Surat News : લીંબાયતની 8 દુકાનોમાંથી ઝડપાયા નકલી ખાદ્ય તેલના ડબ્બા

સુરતના લીંબાયતમાં 8 દુકાનોમાં LCB પોલીસ અને ઝોન 2ની રેડ જાણીતી બ્રાન્ડના લેબલનો કરતા હતા ઉપયોગ લેબલ અને બુચની કોપી કરી વેચતા હતા ઓઈલ સુરત એ ક્રાઈમનું હબ બની બની રહ્યું છે,ત્યારે સુરતમાંથી ઘી અને નકલી ખાદ્ય તેલ વારંવાર ફુડ વિભાગ અને પોલીસના હાથે ઝડપાઈ જાય છે,આજે આવી એક કામગીરી સુરત LCB અને ઝોન 2 દ્વારા કરવામાં આવી હતી,પોલીસે 8 દુકાનમાં દરોડા પાડી જાણીતી તેલની કંપનીના ડબ્બા જપ્ત કર્યા હતા.વેપારીઓ દ્વારા લેબલ તથા બુચની કોપી કરી તેલના ડબ્બા પર કોપી રાઈટ લેબલનો ઉપયોગ કરતા હતા,પોલીસ તપાસ દરમિયાન પોલીસે કપાસિયા તેલના 54 ડબ્બા જપ્ત કરી ગુનો નોંધ્યો છે. એક મહિના અગાઉ રાંદેરમાંથી નકલી ઘી ઝડપાયુ રાંદેર ઝોનમાં ગોગા ચોક વિસ્તારમાં રાજેશ પટેલ નામના વ્યક્તિ દ્વારા નકલી ઘી બનાવવામાં આવતું હોવાની માહિતી પાલિકાને મળી હતી. આ વ્યક્તિ દ્વારા વનસ્પતિ ઘી તથા રાગ વનસ્પતિ ઘી તથા જેમીની સોયાબીન તેલ તથા હળદર તથા સુગંધી ફ્લેવર્ડનું ભેળસેળ કરી શુદ્ધ ઘી ના નામે બનાવટી ઘી બનાવવામાં આવ્યું હતું. આ જથ્થો તૈયાર કરીને શહેરના જુદા જુદા વિસ્તારની ડેરીમાં વેચાણ કરવામાં આવતું હતું. આ ઉપરાંત તમામ ધીના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીના લેબલ લગાવવામાં આવતા હતા. પાલિકાના આરોગ્ય વિભાગે 225 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપીને પરીક્ષા માટે લેબોરેટરીમાં મોકલી આપ્યું હતું. આ ઉપરાંત સ્થળ પરથી લના પીપ તથા પ્લાસ્ટીકના પીપ અને ટબમાં રહેલ છુટક ઘીના નમુના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા માટે કવાયત શરૂ કરી હતી. નકલીનો ખેલ થોડો દિવસો પહેલા જ સુરતમાંથી નકલી શેમ્પુ અને નકલી ગુટખા બનાવતું ગોડાઉન ઝડપાયું હતું. રાજ્યમાંથી એક બાદ એક નકલી વસ્તુઓ સામે આવી રહી છે. સુરત પોલીસે દરોડા પાડી આ નકલી વસ્તુ બનાવતા ગોડાઉનનો પર્દાફાશ કર્યો હતો. ઓપલાડના માસમાં ગામેથી ડુપ્લીકેટ શેમ્પુ અને ગુટખા બનાવવાનું નેટવર્ક ઝડપાયું હતું. માસમા ગામે ચાંદ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાંથી આ ગોડાઉન ઝડપાયું હતું. ઓલપાડ પોલીસે બાતમીના આધારે અહીં દરોડા પાડ્યા હતા. અહીં નકલી ગુટખા અને શેમ્પુ બનાવવાના મશીનો મળી આવ્યા હતા. ગુજરાતમાં પહેલા નકલી ઘી, મસાલા, નકલી તેલ સહિત અનેક વસ્તુઓ મળી ચુકી છે. પરંતુ હવે નકલી શેમ્પુ પણ બનાવી વેચવામાં આવી રહ્યાં છે. 9 એપ્રિલ 2024ના રોજ વલસાડમાંથી ઝડપાયુ નકલી તેલ વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના તેલના સ્ટીકર ચોંટાડીને સસ્તુ તેલ વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. કંપની કર્મચારી અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે આજરોજ શાકભાજી માર્કેટમાં રેડ કરવામાં આવી હતી. કંપનીને માહિતી મળી હતી કે સ્ટીકર ચોંટાડીને સસ્તા ભાવે આ તેલનું વેચાણ માર્કેટમાં કરવામાં આવી રહ્યું છે. જેને લઇને અન્ય વેપારીઓ દ્વારા કંપનીને સમગ્ર મામલાની જાણકારી આપવામાં આવી હતી. જેને લઇને કર્મચારી અને પોલીસની સંયુક્ત રીતે આજરોજ શાકભાજી માર્કેટમાં તપાસ કરવામાં આવતા ચાર થી પાંચ જેટલી દુકાનોમાંથી સ્ટીકર ચોટાડેલ તેલના ડબ્બા મળી આવ્યા હતા.જેને લઈને તમામ તેલના જથ્થા સાથે વેપારીઓને સીટી પોલીસ સ્ટેશન ખાતે લાવીને તપાસ હાથ ધરાઈ હતી.  

