Junagadh: પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની પ્રવક્તાના બફાટ સામે રોષ

જુનાગઢ માટે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની પ્રવક્તાના બફાટ સામે રોષ ફેલાયો છે. જેમાં જુનાગઢ અને ભારત અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. તેમાં જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો છે. જેમાં ભારતે જુનાગઢ પર ગેરકાયદેસર કબજો કર્યો છે આવા બફાટ સામે મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે. પાકિસ્તાને પોતાના દેશની ચિંતા કરવી જોઈએ પાકિસ્તાને પોતાના દેશની ચિંતા કરવી જોઈએ. ભારત અને જૂનાગઢને બદલે ત્યાં સમસ્યા વધુ છે તેમ લોકોએ જણાવ્યું છે. જુનાગઢ વિરોધમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહેરા બલુચે બફાટ કરતાં મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની પ્રવક્તાએ ફરીથી પોત પ્રકાશ્યું છે અને જુનાગઢ તેમજ ભારત વિરુદ્ધ બેફામ બફાટ કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની પ્રવક્તા મુમતાજ ઝહરા બ્લુચે જૂનાગઢનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે ભારતે જુનાગઢ પર ગેરકાયદેસર કબજો કરેલો છે.મુમતાજ બલોચે કહ્યું કે જૂનાગઢના મુદ્દા પર પાકિસ્તાનનું નીતિગત નિવેદન હંમેશા સ્પષ્ટ રહ્યું છે. મુમતાજ ઝેહરા બલોચે દાવો કરતા કહ્યું કે 1948માં જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યું હતું.જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ છે અને ભારતે તેના પર ગેરકાયદેસર કબ્જો કર્યો છે. આ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય માપદંડોનું ઉલ્લંઘન છે.  જુનાગઢ એ ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે હંમેશાથી રાજકીય અને કૂટનીતિક મંચ પર પાકિસ્તાન જૂનાગઢના મુદ્દાને ઉઠાવતું રહ્યું છે અને તેને લઇને તે શાંતિપૂર્ણ સમાધાન પણ ઇચ્છે છે.પાકિસ્તાનનું એમ પણ કહેવું છે કે તે જૂનાગઢના મુદ્દાને કાશ્મીરની જેમ અધૂરો એજન્ડા માને છે. કાશ્મીરને પોતાનું બનાવવા માટે પાકિસ્તાન આતંકવાદનો સહારો લે છે. આ કારણ છે કે ભારત સાથે પાકિસ્તાનાન સંબંધ ઘણા ખરાબ છે. વિશ્વભરના મંચ પર પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે. કાશ્મીર જ નહીં જૂનાગઢ અને બાંગ્લાદેશને લઇને મુમતાજ બલોચે કહ્યું કે તે તેમની સાથે સકારાત્મક અને મજબૂત સંબંધ બનાવવા માંગે છે. મુમતાજે કહ્યું કે, બન્ને દેશની સરકારના સહયોગથી સંબંધ વધુ સારા બનશે. આવા બેફામ વાણી વિલાસ સામે જૂનાગઢના મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. જૂનાગઢના મુસ્લિમ સમાજ દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે અને નારાજગી વ્યક્ત કરવાની સાથે જ તેઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં કેટલા પ્રશ્નો છે તેની ચિંતા પાકિસ્તાને કરવી જોઈએ જુનાગઢ એ ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે.

Junagadh: પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની પ્રવક્તાના બફાટ સામે રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જુનાગઢ માટે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની પ્રવક્તાના બફાટ સામે રોષ ફેલાયો છે. જેમાં જુનાગઢ અને ભારત અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. તેમાં જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો છે. જેમાં ભારતે જુનાગઢ પર ગેરકાયદેસર કબજો કર્યો છે આવા બફાટ સામે મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે.

પાકિસ્તાને પોતાના દેશની ચિંતા કરવી જોઈએ

પાકિસ્તાને પોતાના દેશની ચિંતા કરવી જોઈએ. ભારત અને જૂનાગઢને બદલે ત્યાં સમસ્યા વધુ છે તેમ લોકોએ જણાવ્યું છે. જુનાગઢ વિરોધમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહેરા બલુચે બફાટ કરતાં મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની પ્રવક્તાએ ફરીથી પોત પ્રકાશ્યું છે અને જુનાગઢ તેમજ ભારત વિરુદ્ધ બેફામ બફાટ કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની પ્રવક્તા મુમતાજ ઝહરા બ્લુચે જૂનાગઢનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે ભારતે જુનાગઢ પર ગેરકાયદેસર કબજો કરેલો છે.મુમતાજ બલોચે કહ્યું કે જૂનાગઢના મુદ્દા પર પાકિસ્તાનનું નીતિગત નિવેદન હંમેશા સ્પષ્ટ રહ્યું છે. મુમતાજ ઝેહરા બલોચે દાવો કરતા કહ્યું કે 1948માં જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યું હતું.જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ છે અને ભારતે તેના પર ગેરકાયદેસર કબ્જો કર્યો છે. આ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય માપદંડોનું ઉલ્લંઘન છે.

 જુનાગઢ એ ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે હંમેશાથી રાજકીય અને કૂટનીતિક મંચ પર પાકિસ્તાન જૂનાગઢના મુદ્દાને ઉઠાવતું રહ્યું છે અને તેને લઇને તે શાંતિપૂર્ણ સમાધાન પણ ઇચ્છે છે.પાકિસ્તાનનું એમ પણ કહેવું છે કે તે જૂનાગઢના મુદ્દાને કાશ્મીરની જેમ અધૂરો એજન્ડા માને છે. કાશ્મીરને પોતાનું બનાવવા માટે પાકિસ્તાન આતંકવાદનો સહારો લે છે. આ કારણ છે કે ભારત સાથે પાકિસ્તાનાન સંબંધ ઘણા ખરાબ છે. વિશ્વભરના મંચ પર પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે. કાશ્મીર જ નહીં જૂનાગઢ અને બાંગ્લાદેશને લઇને મુમતાજ બલોચે કહ્યું કે તે તેમની સાથે સકારાત્મક અને મજબૂત સંબંધ બનાવવા માંગે છે. મુમતાજે કહ્યું કે, બન્ને દેશની સરકારના સહયોગથી સંબંધ વધુ સારા બનશે. આવા બેફામ વાણી વિલાસ સામે જૂનાગઢના મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. જૂનાગઢના મુસ્લિમ સમાજ દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે અને નારાજગી વ્યક્ત કરવાની સાથે જ તેઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં કેટલા પ્રશ્નો છે તેની ચિંતા પાકિસ્તાને કરવી જોઈએ જુનાગઢ એ ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે.