Surat News: મહિધરપુરા પોલીસની મોટી કાર્યવાહી, એક વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

Feb 22, 2026 - 19:00
Surat News: મહિધરપુરા પોલીસની મોટી કાર્યવાહી, એક વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેર પોલીસ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં મહિધરપુરા પોલીસને મોટી સફળતા મળી છે. હ્યુમન ટ્રાફિકિંગ (માનવ તસ્કરી) જેવા ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસની પકડથી દૂર રહેલા રીઢા આરોપીને પોલીસે દબોચી લીધો છે.

શું હતો સમગ્ર મામલો?

મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી સંજય દિપકભાઈ પટેલ વિરૂદ્ધ 'ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ' (ITPA) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. હ્યુમન ટ્રાફિકિંગના આ કેસમાં નામ ખુલ્યા બાદ ધરપકડના ડરથી સંજય પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસ સતત તેને શોધી રહી હતી, પરંતુ તે વારંવાર પોતાના ઠેકાણા બદલીને એક વર્ષથી નાસતો-ફરતો હતો.

પોલીસની ચોક્કસ બાતમી અને ધરપકડ

મહિધરપુરા પોલીસની સર્વેલન્સ ટીમને આરોપી સંજય પટેલની ચોક્કસ હિલચાલ અંગે બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આરોપીને ઝડપી લીધો હતો. આરોપીની ધરપકડ બાદ હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે, છેલ્લા એક વર્ષ દરમિયાન તેને આશરો આપવા માટે કોણે કોણે મદદ કરી હતી. હ્યુમન ટ્રાફિકિંગ જેવા સામાજિક દૂષણ ફેલાવતા ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડથી ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.


આ પણ વાંચો - Surat News: સારોલી પોલીસે દેશી પિસ્તોલ સાથે બેને ઝડપી લીધા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0