Surat News: પૂણામાં પોલીસની રેડ, 'NR સ્પા' માંથી 6 મહિલાઓને મુક્ત કરાવાઈ, સંચાલક અને ગ્રાહક સહિત 5ની ધરપકડ

Apr 13, 2026 - 13:30
Surat News: પૂણામાં પોલીસની રેડ, 'NR સ્પા' માંથી 6 મહિલાઓને મુક્ત કરાવાઈ, સંચાલક અને ગ્રાહક સહિત 5ની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરમાં સ્પાની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસ લાલ આંખ કરી રહી છે. સુરત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમ દ્વારા બાતમીના આધારે પૂણા વિસ્તારમાં આવેલા 'NR સ્પા' (NR Spa) પર રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન દેહવ્યાપારના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીથી સ્પા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

6 મહિલાઓને નરક જેવી જિંદગીમાંથી કરાવાઈ મુક્ત

પોલીસે જ્યારે સ્પામાં રેડ કરવામાં આવી ત્યારે ત્યાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. સ્પાની આડમાં અહીં દેહવ્યાપારનો ધંધો ફૂલ્યોફાલ્યો હતો. પોલીસે સ્થળ પરથી 6 ભારતીય મહિલાઓને મુક્ત કરાવી છે, જેમને પૈસાની લાલચ આપી આ અનૈતિક ધંધામાં ધકેલવામાં આવી હતી. મુક્ત કરવામાં આવેલી મહિલાઓને હાલ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે.

સંચાલક સહિત 5 ઝડપાયા, માલિક હજુ ફરાર

આ રેડ દરમિયાન પોલીસે સ્પાના સંચાલક અને રંગરેલિયા મનાવતા ગ્રાહકો સહિત કુલ 5 શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવી છે. જોકે, આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને સ્પાનો માલિક હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે સ્પા માલિક સહિત અન્ય 4 લોકોને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

2.33 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે ઘટના સ્થળેથી રોકડ રકમ, 4 મોબાઈલ ફોન અને ગ્રાહકો તથા સંચાલકોની 3 મોટરસાયકલ કબજે કરી છે. પોલીસે કુલ રૂપિયા 2,33,500નો મુદ્દામાલ જપ્ત કરી પૂણા પોલીસ મથકમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સ્પાની આડમાં ચાલતા આ ગોરખધંધા પાછળ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Surat News: સચિન પોલીસ સ્ટેશનમાં આરોપીનું શંકાસ્પદ મોત, પૂછપરછ દરમિયાન બની ઘટના


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0