Ahmedabad News: ઘી કાંટા મેટ્રો કોર્ટને મળી બોમ્બની ધમકી

Sep 5, 2026 - 14:30
Ahmedabad News: ઘી કાંટા મેટ્રો કોર્ટને મળી બોમ્બની ધમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મેગા સિટી અમદાવાદમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા કાયદો અને વ્યવસ્થા પબ્લિક સિક્યોરિટી એલર્ટ પર આવી ગઈ છે. અમદાવાદ શહેરની મુખ્ય ગણાતી ઘી કાંટા મેટ્રો કોર્ટ તેમજ લાલ દરવાજા સ્થિત સેશન્સ કોર્ટને અજાણ્યા તત્વો મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીના સમાચાર વાયુવેગે પ્રસરતા જ કોર્ટ પરિસરમાં ઉપસ્થિત વકીલો, જજો અને અરજદારોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

ભદ્ર, નવરંગપુરા જૂની હાઈકોર્ટ અને સોલા હાઈકોર્ટ તાત્કાલિક ખાલી કરાવાઈ


સુરક્ષાના અત્યંત કડક પગલાં તરીકે તંત્ર મારફતે તાત્કાલિક ધોરણે તમામ મુખ્ય કોર્ટ પરિસરોને ખાલી કરાવવાના આદેશ આપવામાં આવ્યા હતા. ભદ્ર કોર્ટ, નવરંગપુરા સ્થિત જૂની હાઈકોર્ટ તેમજ સોલા હાઈકોર્ટ સંકુલમાંથી તમામ લોકોને તાત્કાલિક બહાર નીકાળીને આખી બિલ્ડિંગો સીલ કરી દેવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓએ સમયસૂચકતા વાપરીને પરિસરને સંપૂર્ણ ખાલી કરાવી દીધું હતું.



પોલીસ, ફાયર બ્રિગેડ અને BDDS ની ટીમો દ્વારા સઘન ચેકિંગ


ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, ફાયર બ્રિગેડના જવાનો અને બોમ્બ ડીટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. BDDS અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા કોર્ટ પરિસરના દરેક ખૂણે-ખૂણા, ચેમ્બરો, પાર્કિંગ વિસ્તારો અને શંકાસ્પદ વસ્તુઓનું રિટર્ન રાઉન્ડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

==" target="_blank"> ==

તપાસ એજન્સીઓએ ધમકીના સ્ત્રોતની શોધખોળ હાથ ધરી


હાલ સમગ્ર કોર્ટ સંકુલોમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ, આ ધમકીભર્યો મેસેજ કે ઈમેલ ક્યાંથી અને કોના મારફતે મોકલવામાં આવ્યો હતો, તે દિશામાં સાયબર ક્રાઇમ અને પોલીસ તપાસ એજન્સીઓએ ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Ahmedabadમાં શિક્ષક દિને શ્રેષ્ઠ ગુરુજનોનું બહુમાન, મેયર હિતેશ બારોટના હસ્તે 27 ઉત્કૃષ્ટ શિક્ષકોને કરાયા સન્માનિત


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0