Surat : ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યો વેપારી, ઠગબાજોએ પડાવ્યા લાખો રૂપિયા

સુરતમાંથી ડિજિટલ એરેસ્ટનો કિસ્સો સામે આવ્યો. પાલના વેપારી ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા. ઠગટોળકીએ વેપારીને મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી 64 લાખ રૂપિયા પડાવ્યા. ઠગબાજે પોલીસ બની વેપારીને ધમકી આપી કે તેમના પર મની લોન્ડરિંગનો કેસ થયો છે. આ કેસની પતાવટ કરવી હોય તો તમે માંગ્યા મુજબ રૂપિયા આપી દો. રુપિયા ગુમાવ્યા બાદ વેપારીને ભાન થયું અને સાયર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી.વેપારીને ડિજિટલ એરેસ્ટશહેરમાં પાલના 65 વર્ષય વેપારીને ડિજિટલ એરેસ્ટ કરી 64 લાખ પાડવાનો કિસ્સો સામે આવ્યો. ઠગટોળકીએ વેપારીને મુંબઈ ક્રાઈમ પોલીસની ઓળખ આપી ડિજિટલ એરેસ્ટ કર્યા.તેના બાદ ઠગબાજોએ વેપારીને ધમકી આપી કે તમારા મની લોન્ડરિંગનો કેસ થયો છે. વેપારીએ તેમની વાત ના માની અને કહ્યું કે આ સાવ ખોટી બાબત છે. ત્યારે ઠગબાજોએ પોતાની વાત સાબિત કરવા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના પ્રદીપ સાવંતની ઓળખ આપી અને કોર્ટનું બોગસ એરેસ્ટ વોરંટ બતાવ્યું. કોર્ટનો લેટર જોયા બાદ વેપારી ઠગબાજોની ધમકીને વશ થઈ માંગ્યા મુજબ પૈસા આપવા લાગ્યા. આ ઘટનામાં વેપારીને ઠગબાજોએ 19 દિવસમાં 28 કલાક ડિજિટલ એરેસ્ટ રાખી રુપિયા પડાવ્યા. સાયબર ફરિયાદબાદમાં વેપારી સમગ્ર હકીકતની તપાસ કરતાં છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી. સાયબર ક્રાઈમે સમગ્ર ઘટનાની તપાસ કરતાં ઠગબાજો સુધી પંહોચવામાં સફળતા મળી. આખરે પોલીસ ઠગ ટોળકીને ઝડપી પાડી. ડિજિટલ એરએસ્ટને સાયબર ફ્રોડના ગુનામાં ગણાય છે. ડિજિટલ યુગ તરફ આગળ વધતાં આપણે ગેરરીતિમાં પણ ડિજિટિલાઈઝેશ થઈ રહ્યું છે. ડિજિટલ એરેસ્ટના કિસ્સા વધ્યાછેલ્લા ત્રણ ચાર વર્ષમાં ડિજિટલ એરેસ્ટના કિસ્સા વધી રહ્યા છે. સામાન્ય માણસથી લઈને મોટા બિલ્ડરો અને વેપારીઓ પણ ડિજિટલ એરેસ્ટ ફ્રોડમાં લાખો અને કરોડો રૂપિયા ગુમાવે છે. ભારતમાં નોંધાતા સાયબર ક્રાઈમના ગુનામાં ગુજરાત સાતમા ક્રમે આવે છે. ગુજરાત પોલીસ દ્વારા લોકોને આવા સાયબર ગુનાથી બચવા અજાણ્યા ફોન કોલ કે કોઈ લિંક પર કલીક ના કરવા તેમજ ઓટીપી શેર ના કરવાની વારંવાર સલાહ આપવામાં આવતી હોય છે. 

Surat : ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યો વેપારી, ઠગબાજોએ પડાવ્યા લાખો રૂપિયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાંથી ડિજિટલ એરેસ્ટનો કિસ્સો સામે આવ્યો. પાલના વેપારી ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા. ઠગટોળકીએ વેપારીને મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી 64 લાખ રૂપિયા પડાવ્યા. ઠગબાજે પોલીસ બની વેપારીને ધમકી આપી કે તેમના પર મની લોન્ડરિંગનો કેસ થયો છે. આ કેસની પતાવટ કરવી હોય તો તમે માંગ્યા મુજબ રૂપિયા આપી દો. રુપિયા ગુમાવ્યા બાદ વેપારીને ભાન થયું અને સાયર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી.

વેપારીને ડિજિટલ એરેસ્ટ

શહેરમાં પાલના 65 વર્ષય વેપારીને ડિજિટલ એરેસ્ટ કરી 64 લાખ પાડવાનો કિસ્સો સામે આવ્યો. ઠગટોળકીએ વેપારીને મુંબઈ ક્રાઈમ પોલીસની ઓળખ આપી ડિજિટલ એરેસ્ટ કર્યા.તેના બાદ ઠગબાજોએ વેપારીને ધમકી આપી કે તમારા મની લોન્ડરિંગનો કેસ થયો છે. વેપારીએ તેમની વાત ના માની અને કહ્યું કે આ સાવ ખોટી બાબત છે. ત્યારે ઠગબાજોએ પોતાની વાત સાબિત કરવા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના પ્રદીપ સાવંતની ઓળખ આપી અને કોર્ટનું બોગસ એરેસ્ટ વોરંટ બતાવ્યું. કોર્ટનો લેટર જોયા બાદ વેપારી ઠગબાજોની ધમકીને વશ થઈ માંગ્યા મુજબ પૈસા આપવા લાગ્યા. આ ઘટનામાં વેપારીને ઠગબાજોએ 19 દિવસમાં 28 કલાક ડિજિટલ એરેસ્ટ રાખી રુપિયા પડાવ્યા.

સાયબર ફરિયાદ

બાદમાં વેપારી સમગ્ર હકીકતની તપાસ કરતાં છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી. સાયબર ક્રાઈમે સમગ્ર ઘટનાની તપાસ કરતાં ઠગબાજો સુધી પંહોચવામાં સફળતા મળી. આખરે પોલીસ ઠગ ટોળકીને ઝડપી પાડી. ડિજિટલ એરએસ્ટને સાયબર ફ્રોડના ગુનામાં ગણાય છે. ડિજિટલ યુગ તરફ આગળ વધતાં આપણે ગેરરીતિમાં પણ ડિજિટિલાઈઝેશ થઈ રહ્યું છે.

ડિજિટલ એરેસ્ટના કિસ્સા વધ્યા

છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ડિજિટલ એરેસ્ટના કિસ્સા વધી રહ્યા છે. સામાન્ય માણસથી લઈને મોટા બિલ્ડરો અને વેપારીઓ પણ ડિજિટલ એરેસ્ટ ફ્રોડમાં લાખો અને કરોડો રૂપિયા ગુમાવે છે. ભારતમાં નોંધાતા સાયબર ક્રાઈમના ગુનામાં ગુજરાત સાતમા ક્રમે આવે છે. ગુજરાત પોલીસ દ્વારા લોકોને આવા સાયબર ગુનાથી બચવા અજાણ્યા ફોન કોલ કે કોઈ લિંક પર કલીક ના કરવા તેમજ ઓટીપી શેર ના કરવાની વારંવાર સલાહ આપવામાં આવતી હોય છે.