PM Modi Vadodara Visit: 8 સપ્ટેમ્બરે PM મોદી વડોદરા આવશે, Y-આકારના રેમ્પ પરથી GEN Zને મળશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સંસ્કારી નગરી વડોદરા આગામી 8 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે સજ્જ થઈ રહી છે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સમગ્ર વડોદરા શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન શહેર અને રાજ્ય માટે કરોડો રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને વડોદરાવાસીઓને મોટી ભેટ આપશે.
Y-આકારના રેમ્પ થકી GEN Z સાથે કરશે સંવાદ
વડાપ્રધાનના આ કાર્યક્રમમાં યુવાધનને જોડવા માટે એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. સભા મંડપમાં વિશેષ રૂપે Y-આકારનો રેમ્પ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રેમ્પ મારફતે વડાપ્રધાન મોદી આજની નવી પેઢી એટલે કે 'GEN Z'ની નજીક પહોંચશે અને તેમની સાથે સીધો સંવાદ સાધશે. વડાપ્રધાનના આ નવતર પ્રયોગને લઈને યુવાનોમાં ભારે આકર્ષણ અને ઉત્સુકતા જોવા મળી રહી છે.
વરસાદની આગાહી વચ્ચે 1 કિમી લાંબો વોટરપ્રૂફ ડોમ તૈયાર
હવામાન વિભાગની વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તંત્રએ વહીવટી તૈયારીઓ આખરી ઓપ આપી રહ્યું છે. કાર્યક્રમ સ્થળે નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે જર્મન ટેકનોલોજી આધારિત 1 કિલોમીટર લાંબો વિશાળ વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ચોમાસાની ઋતુ હોવા છતાં આયોજનમાં કોઈ ખલેલ ન પહોંચે તેવી મજબૂત વ્યવસ્થા કરવામાં આવી છે.
રેલવે વિભાગને મળશે હજારો કરોડની ભેટ અને કડક સુરક્ષા બંદોબસ્ત
વડાપ્રધાનના હસ્તે ભારતીય રેલવે વિભાગ સાથે સંકળાયેલા હજારો કરોડ રૂપિયાના બહુવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવશે, જેનાથી પ્રદેશના રેલ નેટવર્કને નવો વેગ મળશે. બીજી તરફ, વડાપ્રધાન મોદીના પ્રવાસને પગલે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો મારફતે 24 કલાક કાર્યક્રમ સ્થળ અને આસપાસના વિસ્તારોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Vadodara News: જન્માષ્ટમી પર જુગારીઓ પર પોલીસની તવાઈ, 24 કલાકમાં 63થી વધુ ઝડપાયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