Surat News : લીંબાયતની 8 દુકાનોમાંથી ઝડપાયા નકલી ખાદ્ય તેલના ડબ્બા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતના લીંબાયતમાં 8 દુકાનોમાં LCB પોલીસ અને ઝોન 2ની રેડ
  • જાણીતી બ્રાન્ડના લેબલનો કરતા હતા ઉપયોગ
  • લેબલ અને બુચની કોપી કરી વેચતા હતા ઓઈલ

સુરત એ ક્રાઈમનું હબ બની બની રહ્યું છે,ત્યારે સુરતમાંથી ઘી અને નકલી ખાદ્ય તેલ વારંવાર ફુડ વિભાગ અને પોલીસના હાથે ઝડપાઈ જાય છે,આજે આવી એક કામગીરી સુરત LCB અને ઝોન 2 દ્વારા કરવામાં આવી હતી,પોલીસે 8 દુકાનમાં દરોડા પાડી જાણીતી તેલની કંપનીના ડબ્બા જપ્ત કર્યા હતા.વેપારીઓ દ્વારા લેબલ તથા બુચની કોપી કરી તેલના ડબ્બા પર કોપી રાઈટ લેબલનો ઉપયોગ કરતા હતા,પોલીસ તપાસ દરમિયાન પોલીસે કપાસિયા તેલના 54 ડબ્બા જપ્ત કરી ગુનો નોંધ્યો છે.

એક મહિના અગાઉ રાંદેરમાંથી નકલી ઘી ઝડપાયુ

રાંદેર ઝોનમાં ગોગા ચોક વિસ્તારમાં રાજેશ પટેલ નામના વ્યક્તિ દ્વારા નકલી ઘી બનાવવામાં આવતું હોવાની માહિતી પાલિકાને મળી હતી. આ વ્યક્તિ દ્વારા વનસ્પતિ ઘી તથા રાગ વનસ્પતિ ઘી તથા જેમીની સોયાબીન તેલ તથા હળદર તથા સુગંધી ફ્લેવર્ડનું ભેળસેળ કરી શુદ્ધ ઘી ના નામે બનાવટી ઘી બનાવવામાં આવ્યું હતું. આ જથ્થો તૈયાર કરીને શહેરના જુદા જુદા વિસ્તારની ડેરીમાં વેચાણ કરવામાં આવતું હતું. આ ઉપરાંત તમામ ધીના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીના લેબલ લગાવવામાં આવતા હતા. પાલિકાના આરોગ્ય વિભાગે 225 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપીને પરીક્ષા માટે લેબોરેટરીમાં મોકલી આપ્યું હતું. આ ઉપરાંત સ્થળ પરથી લના પીપ તથા પ્લાસ્ટીકના પીપ અને ટબમાં રહેલ છુટક ઘીના નમુના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા માટે કવાયત શરૂ કરી હતી.


નકલીનો ખેલ

થોડો દિવસો પહેલા જ સુરતમાંથી નકલી શેમ્પુ અને નકલી ગુટખા બનાવતું ગોડાઉન ઝડપાયું હતું. રાજ્યમાંથી એક બાદ એક નકલી વસ્તુઓ સામે આવી રહી છે. સુરત પોલીસે દરોડા પાડી આ નકલી વસ્તુ બનાવતા ગોડાઉનનો પર્દાફાશ કર્યો હતો. ઓપલાડના માસમાં ગામેથી ડુપ્લીકેટ શેમ્પુ અને ગુટખા બનાવવાનું નેટવર્ક ઝડપાયું હતું. માસમા ગામે ચાંદ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાંથી આ ગોડાઉન ઝડપાયું હતું. ઓલપાડ પોલીસે બાતમીના આધારે અહીં દરોડા પાડ્યા હતા. અહીં નકલી ગુટખા અને શેમ્પુ બનાવવાના મશીનો મળી આવ્યા હતા. ગુજરાતમાં પહેલા નકલી ઘી, મસાલા, નકલી તેલ સહિત અનેક વસ્તુઓ મળી ચુકી છે. પરંતુ હવે નકલી શેમ્પુ પણ બનાવી વેચવામાં આવી રહ્યાં છે.

9 એપ્રિલ 2024ના રોજ વલસાડમાંથી ઝડપાયુ નકલી તેલ

વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના તેલના સ્ટીકર ચોંટાડીને સસ્તુ તેલ વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. કંપની કર્મચારી અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે આજરોજ શાકભાજી માર્કેટમાં રેડ કરવામાં આવી હતી. કંપનીને માહિતી મળી હતી કે સ્ટીકર ચોંટાડીને સસ્તા ભાવે આ તેલનું વેચાણ માર્કેટમાં કરવામાં આવી રહ્યું છે. જેને લઇને અન્ય વેપારીઓ દ્વારા કંપનીને સમગ્ર મામલાની જાણકારી આપવામાં આવી હતી. જેને લઇને કર્મચારી અને પોલીસની સંયુક્ત રીતે આજરોજ શાકભાજી માર્કેટમાં તપાસ કરવામાં આવતા ચાર થી પાંચ જેટલી દુકાનોમાંથી સ્ટીકર ચોટાડેલ તેલના ડબ્બા મળી આવ્યા હતા.જેને લઈને તમામ તેલના જથ્થા સાથે વેપારીઓને સીટી પોલીસ સ્ટેશન ખાતે લાવીને તપાસ હાથ ધરાઈ હતી.