Surat PCB પોલીસનું દિલધડક ઓપરેશન, 30 કિમી સુધી પીછો કરી બુલટેગરને ઝડપ્યો

સુરતમાં ફિલ્મી સ્ટાઈલમાં બુટલેગરની કાર પીસીબી પોલીસે ઝડપી છે,શહેર પોલીસનું જિલ્લા પોલીસની હદમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે તો બીજી તરફ સુરત જિલ્લા પોલીસ ઊંઘતી ઝડપાઈ છે,બારડોલી રૂરલ પોલીસની હદમાં દિલધડક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે જેમાં 30થી વધુ કિમી સુધી શહેર PCBની ટીમે પીછો કરીને કારને ઝડપી પાડી છે અને બુટલેગરની તપાસ હાથધરી છે.પોલીસે બુટલેગરને પકડવા પાછળથી પીકઅપને ઠોકી બારડોલીના સરભણ ચાંદ દેવી પાસે આ બનાવ બન્યો હતો જેમાં બુટલેગરની દારૂ ભરેલી પીકઅપ વાન ઝડપી પાડી છે.દમણથી નીકળેલી પીકઅપમાં દારૂ હોવાની પીસીબીની ટીમને બાતમી મળી હતી અને ટીમે ભેગા મળીને એક બુટલેગરને ઝડપી પાડયો છે.દારૂ કયાં અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ તપાસ હાથધરી છે.સુરતની ગ્રામ્ય પોલીસ પણ ઉંઘતી હતી કે શુ તેને લઈ સવાલો ઉભા થયા છે,દમણથી સુરત દારૂ ઘુસાડવા માટે કાર મોડી રાત્રે દમણથી નિકળી હતી. સુરત પીસીબીની મોટી કાર્યવાહી સુરત PCBને મોટી સફળતા મળી છે, કારણ કે, ઓરિસ્સા ગેંગરેપ વીથ મર્ડર કેસનો ભેદ ઉકેલ્યો છે. યુવતીનું રેલવે સ્ટેશનથી અપહરણ કરીને જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરીને ક્રૂર હત્યા કરી હતી. આરોપીને પકડવા દેશભરની પોલીસને જાણ કરાઈ હતી. આખરે સુરત PCBએ 3 આરોપીઓને સુરત PCBએ ઝડપી પાડ્યા છે.આરોપીના પેન્ટ ઉપર લાગેલા ટેલરના લેબલથી સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો છે. મળતી માહિતી મુજબ, ત્રણ નરાધમોએ 18 વર્ષ ની દીકરીનું રેલવે સ્ટેશનથી અપહરણ કર્યું હતું. ત્યાર બાદ જંગલમાં લઇ જઈ તેની સાથે દુષ્કર્મ કરી તેની ચપ્પુના ઘા જીકી હત્યા કરી નાખી હતી. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટનાની પરિવારજનોએ પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવતા આરોપીને પકડવા દેશભરની પોલીસને જાણ કરવામાં આવી હતી.

Surat PCB પોલીસનું દિલધડક ઓપરેશન, 30 કિમી સુધી પીછો કરી બુલટેગરને ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં ફિલ્મી સ્ટાઈલમાં બુટલેગરની કાર પીસીબી પોલીસે ઝડપી છે,શહેર પોલીસનું જિલ્લા પોલીસની હદમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે તો બીજી તરફ સુરત જિલ્લા પોલીસ ઊંઘતી ઝડપાઈ છે,બારડોલી રૂરલ પોલીસની હદમાં દિલધડક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે જેમાં 30થી વધુ કિમી સુધી શહેર PCBની ટીમે પીછો કરીને કારને ઝડપી પાડી છે અને બુટલેગરની તપાસ હાથધરી છે.

પોલીસે બુટલેગરને પકડવા પાછળથી પીકઅપને ઠોકી

બારડોલીના સરભણ ચાંદ દેવી પાસે આ બનાવ બન્યો હતો જેમાં બુટલેગરની દારૂ ભરેલી પીકઅપ વાન ઝડપી પાડી છે.દમણથી નીકળેલી પીકઅપમાં દારૂ હોવાની પીસીબીની ટીમને બાતમી મળી હતી અને ટીમે ભેગા મળીને એક બુટલેગરને ઝડપી પાડયો છે.દારૂ કયાં અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ તપાસ હાથધરી છે.સુરતની ગ્રામ્ય પોલીસ પણ ઉંઘતી હતી કે શુ તેને લઈ સવાલો ઉભા થયા છે,દમણથી સુરત દારૂ ઘુસાડવા માટે કાર મોડી રાત્રે દમણથી નિકળી હતી.

સુરત પીસીબીની મોટી કાર્યવાહી

સુરત PCBને મોટી સફળતા મળી છે, કારણ કે, ઓરિસ્સા ગેંગરેપ વીથ મર્ડર કેસનો ભેદ ઉકેલ્યો છે. યુવતીનું રેલવે સ્ટેશનથી અપહરણ કરીને જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરીને ક્રૂર હત્યા કરી હતી. આરોપીને પકડવા દેશભરની પોલીસને જાણ કરાઈ હતી. આખરે સુરત PCBએ 3 આરોપીઓને સુરત PCBએ ઝડપી પાડ્યા છે.આરોપીના પેન્ટ ઉપર લાગેલા ટેલરના લેબલથી સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો છે. મળતી માહિતી મુજબ, ત્રણ નરાધમોએ 18 વર્ષ ની દીકરીનું રેલવે સ્ટેશનથી અપહરણ કર્યું હતું. ત્યાર બાદ જંગલમાં લઇ જઈ તેની સાથે દુષ્કર્મ કરી તેની ચપ્પુના ઘા જીકી હત્યા કરી નાખી હતી. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટનાની પરિવારજનોએ પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવતા આરોપીને પકડવા દેશભરની પોલીસને જાણ કરવામાં આવી હતી.