Surat: સચિન વિસ્તારમાં ઢોર પકડ ટીમ સાથે પશુપાલકની બબાલ, વીડિયો વાયરલ

સુરત શહેરમાં રખડતાં ઢોરોના ત્રાસથી શહેરીજનોને મુક્તિ આપવા માટે મહાનગર પાલિકાની ઢોર પકડ ટીમ દ્વારા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. રખડતાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન પશુ માલિકો અને પાલિકાની ટીમ વચ્ચે માથાકૂટ થઇ હતી. પશુ માલિકોએ બબાલ કરી હતી. જે અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સમગ્ર મામલો સચિન પોલીસ મથકે પહોંચતા પોલીસે તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગત અનુસાર, સુરત મહાનગર પાલિકાની ટીમ દ્વારા સચિન વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાની ટીમ સચિન વિસ્તારમાં રખડતાં ઢોર પકડી રહી હતી એ સમયે પશુ માલિકો આવી પહોંચ્યા હતા. પાલિકાની ટીમ અને પશુ માલિકો વચ્ચે માથાકૂટ થઇ હતી અને ઘર્ષણ સર્જાયું હતું. પાલિકાની ટીમ સાથે માથાકૂટનો વીડિયો વાયરલ થયો હતો.સમગ્ર બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બીજી તરફ મહાનગર પાલિકાની ટીમ દ્વારા સમગ્ર મામલે સચિન પોલીસ મથકમાં રજૂઆત કરી હતી. જેના પગલે બબાલ કરનાર યુવકને પકડી પોલીસને સોંપાયો છે.

Surat: સચિન વિસ્તારમાં  ઢોર પકડ ટીમ સાથે પશુપાલકની બબાલ, વીડિયો વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરમાં રખડતાં ઢોરોના ત્રાસથી શહેરીજનોને મુક્તિ આપવા માટે મહાનગર પાલિકાની ઢોર પકડ ટીમ દ્વારા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. રખડતાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન પશુ માલિકો અને પાલિકાની ટીમ વચ્ચે માથાકૂટ થઇ હતી. પશુ માલિકોએ બબાલ કરી હતી. જે અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સમગ્ર મામલો સચિન પોલીસ મથકે પહોંચતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, સુરત મહાનગર પાલિકાની ટીમ દ્વારા સચિન વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાની ટીમ સચિન વિસ્તારમાં રખડતાં ઢોર પકડી રહી હતી એ સમયે પશુ માલિકો આવી પહોંચ્યા હતા. પાલિકાની ટીમ અને પશુ માલિકો વચ્ચે માથાકૂટ થઇ હતી અને ઘર્ષણ સર્જાયું હતું. પાલિકાની ટીમ સાથે માથાકૂટનો વીડિયો વાયરલ થયો હતો.

સમગ્ર બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બીજી તરફ મહાનગર પાલિકાની ટીમ દ્વારા સમગ્ર મામલે સચિન પોલીસ મથકમાં રજૂઆત કરી હતી. જેના પગલે બબાલ કરનાર યુવકને પકડી પોલીસને સોંપાયો છે.