Surat: સુરતીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા! ખાઉગલીની રેસ્ટોરન્ટમાંથી વંદો નીકળ્યો

સુરત શહેરની પ્રખ્યાત ખાઉગલીની રેસ્ટોરેન્ટમાંથી વંદો નીકળ્યો છે. ઢોસામાંથી વંદો નીકળતા ગ્રાહકે વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઇ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. સુરતની પ્રખ્યાત ખાઉગલીમાં આવેલ રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકે ઢોંસા મંગાવ્યા હતા. જે ઢોસામાંથી વંદો નીકળતા ગ્રાહકે રેસ્ટોરન્ટના માલિકને બોલાવીને બતાવતા રેસ્ટોરન્ટના સ્ટાફ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કે, તેમની ભૂલ છે. અને ભૂલ બદલ માફી માંગી હતી. જે ઘટના અંગે ગ્રાહકે વીડિયો ઉતારીને વાયરલ કર્યો હતો. ગ્રાહકે વીડિયો ઉતારીને લવલી ઢોંસાના માલિકને બોલાવીને જીવાત બતાવતા કહ્યું હતું કે, આ જીવાત છે કે નહીં, અને આ જીવડું છે કે નથી એમ હાજર તમામ ગ્રાહકોની ખરાઈ કરી હતી. જીવાતનો વીડિયો ઉતારીને ગ્રાહકે ગુગલમાં જીવાત સર્ચ કરી હતી. આ બાબતે રેસ્ટોરન્ટના માલિકે કહ્યું હતું કે, મારા ગ્રાહક કહે છે કે જીવડું છે તો હું સ્વીકારું છું. અને છેવટે રેસ્ટોરન્ટના માલિકે બે હાથ જોડીને માફી માંગી હતી. ગ્રાહકે કહ્યું હતું કે, જો તમે સ્વીકારી લો કે જીવડું નીકળ્યું છે તો હું ફરિયાદ પાછી લઉ છું. ચોમાસાની સીઝનને લઈને અનેક જગ્યાએ જીવાતો નીકળે છે ચોમાસાની ઋતુને લઈને જીવડા નીકળવાની ઘટના સામાન્ય થઈ ગઈ છે. રાત્રે લાઈટ ચાલુ થતાં જ જીવડા આવી જાય છે. જે ખાવાની સામગ્રીમાં આવી જતાં લોકોના સ્વાસ્થ્ય બગડવાની ઘટના બનતી હોય છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં થાય છે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતી હોવાની લોકોની ફરિયાદ છે.

Surat: સુરતીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા! ખાઉગલીની રેસ્ટોરન્ટમાંથી વંદો નીકળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરની પ્રખ્યાત ખાઉગલીની રેસ્ટોરેન્ટમાંથી વંદો નીકળ્યો છે. ઢોસામાંથી વંદો નીકળતા ગ્રાહકે વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઇ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે.

સુરતની પ્રખ્યાત ખાઉગલીમાં આવેલ રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકે ઢોંસા મંગાવ્યા હતા. જે ઢોસામાંથી વંદો નીકળતા ગ્રાહકે રેસ્ટોરન્ટના માલિકને બોલાવીને બતાવતા રેસ્ટોરન્ટના સ્ટાફ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કે, તેમની ભૂલ છે. અને ભૂલ બદલ માફી માંગી હતી. જે ઘટના અંગે ગ્રાહકે વીડિયો ઉતારીને વાયરલ કર્યો હતો.

ગ્રાહકે વીડિયો ઉતારીને લવલી ઢોંસાના માલિકને બોલાવીને જીવાત બતાવતા કહ્યું હતું કે, આ જીવાત છે કે નહીં, અને આ જીવડું છે કે નથી એમ હાજર તમામ ગ્રાહકોની ખરાઈ કરી હતી. જીવાતનો વીડિયો ઉતારીને ગ્રાહકે ગુગલમાં જીવાત સર્ચ કરી હતી. આ બાબતે રેસ્ટોરન્ટના માલિકે કહ્યું હતું કે, મારા ગ્રાહક કહે છે કે જીવડું છે તો હું સ્વીકારું છું. અને છેવટે રેસ્ટોરન્ટના માલિકે બે હાથ જોડીને માફી માંગી હતી. ગ્રાહકે કહ્યું હતું કે, જો તમે સ્વીકારી લો કે જીવડું નીકળ્યું છે તો હું ફરિયાદ પાછી લઉ છું.

ચોમાસાની સીઝનને લઈને અનેક જગ્યાએ જીવાતો નીકળે છે

ચોમાસાની ઋતુને લઈને જીવડા નીકળવાની ઘટના સામાન્ય થઈ ગઈ છે. રાત્રે લાઈટ ચાલુ થતાં જ જીવડા આવી જાય છે. જે ખાવાની સામગ્રીમાં આવી જતાં લોકોના સ્વાસ્થ્ય બગડવાની ઘટના બનતી હોય છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં થાય છે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતી હોવાની લોકોની ફરિયાદ છે.