Ahmedabad: અમદાવાદ AMCએ જાહેર કરી ડ્રાફ્ટ ઈવી પોલિસી! વર્ષ 2030 સુધીમાં શહેરના 81 સ્થળોએ 3,063 ચાર્જિંગ પોઈન્ટ ઊભા કરાશે

Nov 27, 2026 - 08:00
Ahmedabad: અમદાવાદ AMCએ જાહેર કરી ડ્રાફ્ટ ઈવી પોલિસી! વર્ષ 2030 સુધીમાં શહેરના 81 સ્થળોએ 3,063 ચાર્જિંગ પોઈન્ટ ઊભા કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા ઈલેક્ટ્રિક વાહનો (EV)ની સંખ્યા અને વર્ષ 2030ના કોમનવેલ્થ ગેમ્સ પહેલાંના માળખાકીય વિકાસને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા 'ડ્રાફ્ટ ઈવી પોલિસી-2026' જાહેર કરવામાં આવી છે. આ પોલિસી અંતર્ગત વર્ષ 2030 સુધીમાં શહેરના અલગ-અલગ 81 સ્થળોએ કુલ 3,063 ચાર્જિંગ પોઈન્ટ ઊભા કરવાનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે અંગે નાગરિકો પાસેથી 30 દિવસમાં વાંધા-સૂચન મંગાવવામાં આવ્યા છે.

2030 સુધીમાં 2.45 લાખ ઈવીનો અંદાજ

મનપાના બેઝ એસેસમેન્ટ મુજબ, અમદાવાદમાં નોંધાયેલા 50 લાખથી વધુ વાહનોમાં હાલ ઈવીનો હિસ્સો 2.5 થી 3 ટકા છે, પરંતુ નવા વેચાતા વાહનોમાં આ હિસ્સો 6 થી 8 ટકા સુધી પહોંચ્યો છે. વર્ષ 2030 સુધીમાં અમદાવાદમાં અંદાજે 2.45 લાખ ઈલેક્ટ્રિક વ્હીકલ હશે.

ખાનગી વાહન માટે પ્રતિ યુનિટ ₹18 અને સરકારી બસ માટે ₹16 ચાર્જ વસૂલાશે

ડ્રાફ્ટ પોલિસી મુજબ, જનમાર્ગ (BRTS) અને AMTS દ્વારા ડેવલપ કરવામાં આવેલા ઓન-રૂટ ચાર્જિંગ સ્ટેશનો પર ખાનગી ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે પ્રતિ યુનિટ ₹18 અને GST વસૂલવામાં આવશે, જ્યારે સરકારી બસોના ચાર્જિંગ માટે પ્રતિ યુનિટ ₹16 અને GST નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ખાનગી વાહનોને ચાર્જ કરવા વપરાયેલ વીજળીના પ્રતિ યુનિટ દીઠ બસ ઓપરેટરે જનમાર્ગ અને AMTSને ₹2 ચૂકવવા પડશે.ચારેય ઝોનમાં 81 સ્થળોએ બનશે સ્ટેશન

મનપા દ્વારા બ્રિજ નીચેની જગ્યા, મલ્ટીલેવલ પાર્કિંગ, મ્યુનિ. પ્લોટ્સ, સબ ઝોનલ કચેરી, AMTS-BRTS ટર્મિનસ સહિત 81 સ્થળોએ PPP (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ) ધોરણે 5 વર્ષની લીઝ પર સ્ટેશનો અપાશે.ફેઝ-1 (2026-27): AMTS-BRTS ડેપો, પબ્લિક પાર્કિંગ પ્લોટ્સ અને મ્યુનિ. બિલ્ડિંગો ખાતે ફાસ્ટ ઈવી ચાર્જિંગ સુવિધા ડેવલપ કરાશે.ફેઝ-2 (2028-29): મોલ, હોસ્પિટલ, રહેણાંક હાઉસિંગ સોસાયટી અને નવા બાંધકામો સુધી ચાર્જિંગ સ્ટેશનનો વિસ્તાર થશે.ફેઝ-3 (2030-31): આખા શહેરમાં સ્માર્ટ ચાર્જિંગ, રિન્યુએબલ એનર્જી અને હેવી ડ્યુટી સેગમેન્ટની કામગીરી હાથ ધરાશે.કયા ઝોનમાં ક્યાં ઊભા થશે મુખ્ય ચાર્જિંગ સ્ટેશન?

મધ્ય ઝોન: દાણાપીઠ મ્યુનિ. મુખ્ય કચેરી, રાયપુર મલ્ટીલેવલ પાર્કિંગ, ખાડિયા પોલીસ સ્ટેશન પાસે, જમાલપુર સેન્ટ્રલ વર્કશોપ, દુધેશ્વર વોટર વર્ક્સ નજીક.પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોન: નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગ, ગુજરાત કોલેજ બ્રિજ પાસે, પાલડી મ્યુઝિયમ પાસે, સોલા રોડ, નારણપુરા, થલતેજ, નવા વાડજ, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, રાણીપ સબ ઝોન ઓફિસ, ચીમનભાઈ ઓવરબ્રિજ પાસે, વિસત-ગાંધીનગર હાઈવે પાસે.પૂર્વ અને દક્ષિણ ઝોન: નિકોલમાં મનમોહન ચાર રસ્તા, શેલ્બી હોસ્પિટલ પાસે, વસ્ત્રાલ, કાંકરિયા તળાવ પરિસર, મણિનગર અને અસલાલી.દક્ષિણ-પશ્ચિમ ઝોન: મકરબા, એસ.જી. હાઈવે, બોપલ અને શેલા સહિત નવા બનતા હાઈરાઈઝ બિલ્ડિંગોમાં પણ પાર્કિંગ ક્ષમતા મુજબ ચાર્જિંગ પોઈન્ટ ફરજિયાત રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: 27 November Top News: સંસદ સત્રને લઈ કોંગ્રેસ રણનીતિ નક્કી કરશે, TMCના ચૂંટણી ચિહ્ન મુદ્દે સુનાવણી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0