Surat News : 1.84 કરોડના ઠગાઈ કેસમાં કતારગામનો જવેલર્સ ઝડપાયો

સસ્તા ભાવે દાગીના બનાવી આપવાનું કહી આચરી છેતરપિંડી જવેલર્સે 3 કિલો સોનું પચાવી પાડતા નોંધાઈ હતી ફરિયાદ મુંબઈના એન.એમ.જોશી માર્ગ પોલીસ મથકે નોંધાઈ છે ફરિયાદ મુંબઈના જવેલર્સનું 1.84 કરોડ રૂપિયાનું 3 કિલો કાચું સોનું લઈને ફરાર થયેલા સુરતના જવેલર્સ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે. જવેલરી સસ્તા દરે ડિઝાઈન કરી આપવાનો દાવો કરીને આરોપી એક વર્ષ સુધી કંપની માટે કામ કરતો રહ્યો, જે પછી કાચું સોનું ભેગું કરીને ફરાર થઈ ગયો હતો. આરોપીને અપેક્ષા જવેલર્સ પ્રા. લિ., સુરતના ગૌતમ વાઘ તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે.એન એમ જોશી માર્ગ પોલીસમાં લોઅર પરેલમાં ધનરાજ મિલ કમ્પાઉન્ડ ખાતે પ્રિઝમ એન્ટરપ્રાઈઝીસીસના એડમિનિસ્ટ્રેટિવ મેનેજર તરીકે કામ કરતા રોમિલ સંઘવી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. કંપનીએ નોંધાવી પોલીસ ફરિયાદ પ્રિઝમ એન્ટરપ્રાઈઝીસ 2021થી સ્ટોર્સ અને બુટિક્સને જવેલરીનો પુરવઠો કરે છે અને તેની નિકાસ કરે છે. કંપનીને પ્રવર્તમાન કરતાં આકર્ષક દર આપીને સોનું અને હીરાની જવેલરી બનાવવાનું કામ લેતો હતો. તે કાચું સોનું લઈને સમજૂતી કરાર અનુસાર સાત દિવસમાં ફિનિશ્ડ જવેલરીનો પુરવઠો કરતો હતો.ફેબ્રુઆરી 2021થી એપ્રિલ 2022 સુધી કામ કર્યા પછી અને કંપનીનો વિશ્વાસ જીત્યા પછી તેને વધુ મોટો ઓર્ડર અપાયો.જોકે તેની સામે જવેલરી બનાવીને આપી ન હતી. આરોપીએ આપેલું સરનામું પણ ખોટું હતું. જીએસટી પોર્ટલ પર જોતાં તેનો વેપાર બંધ હોવાનું જોવા મળ્યું. આખરે કંપનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. સાત દિવસ બાદ આરોપી થયો હતો ફરાર પોલીસ ફરિયાદમાં જણાવાયા અનુસાર તેમની કંપની મુંબઈ સહિત અન્ય સ્થળોએ વિવિધ સ્ટોર્સ તથા બુટિકને જવેલરી સપ્લાય કરે છે. ગૌતમ વાઘે તેમની કંપનીનો સંપર્ક કરી દાવો કર્યો હતો કે પોતે સોનામાંથી સસ્તી મજૂરી લઈ દાગીના ઘડી આપવાનું જોબવર્ક કરે છે. આ સંદર્ભમાં પ્રિઝમ એન્ટરપ્રાઈઝ અને ગૌતમ વાઘની અપેક્ષા જવેલર્સ વચ્ચે સમજૂતી કરાર થયા હતા. જેમાં ગૌતમ વાઘને સોનું અપાય તેના સાત દિવસમાં તેણે દાગીના ઘડી આપી પરત કરવાં તેવું નક્કી થયું હતું. આરોપીને પહેલા ત્રણ કિલો સોનું અપાયું પ્રિઝમ એન્ટરપ્રાઈઝ દ્વારા ગૌતમ વાઘને ત્રણ કિલો સોનું અપાયું હતું. જોકે, લાંબો સમય વિતી જવા છતાં પણ ગૌતમ વાઘ દ્વારા દાગીના બનાવીને અપાયા ન હતાં.તેમને અપાયેલું સોનું પણ પરત કરાયું ન હતું.આ અંગેની ફરિયાદ અપાતાં એન એમ જોશી માર્ગ પોલીસ મથકે ગૌતમ વાઘ સામે વિશ્વાસભંગ બદલ IPC 409 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

