરી કરતા યુવક ઉપર દેશી તમંચાથી ફાયરિંગ કરાયું હતું. ફાયરિંગ કરીને નાસી છૂટનાર બંને આરોપી મહાવીર સિંહ ઝાલા અને રસિકભાઈ કોળીને લખતર પોલીસે આખરે ઝડપી પાડ્યા છે. સુરેન્દ્રનગર ડીવાયએસપી અને લખતર પોલીસ દ્વારા હ્યુમનસોર્સ અને ટેક્નિકલ સોર્સ દ્વારા લખતર સીમમાંથી બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. બાતમીના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લીધા ડીવાયએસપી અને લખતર પોલીસને બંને એરોપીઓને લઈને બાતમી મળી હતી. પોલીસને બાતમી મળી હતી કે બંને આરોપીઓ લખતર વણા રોડ સીમની આસપાસ છુપાયેલા છે અને આ બાતમીના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. લખતર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને આરોપી ઉપર એટ્રોસિટી એક્ટ અને ફાયરિંગનો ગુનો લખતર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. લખતર પોલીસ દ્વારા મહાવીરસિંહ ઝાલા અને રસિકભાઈ કોળીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ તમામ ઘટનાની તપાસ સુરેન્દ્રનગરના ડીવાયએસપી વિશાલ રબારી દ્વારા ચલાવવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરના લખતરમાં આવારા તત્વો બેફામ બીજી તરફ સુરેન્દ્રનગરના લખતરમાં આવારા તત્વો બેફામ બન્યા છે. થોડા દિવસ પહેલા જ યુવકનું જાહેરમાં અપહરણ કરીને માર માર્યો હતો. 7 જેટલા શખ્સોએ અપહરણ કરીને યુવકને ઢોર માર માર્યો હતો. મારમારી યુવકને કેનાલમાં ફેંકી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો પણ સ્થાનિકોએ યુવકને કેનાલમાં નાખવાથી બચાવી લીધો હતો અને યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને કારણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવકના ગળામાંથી ચેઈન, મોબાઈલ અને રોકડ રકમની લૂંટ પણ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

Lakhtarમાં ફાયરિંગ કરનારા બે આરોપીઓને પોલીસે ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લખતર તાલુકાના ઘણાદ ગામે થયેલી ફાયરિંગની ઘટનાના બંને આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. લખતર તાલુકાના ઘણાદ ગામે થયેલી ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો.

પરપ્રાંતીય યુવક ઉપર દેશી તમંચાથી ફાયરિંગ કરાયું હતું

સામાન્ય નંબર ખોટો આપવાની બોલાચાલીમાં ઘણાદ ગામના બે યુવકો દ્વારા પરપ્રાંતીય મજૂરી કરતા યુવક ઉપર દેશી તમંચાથી ફાયરિંગ કરાયું હતું. ફાયરિંગ કરીને નાસી છૂટનાર બંને આરોપી મહાવીર સિંહ ઝાલા અને રસિકભાઈ કોળીને લખતર પોલીસે આખરે ઝડપી પાડ્યા છે. સુરેન્દ્રનગર ડીવાયએસપી અને લખતર પોલીસ દ્વારા હ્યુમનસોર્સ અને ટેક્નિકલ સોર્સ દ્વારા લખતર સીમમાંથી બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.

બાતમીના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લીધા

ડીવાયએસપી અને લખતર પોલીસને બંને એરોપીઓને લઈને બાતમી મળી હતી. પોલીસને બાતમી મળી હતી કે બંને આરોપીઓ લખતર વણા રોડ સીમની આસપાસ છુપાયેલા છે અને આ બાતમીના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. લખતર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને આરોપી ઉપર એટ્રોસિટી એક્ટ અને ફાયરિંગનો ગુનો લખતર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. લખતર પોલીસ દ્વારા મહાવીરસિંહ ઝાલા અને રસિકભાઈ કોળીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ તમામ ઘટનાની તપાસ સુરેન્દ્રનગરના ડીવાયએસપી વિશાલ રબારી દ્વારા ચલાવવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગરના લખતરમાં આવારા તત્વો બેફામ

બીજી તરફ સુરેન્દ્રનગરના લખતરમાં આવારા તત્વો બેફામ બન્યા છે. થોડા દિવસ પહેલા જ યુવકનું જાહેરમાં અપહરણ કરીને માર માર્યો હતો. 7 જેટલા શખ્સોએ અપહરણ કરીને યુવકને ઢોર માર માર્યો હતો. મારમારી યુવકને કેનાલમાં ફેંકી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો પણ સ્થાનિકોએ યુવકને કેનાલમાં નાખવાથી બચાવી લીધો હતો અને યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને કારણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવકના ગળામાંથી ચેઈન, મોબાઈલ અને રોકડ રકમની લૂંટ પણ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.