Surat News : સુરતના પીપલોદમાં નાયબ મામલતદારે પોલીસ કર્મીની પત્નીને અપશબ્દો બોલી બચકુ ભરી લીધુ, રૂપિયાની લેતીદેતીમાં ઝઘડો થયો

Aug 22, 2025 - 11:00
Surat News : સુરતના પીપલોદમાં નાયબ મામલતદારે પોલીસ કર્મીની પત્નીને અપશબ્દો બોલી બચકુ ભરી લીધુ, રૂપિયાની લેતીદેતીમાં ઝઘડો થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના પીપલોદમાં નાયબ મામલતદારની દાદાગીરી સામે આવી છે જેમાં મહિલા નાયબ મામલતદારે અપશબ્દો પોલીસ કર્મીની પત્નીને બચકુ ભરી લીધુ છે, બ્યુટીપાર્લરના રૂપિયાની લેતી દેતીમાં ઝગડો થયો હતો અને સુરતની પીપલોદ પોલીસ લાઈનમાં આ બનાવ બન્યો છે, ઉમરા પોલીસે 2 મહિલાઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહિલા મામલતદારે પોલીસ કર્મીની પત્નીને ગાળો આપી બચકુ ભરી લીધું

પીપલોદ પોલીસ લાઈનમાં રહેતા મહિલા નાયબ મામલતદાર અને તેમની બહેન સાથે પોલીસકર્મીની પત્ની પાસે બ્યૂટીપાર્લરના કામ બાબતે રૂ. 400ની લેતીદેતીની તકરારમાં નાયબ મામલતદાર અને તેની બહેને જાતિવિષયક અપમાનજનક શબ્દો કહીને માર માર્યો હોવાનો મામલો પોલીસ દફતરે પહોંચ્યો છે. પોલીસકર્મીની પત્નીએ ઉમરા પોલીસ મથકમાં બંને બેન વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. ઉમરા પોલીસના જણાવ્યા મુજબ પીપલોદ સ્થિત પોલીસલાઈનમાં રહેતા પોલીસકર્મીની પત્ની ઘરમાં બ્યૂટીપાર્લર ચલાવે છે. આ પોલીસ લાઈનમાં જ રહેતા પૂજાબેન મયૂરદાન ગઢવી નાયબ મામલતદાર છે. તેમની મોટી બેન જ્યોતિબેન સાથે રહે છે.

બ્યૂટી પાર્લરમાં વેકસ કરાવ્યું અને રૂપિયા ના આપ્યા

ત્રણેક માસ અગાઉ તેઓ આ બ્યૂટીપાર્લરમાં વેકસ, આઇબ્રો કરાવવા ગયા હતા. જેનો ચાર્જ રૂ. 450 થતો હતો. પરંતુ બ્યૂટીપાર્લર સંચાલિકાને તેમણે રૂ. 400 આપવાનું કહ્યું હતું. એ સમયે પૂજાબેન ચાર્જ ચૂકવી દેશે, એમ કહી જ્યોતિબેન ત્યાંથી જતા રહ્યા હતા. આ વાતને સમય વિતવા છતાં તેમણે પૈસા આપ્યા ન હતા. બ્યૂટીપાર્લરની સંચાલિકાએ પૂજાબેનને મેસેજ કરી પૈસા ચૂકવવા યાદ અપાવ્યું હતું. જ્યોતિબેને રૂ.250 આપ્યા હતા. બ્યૂટીપાર્લર ચલાવતાં પોલીસ કમીના પત્નીએ રૂ. 200 લેવાની ના પાડી હતી. 13 તારીખે રાત્રે બિલ્ડિંગ પાસે બ્યૂટીપાર્લરના સંચાલિકા ઊભા હતા ત્યારે નાયબ મામલતદાર પૂજાબેન ગઢવીએ ધમકીભર્યા સ્વરે કહ્યું કે તમને બે દિવસથી કોલ કરું છું, ફોન કેમ નથી ઉપાડતાં ? તમને શેનો પાવર આવી ગયો છે ? તમારે જ્યોતિબેનનું પેમેન્ટ લેવાનું હતું તેનું શું થયું?


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0