Surat: 711 પોલીસ કર્મચારીઓની સાગમટે કરાઈ આંતરિક બદલી, પોલીસ કમિશનરે આપ્યા આદેશ

Feb 19, 2025 - 23:00
Surat: 711 પોલીસ કર્મચારીઓની સાગમટે કરાઈ આંતરિક બદલી, પોલીસ કમિશનરે આપ્યા આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેર પોલીસ કમિશનરે સપાટો બોલાવ્યો છે. સુરત પોલીસ કમિશનરે શહેરમાં પોલીસ કર્મચારીઓની સાગમટે બદલીઓ માટે ઓર્ડર આપી દીધો છે. 700થી વધુ પોલીસ કર્મીઓની એક સાથે આંતરિક બદલી કરવામાં આવી છે. શહેરમાં ASI, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલની બદલીઓ કરવા માટે પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે.

પોલીસ કર્મીઓની તાત્કાલિક બદલી કરવા માટે કમિશનરે આદેશ આપ્યો

તમને જણાવી દઈએ કે સુરત શહેર પોલીસ કમિશનરે કુલ 711 જેટલા પોલીસકર્મીઓની બદલી માટે ઓર્ડર કર્યો છે. વર્ષોથી એક જ પોલીસમાં મથકમાં જામી ગયેલા પોલીસ કર્મીઓની તાત્કાલિક બદલી કરવા માટે કમિશનરે આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે સૌથી વધુ ટ્રાફિક શાખાના કર્મચારીઓની શહેરના જુદા જુદા પોલીસ મથકોમાં બદલી કરવામાં આવ્યો છે. શહેરમાં કાયદો વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા માટે પોલીસ કમિશનરે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

6 ફેબ્રુઆરીએ અમદાવાદમાં 61 પોલીસ કોન્સ્ટેબલની કરાઈ હતી બદલી

ઉલ્લેખનીય છે કે આ પહેલા 6 ફેબ્રુઆરીએ અમદાવાદમાં 61 પોલીસ કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી હતી. આ 61 પોલીસ કોન્સ્ટેબલની અમદાવાદમાં જ આંતરિક બદલી કરવામાં આવી હતી. તમામ કોન્સ્ટેબલને હાલની ફરજ પરની જગ્યાથી તાત્કાલિક જે નવી જગ્યા પર બદલી કરવામાં આવી હતી અને ત્યાં હાજર થવા માટેનું પણ કહેવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે બદલી કરવામાં આવેલા તમામ પોલીસ કોન્સ્ટેબલની કંટ્રોલ રૂમ (PRO યુનિટ), SC-ST સેલ-2, એસઓજી, ખાડીયા, કારંજ, કાલુપુર, મણીનગર, પાલડી, આનંદનગર, મણીનગર, મહિલાઈ ઈસ્ટ અને વેસ્ટના પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. જે અંગે જાણકારી ક્રાઈમ બ્રાન્ચ, ટ્રાફિક શાખા સહિત અન્ય લાગતા વળગતા વિભાગને કરવામાં આવી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0