Surat : કુખ્યાત આરીફ મીંડીના નવા પેંતરા, પોલીસને ચકમો આપવા બ્રિજની છટકબારી..

સુરતમાં ગુનેગારો પોલીસથી બચવા અવનવા પેંતરા રચતા હોવાનું સામે આવ્યું. શહેરના કુખ્યાતે પોલીસને ચકમો આપવા ફ્લાયઓવર બનાવ્યો. કુખ્યાત આરીફ મીંડી પોલીસ પકડવા આવે તો આ બ્રિજનો ઉપયોગ કરી પલાયન થઈ જતો. મનપા અને પોલીસે કુખ્યાતના પેંતરા નિષ્ફળ બનાવવા કામગીરી હાથ ધરી.ફરાર થવાની નવી તરકીબશહેરમાં ગુનાહીત પ્રવૃત્તિમાં વધારો થયો છે. આરીફ મીંડી નામના શખ્સ પર અનેક ગુનાઓને લઈને ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ચોપડે કુખ્યાત આરોપી આરીફ મીંડી હેરાફેરી, લૂંટ, ડ્રગ્સની ઘૂસણખોરી જેવા અનેક ગુનાઓમાં સામેલ છે. જયારે પણ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ આરીફને પકડવા તેના ઘેર જાય ત્યારે તે છટકી જતો. અંતે સામે આવ્યું કે કુખ્યાત આરીફે બે ઘરના રસ્તા વચ્ચે એક લોખંડનો ફલાય ઓવર બનાવ્યો છે. આથી જ્યારે પણ તપાસ માટે પોલીસ આવે ત્યારે આ ફલાયર ઓર બ્રિજનો ઉપયોગ કરી આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતો. આ હકીકત સામે આવ્યા બાદ મનપા અને પોલીસે ફ્લાઈ ઓવેરને તોડવાની કાર્યવાહી શરૂ કરી. પોલીસે આરીફ મીંડી અને તેની ગેંગ પર ગુજસીટોક દાખલ કર્યો. પોલીસની પકડમાં કુખ્યાત આરીફકુખ્યાત આરીફ મીંડી અને તેની ગેંગ પર પોલીસ દ્વારા ગુજસીટોક કાયદો લાગુ કરાતા હવે શહેરમાં શાંતિનું વાતાવરણ જોવા મળી શકે. આરીફ મીંડી અને તેની ગેંગ અનેક વખત ડાયમંડના વેપારીઓને ધમકી તેમજ ચોરી કરવાના ગુનામાં સામેલ હોવાની તેમને બાતમી મળી હતી. પરંતુ પુરાવાના અભાવે ગુનેગાર છટકી જતો. પરંતુ આ વખતે પોલીસે ગુજસીટોક દાખલ કરી ગુનેગાર પર નિયંત્રણ લાવવા પ્રયાસ કર્યો છે. નોંધનીય છે કે ગુજસીટોક કાયદો ત્યારે લાગુ કરાય છે જ્યારે અસમાજિક તત્ત્વો દ્વારા ગેંગ બનાવી નિર્દોષ પ્રજાને હેરાન કરવામાં આવે છે. તેમજ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આતંકવાદને પ્રોત્સાહન આપનાર લોકો ઉપર આ કાનૂન લાગુ કરવામાં આવે છે. આ કાનૂન હેઠળ પકડાયેલા આરોપીને 5 વર્ષથી કેદથી લઈને આજીવન કારાવાસ સુધીની સજા થઈ શકે છે.

Surat : કુખ્યાત આરીફ મીંડીના નવા પેંતરા, પોલીસને ચકમો આપવા બ્રિજની છટકબારી..

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં ગુનેગારો પોલીસથી બચવા અવનવા પેંતરા રચતા હોવાનું સામે આવ્યું. શહેરના કુખ્યાતે પોલીસને ચકમો આપવા ફ્લાયઓવર બનાવ્યો. કુખ્યાત આરીફ મીંડી પોલીસ પકડવા આવે તો આ બ્રિજનો ઉપયોગ કરી પલાયન થઈ જતો. મનપા અને પોલીસે કુખ્યાતના પેંતરા નિષ્ફળ બનાવવા કામગીરી હાથ ધરી.

ફરાર થવાની નવી તરકીબ

શહેરમાં ગુનાહીત પ્રવૃત્તિમાં વધારો થયો છે. આરીફ મીંડી નામના શખ્સ પર અનેક ગુનાઓને લઈને ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ચોપડે કુખ્યાત આરોપી આરીફ મીંડી હેરાફેરી, લૂંટ, ડ્રગ્સની ઘૂસણખોરી જેવા અનેક ગુનાઓમાં સામેલ છે. જયારે પણ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ આરીફને પકડવા તેના ઘેર જાય ત્યારે તે છટકી જતો. અંતે સામે આવ્યું કે કુખ્યાત આરીફે બે ઘરના રસ્તા વચ્ચે એક લોખંડનો ફલાય ઓવર બનાવ્યો છે.

આથી જ્યારે પણ તપાસ માટે પોલીસ આવે ત્યારે આ ફલાયર ઓર બ્રિજનો ઉપયોગ કરી આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતો. આ હકીકત સામે આવ્યા બાદ મનપા અને પોલીસે ફ્લાઈ ઓવેરને તોડવાની કાર્યવાહી શરૂ કરી. પોલીસે આરીફ મીંડી અને તેની ગેંગ પર ગુજસીટોક દાખલ કર્યો. 

પોલીસની પકડમાં કુખ્યાત આરીફ

કુખ્યાત આરીફ મીંડી અને તેની ગેંગ પર પોલીસ દ્વારા ગુજસીટોક કાયદો લાગુ કરાતા હવે શહેરમાં શાંતિનું વાતાવરણ જોવા મળી શકે. આરીફ મીંડી અને તેની ગેંગ અનેક વખત ડાયમંડના વેપારીઓને ધમકી તેમજ ચોરી કરવાના ગુનામાં સામેલ હોવાની તેમને બાતમી મળી હતી. પરંતુ પુરાવાના અભાવે ગુનેગાર છટકી જતો. પરંતુ આ વખતે પોલીસે ગુજસીટોક દાખલ કરી ગુનેગાર પર નિયંત્રણ લાવવા પ્રયાસ કર્યો છે. નોંધનીય છે કે ગુજસીટોક કાયદો ત્યારે લાગુ કરાય છે જ્યારે અસમાજિક તત્ત્વો દ્વારા ગેંગ બનાવી નિર્દોષ પ્રજાને હેરાન કરવામાં આવે છે. તેમજ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આતંકવાદને પ્રોત્સાહન આપનાર લોકો ઉપર આ કાનૂન લાગુ કરવામાં આવે છે. આ કાનૂન હેઠળ પકડાયેલા આરોપીને 5 વર્ષથી કેદથી લઈને આજીવન કારાવાસ સુધીની સજા થઈ શકે છે.