Surat News : 1.84 કરોડના ઠગાઈ કેસમાં કતારગામનો જવેલર્સ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સસ્તા ભાવે દાગીના બનાવી આપવાનું કહી આચરી છેતરપિંડી
  • જવેલર્સે 3 કિલો સોનું પચાવી પાડતા નોંધાઈ હતી ફરિયાદ
  • મુંબઈના એન.એમ.જોશી માર્ગ પોલીસ મથકે નોંધાઈ છે ફરિયાદ

મુંબઈના જવેલર્સનું 1.84 કરોડ રૂપિયાનું 3 કિલો કાચું સોનું લઈને ફરાર થયેલા સુરતના જવેલર્સ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે. જવેલરી સસ્તા દરે ડિઝાઈન કરી આપવાનો દાવો કરીને આરોપી એક વર્ષ સુધી કંપની માટે કામ કરતો રહ્યો, જે પછી કાચું સોનું ભેગું કરીને ફરાર થઈ ગયો હતો. આરોપીને અપેક્ષા જવેલર્સ પ્રા. લિ., સુરતના ગૌતમ વાઘ તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે.એન એમ જોશી માર્ગ પોલીસમાં લોઅર પરેલમાં ધનરાજ મિલ કમ્પાઉન્ડ ખાતે પ્રિઝમ એન્ટરપ્રાઈઝીસીસના એડમિનિસ્ટ્રેટિવ મેનેજર તરીકે કામ કરતા રોમિલ સંઘવી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કંપનીએ નોંધાવી પોલીસ ફરિયાદ

પ્રિઝમ એન્ટરપ્રાઈઝીસ 2021થી સ્ટોર્સ અને બુટિક્સને જવેલરીનો પુરવઠો કરે છે અને તેની નિકાસ કરે છે. કંપનીને પ્રવર્તમાન કરતાં આકર્ષક દર આપીને સોનું અને હીરાની જવેલરી બનાવવાનું કામ લેતો હતો. તે કાચું સોનું લઈને સમજૂતી કરાર અનુસાર સાત દિવસમાં ફિનિશ્ડ જવેલરીનો પુરવઠો કરતો હતો.ફેબ્રુઆરી 2021થી એપ્રિલ 2022 સુધી કામ કર્યા પછી અને કંપનીનો વિશ્વાસ જીત્યા પછી તેને વધુ મોટો ઓર્ડર અપાયો.જોકે તેની સામે જવેલરી બનાવીને આપી ન હતી. આરોપીએ આપેલું સરનામું પણ ખોટું હતું. જીએસટી પોર્ટલ પર જોતાં તેનો વેપાર બંધ હોવાનું જોવા મળ્યું. આખરે કંપનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.


સાત દિવસ બાદ આરોપી થયો હતો ફરાર

પોલીસ ફરિયાદમાં જણાવાયા અનુસાર તેમની કંપની મુંબઈ સહિત અન્ય સ્થળોએ વિવિધ સ્ટોર્સ તથા બુટિકને જવેલરી સપ્લાય કરે છે. ગૌતમ વાઘે તેમની કંપનીનો સંપર્ક કરી દાવો કર્યો હતો કે પોતે સોનામાંથી સસ્તી મજૂરી લઈ દાગીના ઘડી આપવાનું જોબવર્ક કરે છે. આ સંદર્ભમાં પ્રિઝમ એન્ટરપ્રાઈઝ અને ગૌતમ વાઘની અપેક્ષા જવેલર્સ વચ્ચે સમજૂતી કરાર થયા હતા. જેમાં ગૌતમ વાઘને સોનું અપાય તેના સાત દિવસમાં તેણે દાગીના ઘડી આપી પરત કરવાં તેવું નક્કી થયું હતું.

આરોપીને પહેલા ત્રણ કિલો સોનું અપાયું

પ્રિઝમ એન્ટરપ્રાઈઝ દ્વારા ગૌતમ વાઘને ત્રણ કિલો સોનું અપાયું હતું. જોકે, લાંબો સમય વિતી જવા છતાં પણ ગૌતમ વાઘ દ્વારા દાગીના બનાવીને અપાયા ન હતાં.તેમને અપાયેલું સોનું પણ પરત કરાયું ન હતું.આ અંગેની ફરિયાદ અપાતાં એન એમ જોશી માર્ગ પોલીસ મથકે ગૌતમ વાઘ સામે વિશ્વાસભંગ બદલ IPC 409 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.