Agriculture News: 4 મહિનામાં લખપતિ બનવા કરો આ ખેતી, જાણીલો સંપૂર્ણ માહિતી

ચોમાસાની ઋતુ બાદ હવે શિયાળાની સિઝન શરૂ આત થવામાં બસ ગણતરીના દિવસો બાકી છે. તેવામાં શિયાળાની સીઝનમાં બીટ ખાવાનું લગભગ સૌ કોઈને પસંદ આવે છે. બીટમાં કેટલાય પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. જેના કારણે બજારમાં તેની ડિમાન્ડ સારી એવી રહે છે. ઝારખંડના હજારીબાગમાં તેની સારી એવી ખેતી થાય છે. બીટની ખેતી કરીને ખેડૂતો સારામાં સારો નફો કમાઈ શકે છે. બીટની ખેતી માટે કૃષિ વૈજ્ઞાનિકની સલાહ સૂચન વધુ ઉપયોગી નીવડે છે. બીટની ખેતી કરીને ખેડૂતો ફક્ત 3થી 4 મહિનામાં લાખો રૂપિયાનો નફો કમાઈ શકે છે. સાથે જ તેની ખેતીમાં ખર્ચો પણ ઓછો આવે છે.બીટની ખેતી માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં સૌપ્રથમ તેને તૈયાર કરવું જોઈએ. બીટની ખેતી માટે દોમટ અને રેતાળ માટી સૌથી સારી માનવામાં આવે છે. ખેતરને સારી રીતે ખેડીને તૈયાર કર્યા બાદ પ્રતિ એકર ચાર ટન ગોબરના ખાતરનો છંટકાવ કરવો જોઈએ. ગોબર ખાતરને ખેતરમાં સારી રીતે નાખ્યા બાદ ખેતરને સમતળ કરીને 15 ફૂટના અંતરે પાળા તૈયાર કરવા જોઈએ. બાદમાં બીટના બિયારણ વાવવા જોઈએ. પ્રતિ એકરમાં 500 ગ્રામ બિયારણ સારુ રહેશે.વાવણી બાદ ખેડૂતોને દર 7થી 15 દિવસની વચ્ચે પાણી આપતા રહેવું જોઈએ. સાથે જ સમય સમય પર નિંદામણ કાઢવું જોઈએ. એક એકરમાં ખેડૂત 100થી 200 ક્વિન્ટલ સુધી ઉત્પાદન લઈ શકશે. 90થી 120 દિવસની વચ્ચે બીટનો પાક તૈયાર થઈ જાય છે.

Agriculture News: 4 મહિનામાં લખપતિ બનવા કરો આ ખેતી, જાણીલો સંપૂર્ણ માહિતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચોમાસાની ઋતુ બાદ હવે શિયાળાની સિઝન શરૂ આત થવામાં બસ ગણતરીના દિવસો બાકી છે. તેવામાં શિયાળાની સીઝનમાં બીટ ખાવાનું લગભગ સૌ કોઈને પસંદ આવે છે. બીટમાં કેટલાય પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. જેના કારણે બજારમાં તેની ડિમાન્ડ સારી એવી રહે છે.

ઝારખંડના હજારીબાગમાં તેની સારી એવી ખેતી થાય છે. બીટની ખેતી કરીને ખેડૂતો સારામાં સારો નફો કમાઈ શકે છે. બીટની ખેતી માટે કૃષિ વૈજ્ઞાનિકની સલાહ સૂચન વધુ ઉપયોગી નીવડે છે. બીટની ખેતી કરીને ખેડૂતો ફક્ત 3થી 4 મહિનામાં લાખો રૂપિયાનો નફો કમાઈ શકે છે. સાથે જ તેની ખેતીમાં ખર્ચો પણ ઓછો આવે છે.

બીટની ખેતી માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં સૌપ્રથમ તેને તૈયાર કરવું જોઈએ. બીટની ખેતી માટે દોમટ અને રેતાળ માટી સૌથી સારી માનવામાં આવે છે. ખેતરને સારી રીતે ખેડીને તૈયાર કર્યા બાદ પ્રતિ એકર ચાર ટન ગોબરના ખાતરનો છંટકાવ કરવો જોઈએ. ગોબર ખાતરને ખેતરમાં સારી રીતે નાખ્યા બાદ ખેતરને સમતળ કરીને 15 ફૂટના અંતરે પાળા તૈયાર કરવા જોઈએ. બાદમાં બીટના બિયારણ વાવવા જોઈએ. પ્રતિ એકરમાં 500 ગ્રામ બિયારણ સારુ રહેશે.

વાવણી બાદ ખેડૂતોને દર 7થી 15 દિવસની વચ્ચે પાણી આપતા રહેવું જોઈએ. સાથે જ સમય સમય પર નિંદામણ કાઢવું જોઈએ. એક એકરમાં ખેડૂત 100થી 200 ક્વિન્ટલ સુધી ઉત્પાદન લઈ શકશે. 90થી 120 દિવસની વચ્ચે બીટનો પાક તૈયાર થઈ જાય છે.