Vadodaraમાં ગરીબોના હકનું અનાજ બારોબાર સગેવગે થતું હોવાનો વીડિયો થયો વાયરલ
જાંબુવા ગામે રેશનિંગના દુકાનદારે સરકારી અનાજ કર્યુ સગેવગે અનાજ સગેવદગે કરાતો હોવાનો વીડિયો વાયરલ થતા ખળભળાટ 12 તેલના પાઉચ અને 1-1 ચોખા અને ઘઉંની બોરી કરાઈ સગેવગે ગરીબના હકનું અનાજ બારોબાર સગેવગે કરવામાં આવ્યું છે. વડોદરાના જાંબુવા ગામમાં સરકારી અનાજ બારોબાર સગેવગે કરવામાં આવતું હોવાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સરકારી અનાજ લ, ચોખા, ઘઉં સગેવગે થયું હોવાનો વીડિયો વાયરલ થતા સમગ્ર મામલો સામે આવી છે. વડોદરાના જાંબુવા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા તેલ, ચોખા, ઘઉં સગેવગે કરતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. તેલ, ચોખા, ઘઉં સગેવગે કરતો વીડિયો વાયરલ જાંબુવા ગામ સહિત ત્રણ ગામનો અનાજ પુરવઠો આ દુકાનેથી વહેંચણી કરવામાં આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, સસ્તા અનાજના સંચાલક દ્વારા 12 તેલના પાઉચ, એક ચોખાની બોરી અને એક ઘઉંની બોરીનું બારોબાર વેચાણ કરવામાં આવ્યું છે. ગરીબોનું તેલ-અનાજ બારોબાર વેચી સસ્તા અનાજના દુકાનધારકો ઘીકેળાં ખાઈ રહ્યા છે. ગરીબોના હકનું અનાજ બારોબાર સગેવગે ગરીબોના હકનું અનાજ બારોબાર સગેવગે કરવામાં આવતું હોવાનો વીડિયો વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યમાં સતત સરકારી અનાજ સગેવગે કરવાની કૌંભાડ સામે આવતા રહે છે. તેમ છતાં પણ સરકાર દ્વારા કેમ કોઈ પગલા લેવામાં નથી આવતા. એક તરફ ગરબી લોકો એક ટાઈમના અનાજ માટે દિવસ-રાત મહેનત કરે છે. જ્યારે બીજી તરફ સસ્તા અનાજના દુકાનદાર દ્વારા ગરબીના હકનું સરકારી અનાજ બારોબાર વહેચીને પોતાના ખિસ્સા ભરવામાં આવે છે. દુકાન સંચાલકે બારોબાર અનાજ સગેવગે કર્યું વીડિયો વાયરલ થતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. પુરવઠા વિભાગ દ્વારા વાયરલ વીડિયો મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને સરકારી અનાજ બારોબાર સગેવગે કરવાના દુકાનદાર અને અનાજ ખરીદનાર શખ્સો સામે તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે તો તપાસ બાદ જ જાણવા મળ છે. સરકારી અનાજ સગેવગે કરવા મામલે કાર્યવાહી કરવામાં આવશે કે દર વખતની આ મામલાને પણ દબાવી દેવામાં આવશે તે તો જોવાનું રહ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- જાંબુવા ગામે રેશનિંગના દુકાનદારે સરકારી અનાજ કર્યુ સગેવગે
- અનાજ સગેવદગે કરાતો હોવાનો વીડિયો વાયરલ થતા ખળભળાટ
- 12 તેલના પાઉચ અને 1-1 ચોખા અને ઘઉંની બોરી કરાઈ સગેવગે
ગરીબના હકનું અનાજ બારોબાર સગેવગે કરવામાં આવ્યું છે. વડોદરાના જાંબુવા ગામમાં સરકારી અનાજ બારોબાર સગેવગે કરવામાં આવતું હોવાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સરકારી અનાજ લ, ચોખા, ઘઉં સગેવગે થયું હોવાનો વીડિયો વાયરલ થતા સમગ્ર મામલો સામે આવી છે. વડોદરાના જાંબુવા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા તેલ, ચોખા, ઘઉં સગેવગે કરતો હોવાનો વીડિયો સામે આવ્યો છે.
તેલ, ચોખા, ઘઉં સગેવગે કરતો વીડિયો વાયરલ
જાંબુવા ગામ સહિત ત્રણ ગામનો અનાજ પુરવઠો આ દુકાનેથી વહેંચણી કરવામાં આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, સસ્તા અનાજના સંચાલક દ્વારા 12 તેલના પાઉચ, એક ચોખાની બોરી અને એક ઘઉંની બોરીનું બારોબાર વેચાણ કરવામાં આવ્યું છે. ગરીબોનું તેલ-અનાજ બારોબાર વેચી સસ્તા અનાજના દુકાનધારકો ઘીકેળાં ખાઈ રહ્યા છે.
ગરીબોના હકનું અનાજ બારોબાર સગેવગે
ગરીબોના હકનું અનાજ બારોબાર સગેવગે કરવામાં આવતું હોવાનો વીડિયો વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યમાં સતત સરકારી અનાજ સગેવગે કરવાની કૌંભાડ સામે આવતા રહે છે. તેમ છતાં પણ સરકાર દ્વારા કેમ કોઈ પગલા લેવામાં નથી આવતા. એક તરફ ગરબી લોકો એક ટાઈમના અનાજ માટે દિવસ-રાત મહેનત કરે છે. જ્યારે બીજી તરફ સસ્તા અનાજના દુકાનદાર દ્વારા ગરબીના હકનું સરકારી અનાજ બારોબાર વહેચીને પોતાના ખિસ્સા ભરવામાં આવે છે.
દુકાન સંચાલકે બારોબાર અનાજ સગેવગે કર્યું
વીડિયો વાયરલ થતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. પુરવઠા વિભાગ દ્વારા વાયરલ વીડિયો મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને સરકારી અનાજ બારોબાર સગેવગે કરવાના દુકાનદાર અને અનાજ ખરીદનાર શખ્સો સામે તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે તો તપાસ બાદ જ જાણવા મળ છે. સરકારી અનાજ સગેવગે કરવા મામલે કાર્યવાહી કરવામાં આવશે કે દર વખતની આ મામલાને પણ દબાવી દેવામાં આવશે તે તો જોવાનું રહ્યું.