Surat News : સુરતના પુણામાં મહિલા PSI સામે અભદ્ર ટિપ્પણી કરનાર ઝડપાયો, પોસ્ટ પર કરી હતી અશ્લીલ કોમેન્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના પુણા પોલીસ સ્ટેશને એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં સોશિયલ મીડિયામાં પોલીસ વિરુદ્ધ ટિપ્પણી કરનાર ઝડપાયો છે, વિરોધ પક્ષ નેતા પર પોલીસે અત્યાચાર ગુજાર્યાના આક્ષેપ સાથે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરી હતી અને પુણા પોલીસે કુલ 4 લોકો સામે નોંધી હતી ફરિયાદ, પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર ઝડપાયો
આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન વિપક્ષી નેતા પાયલ સાકરીયાને મહિલા PSI દ્વારા માર માર્યાની પોસ્ટ કાર્યકર દ્વારા મુકાયા બાદ આ PSI વિરુદ્ધ અશ્લીલ ટિપ્પણી કરનાર ચાર પૈકી એકની પૂણા પોલીસે ધરપકડ કરી હતી. ગત અઠવાડિયે મનપાની હોસ્પિટલના લોકાર્પણ વખતે આપના કાર્યકરોને પોલીસે ડિટેઇન કર્યા હતા. તે વખતે વિપક્ષી નેતા પાયલ સાકરીયાને ઇજા થઈ હતી. તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરાઈ હતી. પાયલ સાકરીયા પર પોલીસે દમન કર્યું હોવાની પોસ્ટ આપના કાર્યકર્તા રજનીકાંત વાઘાણીએ ફેસબુક પર કરી હતી.
અત્યંત બીભત્સ કહી શકાય તેવી ટિપ્પણી કરી હતી આરોપીઓએ
જેને લઈને અલગ અલગ કોમેન્ટનો મારો શરૂ થયો હતો. જોકે ચાર ફેસબુક યુઝર મર્યાદા ઓળંગી ગયા હતા. મહિલા PSIને ટાર્ગેટ કરી ગરિમા ભૂલી આપત્તિજનક ટિપ્પણીઓનો મારો ચલાવ્યો હતો. મહિલા પોલીસને ફેસબુક પર કેટલાક શખ્સો દ્વારા ખરાબ ચિતરવામાં આવી રહ્યાની અને તેમની પર અશ્લીલ કોમેન્ટ ટિપ્પણીઓ કરાતી હોવાની વાત સુરત પોલીસ સુધી પહોંચી હતી. મહિલા પોલીસ કર્મચારી માટે અણછાજતી કહી શકાય તેવી ટિપ્પણીને સુરત પોલીસે ગંભીરતાથી લઇ અભદ્ર ટિપ્પણી કરનાર ફેસબુક આઈ.ડી. ધારક કેતન પટેલ, વિજય પટેલ, રાજ જસાણી અને જય મહાકાલ નામથી આઈ.ડી.ધારક વિરુદ્ધ પૂણા પોલીસે છેડતી અને આઈ.ટી. એક્ટની કલમ અંતર્ગત ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે વિજય બાબુ પેથાણી (રહે. ગોદાવરીપાર્ક, પૂણાગામ)ની ધરપકડ કરી હતી. રત્નકલાકાર તરીકે કામ કરતાં આ યુવકની વિજય પટેલ તરીકે ફેસબુક પર આઈ.ડી. હતી અને તેણે અત્યંત બીભત્સ કહી શકાય તેવી ટિપ્પણી કરી હતી.
What's Your Reaction?






