Surat: આવનારા 3 દિવસ રહેશે વરસાદ, 17 ઝાડ પડતાં લેવાયા ખાસ પગલા

1 દિવસમાં સુરતમાં 17 જેટલાં વૃક્ષ ધરાશાયી થયા આવનારા 3 દિવસની આગાહીને લઈને ખાસ કંટ્રોલ રૂમ તૈયાર થયો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને નુકસાન રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ શકે છે અને જેને લઈ આગામી 5 દિવસ સુધીમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. સુરતમાં હવામાન વિભાગ દ્વારા આવનારા 3 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે સુરત શહેર ફાયર વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. એકસ્ટ્રા કંટ્રોલ રૂમ કરાયો તૈયાર સુરત શહેર ફાયર વિભાગ હાલમાં એલર્ટ મોડમાં છે. આવનારા 3 દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે ખાસ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. ગઈકાલે એટલે કે સોમવારે અહીં ભારે પવનો ફૂંકાયા હતા. રાતે 10 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધીની વાત કરીએ તો અહીં કુલ 17 જેટલા ઝાડ પડી ગયા હતા. ઓલપાડના કુંભારી ગામે વરસાદનો કહેર સુરતની વાત કરીએ તો અહીં ઓલપાડ ગામમાં ડાંગરના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે. હાલમાં સ્થિતિ એવી છે કે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને નુકસાન થયું છે. તલ, મગ, બાગાયતી પાક અને કેરીને નુકસાન થયું છે. નુકશાનનો સર્વે કરવાની ખેડૂતોની માંગ સામે આવી છે. સર્વે કરી નુકસાનનું વળતર આપવા માંગ કરી છે. 

Surat: આવનારા 3 દિવસ રહેશે વરસાદ, 17 ઝાડ પડતાં લેવાયા ખાસ પગલા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 1 દિવસમાં સુરતમાં 17 જેટલાં વૃક્ષ ધરાશાયી થયા
  • આવનારા 3 દિવસની આગાહીને લઈને ખાસ કંટ્રોલ રૂમ તૈયાર થયો
  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને નુકસાન

રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ શકે છે અને જેને લઈ આગામી 5 દિવસ સુધીમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. સુરતમાં હવામાન વિભાગ દ્વારા આવનારા 3 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે સુરત શહેર ફાયર વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.


એકસ્ટ્રા કંટ્રોલ રૂમ કરાયો તૈયાર

સુરત શહેર ફાયર વિભાગ હાલમાં એલર્ટ મોડમાં છે. આવનારા 3 દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે ખાસ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. ગઈકાલે એટલે કે સોમવારે અહીં ભારે પવનો ફૂંકાયા હતા. રાતે 10 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધીની વાત કરીએ તો અહીં કુલ 17 જેટલા ઝાડ પડી ગયા હતા.


ઓલપાડના કુંભારી ગામે વરસાદનો કહેર

સુરતની વાત કરીએ તો અહીં ઓલપાડ ગામમાં ડાંગરના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે. હાલમાં સ્થિતિ એવી છે કે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને નુકસાન થયું છે. તલ, મગ, બાગાયતી પાક અને કેરીને નુકસાન થયું છે. નુકશાનનો સર્વે કરવાની ખેડૂતોની માંગ સામે આવી છે. સર્વે કરી નુકસાનનું વળતર આપવા માંગ કરી છે.