Surat : કડોદરામાં બુટલેગર જૂથો વચ્ચે લોહિયાળ જંગ, એકને પગમાં ગોળી વાગી; ચપ્પુથી હુમલામાં 2 ઘાયલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના કડોદરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત હોવાના આક્ષેપો વચ્ચે ગત રાત્રે ક્રિષ્ના નગર સોસાયટીમાં બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ સર્જાઈ હતી. ચપ્પુ અને બંદૂકથી થયેલા હુમલામાં એક વ્યક્તિને પગમાં ગોળી વાગી હતી, જ્યારે 2 લોકો પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે.
બે જૂથો વચ્ચે ધમસાણ
મળતી માહિતી મુજબ અજય બાદશાહ અને સાહીલ મકવાણા સાથે સંકળાયેલા જૂથના માણસો વચ્ચે તકરાર બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બંને જૂથો વચ્ચે મારામારી દરમિયાન ચપ્પુ અને બંદૂકનો ઉપયોગ થતાં સ્થિતિ ગંભીર બની હતી. જાહેર વિસ્તારમાં થયેલી આ અથડામણને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
નયન પાટીલને પગમાં ગોળી
અથડામણ દરમિયાન નયન પાટીલ નામના વ્યક્તિના પગમાં ગોળી વાગી હતી. ગોળી વાગતાં તેને તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં બંદૂકનો ઉપયોગ કેવી રીતે થયો અને ગોળીબાર પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
અજય બાદશાહ અને કાલુ પર ચપ્પુથી હુમલો
અજય બાદશાહ અને કાલુ ઉર્ફે સંતોષ જયસવાલ પર પણ ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. બંનેને ઈજા થતાં સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે વધુ વિગતો પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.સાહીલ મકવાણા પોલીસ કસ્ટડીમાં
ઘટનામાં સાહીલ મકવાણાની કડોદરા પોલીસે અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પીન્કેશ નામનો શખ્સ ઘટનાસ્થળેથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હોવાની માહિતી છે. પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.કડોદરા પોલીસની ફરિયાદની કાર્યવાહી
ઘટના બાદ કડોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. કયા કારણોસર બંને જૂથો વચ્ચે વિવાદ થયો અને અથડામણમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા હતા તે અંગે તપાસ ચાલી રહી છે. કડોદરામાં વારંવાર અસામાજિક તત્વો વચ્ચેની અથડામણની ઘટનાઓ સામે આવતા પોલીસની કામગીરી અને કાયદો-વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો : Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

