Surat: શિપિંગ એજન્ટ બનીને ચીનથી માલ મંગાવવાની લાલચ આપી ઠગાઈ, સુરત સાયબર ક્રાઇમે અમદાવાદના ભેજાબાજને દબોચ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને એક મોટી સફળતા મળી છે. વિદેશથી માલ આયાત કરવા ઈચ્છતા વેપારીઓને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવતા કૃણાલ જનકભાઈ ભોજક નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ શિપિંગના નામે મોટું નેટવર્ક ઉભું કરીને વેપારીઓનો વિશ્વાસ જીતી છેતરપિંડી આચરી હતી.
સોશિયલ મીડિયા પર એડ આપી ફસાવતો
આરોપી કૃણાલ ભોજકની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. તે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર 'શિપિંગ એજન્ટ' તરીકેની આકર્ષક જાહેરાતો આપતો હતો. આ જાહેરાતો જોઈને જે વેપારીઓ ચીનથી કાપડ કે અન્ય માલ મંગાવવા માંગતા હોય તેઓ તેનો સંપર્ક કરતા હતા.
કસ્ટમ ડ્યુટીના નામે ઉઘાડી લૂંટ
સુરતના એક ફરિયાદી વેપારીના કિસ્સામાં, આરોપીએ ચીનથી કાપડ મંગાવી આપવાના બહાને અને ત્યારબાદ માલ ક્લિયર કરાવવા માટે 'કસ્ટમ ડ્યુટી' ભરવાના નામે ટુકડે-ટુકડે કુલ ₹29.43 લાખ પડાવી લીધા હતા. નાણાં લીધા બાદ આરોપી કોઈને માલ પહોંચાડતો નહોતો અને સંપર્ક પણ કાપી નાખતો હતો.કુલ 90 લાખથી વધુનું કૌભાંડ
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે કૃણાલ ભોજકે અત્યાર સુધીમાં કુલ 6 જેટલા વેપારીઓને પોતાની જાળમાં ફસાવીને કુલ ₹90.87 લાખની છેતરપિંડી આચરી છે. સુરત સાયબર ક્રાઇમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરી તેને અમદાવાદથી દબોચી લીધો છે. પોલીસે વેપારીઓને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર મળતા અજાણ્યા એજન્ટોને એડવાન્સ પેમેન્ટ કરતા પહેલા તેની પૂરેપૂરી ખરાઈ કરવી.
આ પણ વાંચો: Aravalli: ગિફ્ટ સિટીમાં રોકાણના નામે 500 કરોડની ઠગાઈ, અરવલ્લીના ઇસરીનો ઉત્પલ પટેલ કરોડોનું ફૂલેકું ફેરવી વિદેશ ફરાર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

