Surat News: ટ્રાફિકનો ભંગ માત્ર ટુ વ્હિલર ચાલકો જ કરે છે? મોટા વાહનો સામે કેમ કાર્યવાહી નહીં : MLA કુમાર કાનાણી

Oct 1, 2026 - 12:30
Surat News: ટ્રાફિકનો ભંગ માત્ર ટુ વ્હિલર ચાલકો જ કરે છે? મોટા વાહનો સામે કેમ કાર્યવાહી નહીં : MLA કુમાર કાનાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અવારનવાર સરકારી તંત્ર સામે લેટર બોમ્બ ફોડતા હોય છે. ત્યારે તેમણે વધુ એક પત્ર દ્વારા શહેરની સમસ્યાને ઉજાગર કરી છે. ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા સુરત પોલીસ કમિશનરને એક પત્ર લખવામાં આવ્યો છે.જેને લઈને રાજકીય અને પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.આ પત્રમાં ધારાસભ્યએ ટ્રાફિક વ્યવસ્થા અને પોલીસ વિભાગની કામગીરી સામે આકરા સવાલો ઉઠાવતા કુલ 8 મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા છે.

ખુલ્લા ટ્રેક્ટરો અને ટ્રકો સામે કોઈ જ કાર્યવાહી નહીં

કુમાર કાનાણીએ પોલીસ કમિશ્નરને લખેલા પત્રમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટ્રાફિક સિગ્નલનો કડક અમલ કરાવવા અને સામાન્ય ટુ-વ્હીલર ચાલકો પાસેથી માત્ર દંડ ઉઘરાવવાની કામગીરી કરવામાં આવે છે.જ્યારે વાસ્તવિક સમસ્યાઓ તરફ દુર્લક્ષ સેવાય છે.સિગ્નલનું યોગ્ય મેન્ટેનન્સ થતું નથી, ટાઈમિંગના કોઈ ઠેકાણા નથી અને સિગ્નલ પ્રોજેક્ટનું જાણે બાળમરણ થયું છે.આ ઉપરાંત,પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં બેફામ દોડતા ભારે વાહનો અને ડમ્પરો,રેતી-માટી ભરેલા ખુલ્લા ટ્રેક્ટરો અને ટ્રકો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

બેફામ હોર્ન વગાડીને લોકોને પરેશાન કરવામાં આવે છે

ધારાસભ્યએ વધુમાં આક્ષેપ કર્યો છે કે પ્રાઇવેટ બસો અને મોટા વાહનો દ્વારા બેફામ હોર્ન વગાડીને લોકોને પરેશાન કરવામાં આવે છે. તેમજ તમામ રોડ પર ટ્રાફિકને નડતરરૂપ રીતે વાહનો પાર્ક કરનારાઓ સામે પણ આંખ આડા કાન કરવામાં આવે છે.નંબર વગરની રિક્ષાઓ,ક્ષમતા કરતાં વધુ પેસેન્જરો ભરતી રિક્ષાઓ,ચાર રસ્તા કે ત્રણ રસ્તા પર રોડ રોકીને ઊભી રહેતી રિક્ષાઓ અને દબાણોને કારણે થતી ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં પોલીસ વિભાગ નિષ્ફળ રહ્યું હોવાના ગંભીર સવાલો ઉઠાવીને આ તમામ મુદ્દે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News : નિકોલની પારંતી આવાસ યોજનામાં પીધેલી હાલતમાં યુવતીઓએ ધમાલ મચાવી, સોસાયટીના ચેરમેનની ભૂમિકા શંકાસ્પદ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0