Sankheda: સંખેડા - બહાદરપુર વચ્ચે નવું બનાવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે શુક્રવારની રાત્રીએ મેઘરાજાએ સંખેડા તાલુકામાં ધમધમાટી બોલાવતા 12 કલાકમાં 20 મિ.મી સાથે ચાલુ સિઝનમાં અત્યાર સુધી કુલ 10 ઈંચ વરસાદ ખાબકી જતાં ખેડૂતો ખુશાલ થઈ ગયા છે. છ મહિના પહેલા સંખેડા - બહાદરપુર વચ્ચે રૂા.એક કરોડથી પણ વધુ ખર્ચે બનાવેલ ડાયવર્ઝન ત્રણ દિવસ અગાઉ ઓરસંગ નદીના પ્રથમ પૂરમાં જ ધોવાઈ ગયા હતાં.
ગત મધરાત્રીથી શરૂ થયેલા વરસાદે શનિવારના દિવસે પણ વરસવાનું ચાલુ રાખતા સંખેડા નગર સહિત તાલુકાના ગામોમાં પાણી પાણી થઈ જતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે અને આ વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. સર્જાયેલા વરસાદી માહોલને પગલે ખેડૂતો દ્વારા કરાયેલ વાવેતરમાં નવા પ્રાણ ફૂંકાયા છે. ચોમાસાની ઋતુ શરૂ થવા છતાં છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં ઉકળાટ અને બફારો અનુભવાઈ રહવાના સાથે વરસાદના કોઈ આસાર નહીં જણાતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી, પરંતુ હવે મોડે મોડે પણ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ભારે ખુશાલી સાથે તેઓના ચહેરા ઉપર ચમક આવી જવા પામી છે. બીજી તરફ્ નદી, નાળા, તળાવો પણ સુકાવા લાગતા પશુ પાલકો સહિત ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે છેલ્લા ચાર દિવસથી વરસેલા વરસાદને પગલે નદી, નાળા, તળાવમાં નવા પાણીની આવક થતાં આહલાદક સૌંદર્ય જોવા મળી રહ્યું છે. છ મહિના પહેલા સંખેડા - બહાદરપુર વચ્ચે રૂા.એક કરોડથી પણ વધુ ખર્ચે બનાવેલ ડાયવર્ઝન ત્રણ દિવસ અગાઉ ઓરસંગ નદીના પ્રથમ પૂરમાં જ ધોવાઈ ગયા હતાં. નદીના નવા નિરને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

