Surat: સુધરે એ બીજા, કન્ટેનર ભરીને 11.52 લાખ રૂપિયાની ચાઈનીઝ દોરી ઝડપાઈ
ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે આકાશમાં પતંગ ચગાવવા માટે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવા છતાં પણ મોટી સંખ્યામાં ચાઈનીઝ દોરી વેચાતી હોવાનું સામે આવ્યું છે. ગળું કાપી નાખતા ચાઈનીઝ માંજાના કન્ટેનર સાથે એક આરોપીને ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે. પોલીસ દ્વારા પ્રમુખ પાર્ક બ્રિજ તરફથી આવી રહેલા આઇસર ટેમ્પોમાં મોટા જથ્થામાં ચાઈનીઝ માંજો ઝડપી પાડવામાં આવ્યો છે. ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ પોલીસે આઇસર કન્ટેનર ટ્રક સાથે કુલ રૂ. 21.52 લાખના મુદ્દામાલ સાથે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી ઉત્તરાયણ તહેવાર પહેલા જાહેર સલામતી માટે હાથ ધરવામાં આવી હતી, જેમાં ચાઇનીઝ દોરીના ખતરાઓને ધ્યાનમાં રાખીને પોલીસ સતર્ક રહી છે. કન્ટેનર ટ્રક (નંબર GJ-23-AT-5695) માં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ડિંડોલી સાંઇ પોઇન્ટ ચાર રસ્તા પર વહન કરવામાં આવી રહ્યો છે. ચાઈનીઝ દોરી પર્યાવરણને નુકસાન કરે છે મળેલી બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને ટ્રકમાંથી 60 બોક્સમાં ભરેલી કુલ 2,880 બોબીન દોરી સાથે ટ્રક જપ્ત કરી. આ ચાઇનીઝ દોરીની બજાર કિંમત રૂ. 11.52 લાખ છે, જ્યારે કન્ટેનર ટ્રકની કિંમત રૂ. 10 લાખ છે. કુલ મુદ્દામાલ રૂ. 21.52 લાખનો જપ્ત કરવામાં આવ્યો છે. ટ્રક સાથે અનીલકુમાર શંકરલાલ મીણા નામના આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. ચાઇનીઝ દોરી નાના પક્ષીઓ, મનુષ્યો અને જીવજંતુઓ માટે જીવલેણ સાબિત થાય છે. આ દોરી નોન-બાયોડિગ્રેડેબલ હોવાથી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, તેમજ તેના પર કાચ, લોખંડ કે અન્ય ઘાતક તત્વો હોય છે, જે ઈજાઓનું કારણ બને છે. પોલીસ કમિશનર દ્વારા શાંતિપૂર્ણ ઉત્તરાયણ ઉજવણી માટે આવા દોરાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે આકાશમાં પતંગ ચગાવવા માટે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવા છતાં પણ મોટી સંખ્યામાં ચાઈનીઝ દોરી વેચાતી હોવાનું સામે આવ્યું છે. ગળું કાપી નાખતા ચાઈનીઝ માંજાના કન્ટેનર સાથે એક આરોપીને ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે. પોલીસ દ્વારા પ્રમુખ પાર્ક બ્રિજ તરફથી આવી રહેલા આઇસર ટેમ્પોમાં મોટા જથ્થામાં ચાઈનીઝ માંજો ઝડપી પાડવામાં આવ્યો છે.
ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ
પોલીસે આઇસર કન્ટેનર ટ્રક સાથે કુલ રૂ. 21.52 લાખના મુદ્દામાલ સાથે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી ઉત્તરાયણ તહેવાર પહેલા જાહેર સલામતી માટે હાથ ધરવામાં આવી હતી, જેમાં ચાઇનીઝ દોરીના ખતરાઓને ધ્યાનમાં રાખીને પોલીસ સતર્ક રહી છે. કન્ટેનર ટ્રક (નંબર GJ-23-AT-5695) માં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ડિંડોલી સાંઇ પોઇન્ટ ચાર રસ્તા પર વહન કરવામાં આવી રહ્યો છે.
ચાઈનીઝ દોરી પર્યાવરણને નુકસાન કરે છે
મળેલી બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને ટ્રકમાંથી 60 બોક્સમાં ભરેલી કુલ 2,880 બોબીન દોરી સાથે ટ્રક જપ્ત કરી. આ ચાઇનીઝ દોરીની બજાર કિંમત રૂ. 11.52 લાખ છે, જ્યારે કન્ટેનર ટ્રકની કિંમત રૂ. 10 લાખ છે. કુલ મુદ્દામાલ રૂ. 21.52 લાખનો જપ્ત કરવામાં આવ્યો છે. ટ્રક સાથે અનીલકુમાર શંકરલાલ મીણા નામના આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. ચાઇનીઝ દોરી નાના પક્ષીઓ, મનુષ્યો અને જીવજંતુઓ માટે જીવલેણ સાબિત થાય છે. આ દોરી નોન-બાયોડિગ્રેડેબલ હોવાથી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, તેમજ તેના પર કાચ, લોખંડ કે અન્ય ઘાતક તત્વો હોય છે, જે ઈજાઓનું કારણ બને છે. પોલીસ કમિશનર દ્વારા શાંતિપૂર્ણ ઉત્તરાયણ ઉજવણી માટે આવા દોરાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.