Surat Civilમા નકલી તબીબ ગળામાં સ્ટેથોસ્કોપ પહેરીને નશાની હાલતમાં ઝડપાયો

સુરતમાં નકલી તબીબ અસલી હોસ્પિટલમાંથી ઝડપાયો સ્ટેથોસ્કોપ ગળામાં પહેરીને ફરતો હતો નકલી તબીબ સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી ઝડપાયો નકલી તબીબ સુરતની સિવિલ હોસ્પિટલમાં નકલી તબીબ ઝડપાયો છે,આ તબીબ ગળામાં સ્ટેથોસ્કોપ પહેરીને ફરતો હતો ત્યારે લોકોને શંકા જતા તેની પૂછપરછ કરી જેમાં સામે આવ્યુ કે આ તબીબ નકલી છે,બીજી તરફ આ નકલી તબીબે નશો કર્યો હોવાની વાત સામે આવી છે.નકલી તબીબે સિક્યુરિટી ગાર્ડ સાથે બબાલ કરતા હોસ્પિટલના સ્ટાફે નકલી તબીબને ખટોદરા પોલીસને હવાલે કર્યો છે. નકલી તબીબ અસલી હોસ્પિટલમાં પહોંચ્યો રાજયમાં નકલીનો સિલસિલો હજી યથાવત છે,કયારેક નકલી અધિકારી,ડોકટર,કલેકટર લોકો પોતાની મેળે બની જતા હોય છે,આવી જ એક ઘટના સુરત સિવિલ હોસ્પિટલમાં બની જેમાં અસલી થેથીસ્કોપ ગળામાં પહેરીને ફરતા નકલી તબીબને લોકોએ ઝડપી પાડયો છે,આ તબીબ રોફ જમાવવા ચોથા માળે ફરી રહ્યો હતો,નશાની હાલતમાં હોવાથી આ વ્યકિતને કઈ ખબર ન હતી કે તે શું કરી રહ્યો છે,લોકોને ખબર પડતા તેની પૂછપરછ કરી તો ખબર પડી કે આ તો નકલી ડોકટર છે. ખટોદરા પોલીસે હાથધરી તપાસ સમગ્ર ઘટનામાં લોકોએ આ આરોપીને ઝડપી પોલીસને સોંપ્યો છે,તો સિકયુરિટી ગાર્ડનુ કહેવુ છે કે પહેલા અમારી સાથે ઝઘડો કર્યો પરંતુ ગળામાં સ્ટેથોસ્કોપ લગાવ્યુ હોવાથી ડોકટર લાગ્યા જેથી અમે કોઈ મગજમારી કરી નહી,પરંતુ નકલી એ નકલી જ હોય અને તેનો ભાંડો ફૂટી જ જાય,તો ખટોદરા પોલીસે ઘટના સ્થળે આવી આ વ્યકિતની અટકાયત કરી વધુ પૂછપરછ હાથધરી છે. રાજકોટ પોલીસે નકલી ડોકટર ઝડપ્યો રાજકોટ શહેર SOG પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે,ફાડદંગ ગામમાં હર્ષદભાઈ ઉર્ફે કાનાભાઈ ચોટલિયા નામનો બોગસ તબીબ દર્દીઓની તપાસ અને સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે. આ બાતમીના આધારે એસઓજી પોલીસે ઘટના સ્થળે પહોંચી ડિગ્રી વગરના તબીબનો ઝડપી પાડ્યો હતો.આ ડોકટરે અત્યારસુધી ઘણા લોકોને દવાઓ પણ આપી છે,પરંતુ પોલીસની તપાસમા શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.

Surat Civilમા નકલી તબીબ ગળામાં સ્ટેથોસ્કોપ પહેરીને નશાની હાલતમાં ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં નકલી તબીબ અસલી હોસ્પિટલમાંથી ઝડપાયો
  • સ્ટેથોસ્કોપ ગળામાં પહેરીને ફરતો હતો નકલી તબીબ
  • સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી ઝડપાયો નકલી તબીબ

સુરતની સિવિલ હોસ્પિટલમાં નકલી તબીબ ઝડપાયો છે,આ તબીબ ગળામાં સ્ટેથોસ્કોપ પહેરીને ફરતો હતો ત્યારે લોકોને શંકા જતા તેની પૂછપરછ કરી જેમાં સામે આવ્યુ કે આ તબીબ નકલી છે,બીજી તરફ આ નકલી તબીબે નશો કર્યો હોવાની વાત સામે આવી છે.નકલી તબીબે સિક્યુરિટી ગાર્ડ સાથે બબાલ કરતા હોસ્પિટલના સ્ટાફે નકલી તબીબને ખટોદરા પોલીસને હવાલે કર્યો છે.

નકલી તબીબ અસલી હોસ્પિટલમાં પહોંચ્યો

રાજયમાં નકલીનો સિલસિલો હજી યથાવત છે,કયારેક નકલી અધિકારી,ડોકટર,કલેકટર લોકો પોતાની મેળે બની જતા હોય છે,આવી જ એક ઘટના સુરત સિવિલ હોસ્પિટલમાં બની જેમાં અસલી થેથીસ્કોપ ગળામાં પહેરીને ફરતા નકલી તબીબને લોકોએ ઝડપી પાડયો છે,આ તબીબ રોફ જમાવવા ચોથા માળે ફરી રહ્યો હતો,નશાની હાલતમાં હોવાથી આ વ્યકિતને કઈ ખબર ન હતી કે તે શું કરી રહ્યો છે,લોકોને ખબર પડતા તેની પૂછપરછ કરી તો ખબર પડી કે આ તો નકલી ડોકટર છે.


ખટોદરા પોલીસે હાથધરી તપાસ

સમગ્ર ઘટનામાં લોકોએ આ આરોપીને ઝડપી પોલીસને સોંપ્યો છે,તો સિકયુરિટી ગાર્ડનુ કહેવુ છે કે પહેલા અમારી સાથે ઝઘડો કર્યો પરંતુ ગળામાં સ્ટેથોસ્કોપ લગાવ્યુ હોવાથી ડોકટર લાગ્યા જેથી અમે કોઈ મગજમારી કરી નહી,પરંતુ નકલી એ નકલી જ હોય અને તેનો ભાંડો ફૂટી જ જાય,તો ખટોદરા પોલીસે ઘટના સ્થળે આવી આ વ્યકિતની અટકાયત કરી વધુ પૂછપરછ હાથધરી છે.

રાજકોટ પોલીસે નકલી ડોકટર ઝડપ્યો

રાજકોટ શહેર SOG પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે,ફાડદંગ ગામમાં હર્ષદભાઈ ઉર્ફે કાનાભાઈ ચોટલિયા નામનો બોગસ તબીબ દર્દીઓની તપાસ અને સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે. આ બાતમીના આધારે એસઓજી પોલીસે ઘટના સ્થળે પહોંચી ડિગ્રી વગરના તબીબનો ઝડપી પાડ્યો હતો.આ ડોકટરે અત્યારસુધી ઘણા લોકોને દવાઓ પણ આપી છે,પરંતુ પોલીસની તપાસમા શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.