Banaskanthaમાં ફૂડ વિભાગનો સપાટો, નમૂના ફેલ થતા 5 વેપારી પેઢી સામે કાર્યવાહી

બનાસકાંઠામાં ફૂડ વિભાગનો સપાટો બોલાવ્યો છે. ઓક્ટોબર મહિનામાં ફૂડ વિભાગે લીધેલા 14 નમૂનામાં ઝેરી તત્વો મળી આવતા ફૂડ વિભાગ 5 વેપારી પેઢી સામે કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, બનાસકાંઠામાં ફૂડ વિભાગનો વધુ એક સપાટો બોલાવ્યો છે. ભેળસેળીયા વેપારીઓના ખાદ્ય પદાર્થોમાંથી 14 નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ઝેરી તત્વો મળી આવતા ખાદ્ય વેપારીઓમાં હડકંપ મચ્યો છે. ઓક્ટોબર માસમાં ફૂડ વિભાગે શંકાસ્પદ 14 જગ્યાઓએ દરોડા પાડીને સેમ્પલ લીધા હતા. 14 સેમ્પલ તપાસ અર્થે મોકલતા 14માંથી 5 સેમ્પલ ફેલ જણાતા કાર્યવાહી હાથ ધરી છે. 5 નમૂનામાં ફાયપ્રોનિલ, ફોનોકશાપ્રોપ પી ઇથાઇલ, ક્લોરપાયરીફોસ જેવા ઝેરી તત્વો મળી આવ્યા છે.નમૂના ફેલ થતા 5 વેપારી પેઢી સામે ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં થરાની એમ કે મસાલા, થરાદની વાંકલ કરિયાણા સ્ટોર્સ, પાલનપુરની એક્સકલુઝીવ સ્પાઇસીસ, પાલનપુરની યમી ફૂડ પ્રોડક્ટ અને થરાદના કુલદીપ કરિયાણામાંથી લીધેલા સેમ્પલ ફેલ થયા છે. ફૂડ વિભાગે પાંચેય પેઢી ધારાકો સામે અધિનિયમ 2006 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

Banaskanthaમાં ફૂડ વિભાગનો સપાટો, નમૂના ફેલ થતા 5 વેપારી પેઢી સામે કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠામાં ફૂડ વિભાગનો સપાટો બોલાવ્યો છે. ઓક્ટોબર મહિનામાં ફૂડ વિભાગે લીધેલા 14 નમૂનામાં ઝેરી તત્વો મળી આવતા ફૂડ વિભાગ 5 વેપારી પેઢી સામે કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ, બનાસકાંઠામાં ફૂડ વિભાગનો વધુ એક સપાટો બોલાવ્યો છે. ભેળસેળીયા વેપારીઓના ખાદ્ય પદાર્થોમાંથી 14 નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ઝેરી તત્વો મળી આવતા ખાદ્ય વેપારીઓમાં હડકંપ મચ્યો છે. ઓક્ટોબર માસમાં ફૂડ વિભાગે શંકાસ્પદ 14 જગ્યાઓએ દરોડા પાડીને સેમ્પલ લીધા હતા. 14 સેમ્પલ તપાસ અર્થે મોકલતા 14માંથી 5 સેમ્પલ ફેલ જણાતા કાર્યવાહી હાથ ધરી છે. 5 નમૂનામાં ફાયપ્રોનિલ, ફોનોકશાપ્રોપ પી ઇથાઇલ, ક્લોરપાયરીફોસ જેવા ઝેરી તત્વો મળી આવ્યા છે.

નમૂના ફેલ થતા 5 વેપારી પેઢી સામે ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં થરાની એમ કે મસાલા, થરાદની વાંકલ કરિયાણા સ્ટોર્સ, પાલનપુરની એક્સકલુઝીવ સ્પાઇસીસ, પાલનપુરની યમી ફૂડ પ્રોડક્ટ અને થરાદના કુલદીપ કરિયાણામાંથી લીધેલા સેમ્પલ ફેલ થયા છે. ફૂડ વિભાગે પાંચેય પેઢી ધારાકો સામે અધિનિયમ 2006 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.