Surat: દિવાળીના તહેવારને લઈને ફૂડ વિભાગ એક્શનમાં, ઘારી સહિતના મિઠાઇના નમુના લેવાયા

ગણતરીના દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યા છે. તહેવારોની સિઝનને ધ્યાનમાં લઇને સુરત શહેરમાં ફૂડ વિભાગ એક્શમાં આવ્યું છે. સુરત શહેરમાં ફૂડ વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ મિઠાઇની દુકાનમાંથી ઘારી, કાજૂકતરી, પૈંડા સહિતના નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ગતરોજ દુધના માવાના નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જયારે આજે ચંદી પડવાના તહેવારને લઈને ઘારી વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરીને નમુના લેવાની કામગીરી હાલ ચાલી રહી છે.આગામી સમયમાં ચંદી પડવો, દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે તહેવારોની સિઝનમાં સુરતીઓ મીઠાઈ ખાવાના શોખીન હોવાથી ઘારીનું ખુબ વેચાણ થતું હોય છે ત્યારે સુરત શહેરમાં ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગતરોજ દુધના માવાના નમુના લેવાની કામગીરી ફૂડ સેફટી ઓફિસરોએ હાથ ધરી હતી. આજે ચંદી પડવાના તહેવારોને ધ્યાને લઈને ઘારી વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરીને નમુના લેવાની કામગીરી હાથ ધરી હતી. ફૂડ સેફટી ઓફિસરોએ અલગ અલગ ટીમો બનાવીને ઘારી વિક્રેતાઓને ત્યાં આજે તપાસ હાથ ધરી હતી અને નમુના લઈને પુથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા.ફૂડ ઓફિસર ડીઆર બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ચંદી પડવાનો તહેવાર આવી રહ્યો છે. આ તહેવાર દરમ્યાન ઘારીનું વેચાણ ખુબ જ થતું હોય છે ત્યારે આજરોજ ઘારી વિક્રેતાઓને ત્યાં ચેકિંગ અને નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અલગ અલગ ટીમો બનાવીને આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને રીપોર્ટમાં કોઈ ખામી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Surat: દિવાળીના તહેવારને લઈને ફૂડ વિભાગ એક્શનમાં, ઘારી સહિતના મિઠાઇના નમુના લેવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગણતરીના દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યા છે. તહેવારોની સિઝનને ધ્યાનમાં લઇને સુરત શહેરમાં ફૂડ વિભાગ એક્શમાં આવ્યું છે. સુરત શહેરમાં ફૂડ વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ મિઠાઇની દુકાનમાંથી ઘારી, કાજૂકતરી, પૈંડા સહિતના નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ગતરોજ દુધના માવાના નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જયારે આજે ચંદી પડવાના તહેવારને લઈને ઘારી વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરીને નમુના લેવાની કામગીરી હાલ ચાલી રહી છે.

આગામી સમયમાં ચંદી પડવો, દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે તહેવારોની સિઝનમાં સુરતીઓ મીઠાઈ ખાવાના શોખીન હોવાથી ઘારીનું ખુબ વેચાણ થતું હોય છે ત્યારે સુરત શહેરમાં ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગતરોજ દુધના માવાના નમુના લેવાની કામગીરી ફૂડ સેફટી ઓફિસરોએ હાથ ધરી હતી.

આજે ચંદી પડવાના તહેવારોને ધ્યાને લઈને ઘારી વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરીને નમુના લેવાની કામગીરી હાથ ધરી હતી. ફૂડ સેફટી ઓફિસરોએ અલગ અલગ ટીમો બનાવીને ઘારી વિક્રેતાઓને ત્યાં આજે તપાસ હાથ ધરી હતી અને નમુના લઈને પુથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા.

ફૂડ ઓફિસર ડીઆર બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ચંદી પડવાનો તહેવાર આવી રહ્યો છે. આ તહેવાર દરમ્યાન ઘારીનું વેચાણ ખુબ જ થતું હોય છે ત્યારે આજરોજ ઘારી વિક્રેતાઓને ત્યાં ચેકિંગ અને નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અલગ અલગ ટીમો બનાવીને આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને રીપોર્ટમાં કોઈ ખામી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.