Surat Cityમા 12 કલાકમાં 7 ઈંચથી વધુ વરસાદ પડતા ભરાયા ઠેર-ઠેર પાણી

સુરતમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા ઉધના-નવસારી રોડ પર ભરાયા પાણી પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી સુરત શહેરમાં વરસાદનુ દે ધનાધન શરૂ થયું છે.12 કલાકમાં સાત ઈંચથી વધારે વરસાદ વરસતા જનજીવન પર તેની અસર થઈ છે.સુરત શહેરમાં સવારથી અવિરત પણ વરસાદ વરસી રહ્યો છે.ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરાછા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ સુરતમાં ચાર કલાકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે ઝાડ પડવાના બનાવ પણ હતા. ત્રણ કલાકમાં પાંચ ઈંચથી વધુ વરસાદને કારણે શહેરમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયાં છે. ત્યારે શહેરના વરાછા વિસ્તારમાં પણ ગોઠણસમાં પાણી ભરાયાં હતાં. અશ્વિનકુમાર ખાતે આવેલા ગરનાળામાં પાણી ભરાતાં બંધ કરી દેવામાં આવ્યું છે. ત્રણ કલાકથી વધુ સમયથી વરસાદ વરસવાનું ચાલુ હતું. વરસાદે વધારી ચિંતા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર ચાર કલાકમાં કુલ 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી પણ આપી છે. ધોધમાર વરસતા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગરમાં વરસાદ રહેશે. તેમજ બોટાદ, મોરબી, જામનગરમાં વરસાદ રહેશે તથા ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી સાથે મહીસાગર, ખેડા, દાહોદ, આણંદમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. તથા પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ પડશે અને મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વચ્ચે હવામાન વિભાગે આજે 10 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક સ્થળો પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં રેડ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ અને રાજકોટમાં પણ અત્યંત ભારેની આગાહી કરાઇછે. બીજી તરફ 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જેમાં કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરનો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતના 5 જિલ્લા અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Surat Cityમા 12 કલાકમાં 7 ઈંચથી વધુ વરસાદ પડતા ભરાયા ઠેર-ઠેર પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા
  • ઉધના-નવસારી રોડ પર ભરાયા પાણી
  • પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી

સુરત શહેરમાં વરસાદનુ દે ધનાધન શરૂ થયું છે.12 કલાકમાં સાત ઈંચથી વધારે વરસાદ વરસતા જનજીવન પર તેની અસર થઈ છે.સુરત શહેરમાં સવારથી અવિરત પણ વરસાદ વરસી રહ્યો છે.ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વરાછા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ

સુરતમાં ચાર કલાકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે ઝાડ પડવાના બનાવ પણ હતા. ત્રણ કલાકમાં પાંચ ઈંચથી વધુ વરસાદને કારણે શહેરમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયાં છે. ત્યારે શહેરના વરાછા વિસ્તારમાં પણ ગોઠણસમાં પાણી ભરાયાં હતાં. અશ્વિનકુમાર ખાતે આવેલા ગરનાળામાં પાણી ભરાતાં બંધ કરી દેવામાં આવ્યું છે. ત્રણ કલાકથી વધુ સમયથી વરસાદ વરસવાનું ચાલુ હતું.


વરસાદે વધારી ચિંતા

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર ચાર કલાકમાં કુલ 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી પણ આપી છે. ધોધમાર વરસતા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી

ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગરમાં વરસાદ રહેશે. તેમજ બોટાદ, મોરબી, જામનગરમાં વરસાદ રહેશે તથા ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી સાથે મહીસાગર, ખેડા, દાહોદ, આણંદમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. તથા પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ પડશે અને મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.

આજે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વચ્ચે હવામાન વિભાગે આજે 10 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક સ્થળો પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં રેડ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ અને રાજકોટમાં પણ અત્યંત ભારેની આગાહી કરાઇછે. બીજી તરફ 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જેમાં કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરનો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતના 5 જિલ્લા અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.